TopHeadline:11 June 2019 til 03 pm National Gujarat
  • Home
  • Gujarat
  • [email protected] PM: વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને જબરદસ્ત ઝાટકો, ‘વાયુ’ વાવાઝોડું ગુજરાતના આ વિસ્તારોમાંથી થશે પસાર સહિતના સમાચાર

[email protected] PM: વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને જબરદસ્ત ઝાટકો, ‘વાયુ’ વાવાઝોડું ગુજરાતના આ વિસ્તારોમાંથી થશે પસાર સહિતના સમાચાર

 | 2:57 pm IST

આઈસીસી વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ બે મેચોમાં શાનદાર પ્રદર્શન કરી જીત હાંસલ કરનાર ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા તથા ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 12મી જૂને બુધવારે સાંજે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના તથા ખેડાની ખોડિયાર ચોકડી પાસે ટ્રક અને ઇકો કાર ધડાકાભેર અથડાતા ઘટના સ્થળે જ 2 લોકોના મોત તેમજ સૌરાષ્ટ્ર- કચ્છના દરેક બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું તથા યોગી આદિત્યનાથ પર વિવાદાસ્પદ ટિપ્પણી લખવા અને વીડિયો શેર કરવાના મામલમાં પત્રકાર પ્રશાંત કનોજિયાની ધરપકડ થતા સુપ્રીમ કોર્ટે છોડવાનો આદેશ આપ્યો તેમજ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ વિવિધ અધિકારીઓની પોસ્ટ માટે જાહેરાત બહાર પાડી તથા વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે સોમવારે રમાનાર વિશ્વ કપની મેચ વરસાદની ભેટ ચઢી ગઈ સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1: ટીમ ઈન્ડિયાને જબરદસ્ત ઝાટકો, શિખર ધવન 3 સપ્તાહ માટે ટીમમાંથી બહાર

આઈસીસી વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ બે મેચોમાં શાનદાર પ્રદર્શન કરી જીત હાંસલ કરનાર ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવનનાના ડાબા હાથના અંગૂઠામાં સોજો આવતાં તેને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ધવનના ડાબા હાથના અંગૂઠામાં આવેલા સોજા બાદ આજે તેનું સ્કેન કરાયું. સ્કેન બાદ તેની ઇજાને ગંભીર ગણાવતા ડોકટર્સે ત્રણ સપ્તાહ માટે આરામની સલાહ આપી છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: ‘વાયુ’ વાવાઝોડું ગુજરાતના કયા વિસ્તારોમાંથી પસાર થશે, હવામાન વિભાગે આપી માહિતી

ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 12મી જૂને બુધવારે સાંજે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. પવનનો ચક્રવાત કાંઠાને સ્પર્શતાં જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાશે અને 80થી 100 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ફૂંકાતા, હાલની સ્થિતિએ, 13મી અને 14મી જૂને કચ્છ-સૌરાષ્ટ્રમાં 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે, સાથો સાથ, પવનની ઝડપથી ઝાડ-પાન સહિત છાપરાવાળા કાચા મકાનોને નુકસાન થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. તંત્રએ વાવાઝોડાને ‘વાયુ’ નામ આપ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: ખેડા નેશનલ હાઇવે પર ટ્રક સાથે ઇકો કાર ધડાકાભેર અથડાઇ, 2ના કમકમાટીભર્યા મોત

રાજ્યમાં અનેક અકસ્માતાનો કેસો સામે આવતા હોય છે, ત્યારે ખેડા જિલ્લામાંથી પસાર ખતા નેશનલ હાઇવે પર આજે સવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. ખેડાની ખોડિયાર ચોકડી પાસે ટ્રક અને ઇકો કાર ધડાકાભેર અથડાતા ઘટના સ્થળે જ 2 લોકોના મોત નિપજ્યા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-4: હવામાન વિભાગ કેવી રીતે નક્કી કરે છે વાવાઝોડાનું સિગ્નલ, જાણો 1થી 11 સિગ્નલના સંકેત

ગુજરાતના દરિયાકાંઠા અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘વાયુ’નું સંકટ તોળાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર- કચ્છના દરેક બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યું છે. ગુજરાતમાં જે વાવાઝોડું ત્રાટકવાનું છે, તેનું નામ વાયુ આપવામાં આવ્યું છે. જે વેરાવળ બંદરેથી 650 કિલોમીટર દૂર છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: કેવી રીતે નક્કી થાય છે વાવાઝોડાના નામ, જાણો ગુજરાતમાં ‘વાયુ’ ચક્રવાતનું નામ ક્યાંથી આવ્યું

ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 12મી જૂને બુધવારે સાંજે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. પવનનો ચક્રવાત કાંઠાને સ્પર્શતાં જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાશે અને 80થી 100 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ફૂંકાતા, હાલની સ્થિતિએ, 13મી અને 14મી જૂને કચ્છ-સૌરાષ્ટ્રમાં 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: યોગી પર વિવાદાસ્પદ કોમેન્ટ: સુપ્રીમ કોર્ટે કહ્યું પત્રકારને હાલને હાલ છોડી દો

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર વિવાદાસ્પદ ટિપ્પણી લખવા અને વીડિયો શેર કરવાના મામલમાં પત્રકાર પ્રશાંત કનોજિયાની ધરપકડ થતા સુપ્રીમ કોર્ટે છોડવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં આ કેસમાં સુનવણી કરતાં સુપ્રીમ કોર્ટે યુપી પોલીસને ખખડાવી. સુપ્રીમ કોર્ટે યુપી પોલીસની કાર્યવાહી પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે આખરે કંઇ કલમની અંતર્ગત ધરપકડ કરી છે. કોર્ટે કહ્યું કે કનૌજિયાને તાત્કાલિક છોડવામાં આવે, પરંતુ તેમના પર કેસ ચાલતો રહેશે.

વધુ વાંચવા કરો ક્લિક-7: ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકશે ગુજરાતના દરિયાકાંઠે પરંતુ પાકિસ્તાનને છૂટી જશે પરસેવો, કારણ કે…

‘વાયુ’ વાવાઝોડું ઝડપથી ગુજરાતની તરફ આગળ વધી રહ્યું છે. ભારતે નામ પાડેલ વાવાઝોડું ‘વાયુ’ 12 થી 13મી જૂનની વચ્ચે સૌરાષ્ટ્રના દરિયાકાંઠ ત્રાટકવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના મતે અત્યારે તેની કલાકની ઝડપ 80 થી 90 કિલોમીટર છે, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચતા-પહોંચતા 110 થી 135 કિલોમીટરની રફતાર પકડી લેશે. તો બીજીબાજુ પાકિસ્તાનના હવામાન વિભાગના વિજ્ઞાની અબ્દુર રાશિદે કહ્યું કે પાકિસ્તાની દરિયાકિનારા પર ખાસ અસર થશે નહીં.

વધુ વાંચવા કરો ક્લિક-8: દેશની જાણીતી બેંકમાં નોકરી કરવાની તક, 50 હજારથી વધુ મળશે પગાર

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ વિવિધ અધિકારીઓની પોસ્ટ માટે જાહેરાત બહાર પાડી છે. ઉલ્લેખનિય છે કે ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 500 ખાલી જગ્યા ભરવામાં આવશે. તેમજ બેંકે વિવિધ જગ્યાઓ વેકેન્સી ઉપલબ્ઘ કરાઇ છે. તેની પણ જાહેરાત કરી હતી. આ બધી પોસ્ટ્સ પર અરજી કરવા માટે ફક્ત એક જ દિવસ બાકી છે. અરજી પ્રક્રિયા માટેની છેલ્લી તારીખ 12 જૂન 2019 છે. બેંકની વેબસાઇટ મુજબ વેકેન્સી હેડ (પ્રોડક્ટ, ઈન્વેસ્ટમેન્ટ એન્ડ રિસર્ચ), સેન્ટ્રલ રિસર્ચ ટીમ, રિલેશનશિપ મેનેજર, વહીવટી અને અન્ય પોસ્ટ માટે છે. આ જગ્યા માટે રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર અરજી કરી શકે છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: જેમણે બોલિવૂડને સંપૂર્ણ જીવન અર્પણ કર્યું એમનાં અંતિમ સંસ્કારમાં એક પણ સ્ટાર ન ફરક્યો!

બોલિવૂડનાં મશહુર સ્ટાર, એક્ટર, ડાયરેક્ટર એવા ગિરીશ કર્નાડનું બેંગલુરુમાં નિધન થયું હતું. કર્નાડ સાહેબનાં પરિવાર દ્વારા બેંગલુરુમાં જ તેમનાં અંતિમ સંસ્કારની વિધી રાખવામાં આવી હતી. તેમનાં આ અંતિમ સંસ્કરારમાં બોલિવૂડનો કોઈ દિગ્ગજ સ્ટાર જોવા મળ્યો ન હતો.

વધુ વાંચવા કરો ક્લિક-10: વરસાદે ક્રિસ ગેઈલનાં ઈરાદાઓ પર ફેરવ્યું પાણી, અધૂરો રહી ગયો ખુબસૂરત છોકરીને કરેલો વાયદો

વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે સોમવારે રમાનાર વિશ્વ કપની મેચ વરસાદની ભેટ ચઢી ગઈ. જેમાં બંને ટીમોને એક અંક મળ્યો હતો. વરસાદને કારણે ફક્ત 7.3 ઓવરની જ મેચ થઈ શકી હતી. આ મેચ અગાઉ દક્ષિણ આફ્રિકા માટે મેચ કવર કરી રહેલી એલ્મા સ્મિટ અને ક્રિસ ગેઈલ વચ્ચે મેચને લઈ વાતચીત થઈ હતી. અને આ સમયે ક્રિસ ગેઈલે ખુબસૂરત એલ્માને એક વાયદો પણ કરી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન