11-september-2018-petrol-price-today-up-by-14-paisa
  • Home
  • Business
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે પણ વધારો, જાણો ગુજરાતના આજના ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે પણ વધારો, જાણો ગુજરાતના આજના ભાવ

 | 9:35 am IST

પેટ્રોલ-ડીઝલના ભાવ સામે ભારત બંધ અને સરકાર પર ચારેતરફથી દબાણ આવ્યા છતા આજે ફરી એકવાર પેટ્રોલ-ડિઝવલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 14 પૈસાનો વધારો થયો છે. પેટ્રોલનો ભાવ 80.87 થયો છે. ડીઝલની કિંમત 72.97 પ્રતિ લિટરે પહોંચી છે.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ 14 પૈસા વધતા 88.26 રૂપિયા પ્રતિ લિટર થયો છે, તો ડીઝલમાં 15 પૈસાનો ભાવ વધતા નવી કિંમત 77.47 રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યો છે.ચૈન્નઈમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં પેટ્રોલમાં 14 પૈસા તો ડીઝલમાં 15 પૈસાનો ભાવ વધ્યો છે. નવી કિંમત 84.05 રૂપિયા પ્રતિ લિટર તો ડીઝલની કિંમત 77.13 પ્રતિ લિટરે પહોંચી છે.

પેટ્રોલ-ડીઝલમાં ગુજરાતના ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એક દિવસ પહેલા જ કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને પગલે ભારત બંધની જાહેરાત કરી હતી. તેના બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતો વધી છે. ગુજરાતમાં મંગળવારે પાટણમાં પેટ્રોલની સૌથી વધારે કિંમત નોંધાઈ હતી. પાટણમાં આજનો પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 81.11 નોંધાયો છે.અમદાવાદઃ પેટ્રોલ રૂ.80.09, ડીઝલ રૂ.79.39, વડોદરાઃ પેટ્રોલ રૂ.79.80, ડીઝલ રૂ.78.09, સુરતઃ પેટ્રોલ રૂ.80.01, ડીઝલ રૂ.78.33, રાજકોટઃ પેટ્રોલ રૂ.79.88, ડીઝલ રૂ.78.19, બનાસકાંઠાઃ પેટ્રોલ રૂ.80.46, ડીઝલ રૂ.78.53, દાહોદઃ પેટ્રોલ રૂ.80.95, ડીઝલ રૂ.79.09, ભાવનગરઃ પેટ્રોલ રૂ.80.11, ડીઝલ રૂ.79.40, પાટણઃ પેટ્રોલ રૂ.81.11, ડીઝલ રૂ.79.40, અરવલ્લીઃ પેટ્રોલ રૂ.80.72, ડીઝલ રૂ.79.01, પંચમહાલઃ પેટ્રોલ રૂ.80.42, ડીઝલ રૂ.78.72, બોટાદ: પેટ્રોલ રૂ.80.54, ડીઝલ રૂ.78.80, તાપી: પેટ્રોલ રૂ.80.18, ડીઝલ 78.47, જૂનાગઢ: પેટ્રોલ રૂ.80.16, ડીઝલ રૂ.78.46, ગીર-સોમનાથ: પેટ્રોલ રૂ.80.86, ડીઝલ રૂ.79.13, જામનગર: પેટ્રોલ રૂ.79.59, ડીઝલ રૂ.77.86 થયું છે.

દેશમાં પેટ્રોલની કિંમત રૂ.90ના સ્તરે પહોંચે તેવી શક્યતા સેવાઇ રહી છે. ગ્લોબલ માર્કેટમાં સતત ઓઇલના ભાવો વધતા કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. મોંઘુ ઓઇલ ખરીદવાના કારણે કેન્દ્ર સરકારને વધારે ખર્ચ કરવો પડી રહ્યો છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત આસમાનને આંબી છે.