હવામાન વિભાગે આગામી 72 કલાકમાં આ રાજ્યોમાં ભારે વરસાદ પડવાની કરી આગાહી - Sandesh
  • Home
  • Featured
  • હવામાન વિભાગે આગામી 72 કલાકમાં આ રાજ્યોમાં ભારે વરસાદ પડવાની કરી આગાહી

હવામાન વિભાગે આગામી 72 કલાકમાં આ રાજ્યોમાં ભારે વરસાદ પડવાની કરી આગાહી

 | 12:23 pm IST

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)એ હવામાન વિભાગના પૂર્વાનુમાનના આધાર પર એલર્ટ રજૂ કર્યું છે. હવામાન વિભાગે યુપી, બિહાર, અને ઝારખંડમાં સોમવારના રોજ આંધી-તોફાનની આશંકા વ્યક્ત કરી છે. આ સિવાય કોંકણ, ગોવા, બંગાળ, કર્ણાટક, કેરળ, ઓરિસ્સા સહિત દક્ષિણમાં ભારે વરસાદની આશંકા પણ વ્યક્ત કરાઇ છે. એનડીએમએ એ માછીમારોને આવતા 24 કલાક સુધી ઓરિસ્સા, પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારો અને બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં દૂર રહેવાનું કહેવાયું છે. આવતા 72 કલાક દેશના 16 રાજ્યો પર ભારે છે. અહીં ભારે વરસાદની ચેતવણી પણ અપાઇ છે. હવામાન વિભાગે આ રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રેડ એલર્ટનો મતલબ અહીં આંધી-તોફાનની સાથે વરાસદ તબાહી મચાવી શકે છે. મોસમ વિભાગે બીજા વિસ્તારો માટે પણ ઓરેન્જ ચેતવણી જાહેર કરી છે.

આપને જણાવી દઇએ કે બે દિવસ પહેલાં આંધી-તોફાનના લીધે એકલા ઉત્તર પ્રદેશમાં 26 લોકોના મોત થયા હતા. હવામાન વિભાગે એક વખત ફરીથી પૂર્વ યુપી, બિહાર, અને ઝારખંડમાં આંધી-તોફાનની આશંકા વ્યકત કરાઇ છે. એવામાં એનડીએમએ એ પણ તેને લઇ એલર્ટ રજૂ કર્યા છે.

અહીં ભારે વરસાદની આશંકા
હવામાન વિભાગના મતે દરિયાઇ પટ્ટીના વિસ્તાર કર્ણાટક, કોંકણ અને ગોવા સહિત અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, દક્ષિણ કર્ણાટક, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢમાં ભારે વરસાદની શંકા છે. હવામાન વિભાગના મતે ઉત્તર પૂર્વ બંગાળની ખાડી, બાંગ્લાદેશ, અને તેને અડીને આવેલા ત્રિપુરાની ઉપર એક ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું છે. તેના લીધે ભારે વરસાદની આશંકા છે.