11-september-2018-sensex-500-point-and-nifty-150-point-down
  • Home
  • Business
  • શેર બજારમાં ભારે કડાડો, સેન્સેક્સમાં 500 પોઈન્ટ નિફ્ટીમાં 150 પોઈન્ટનો ઘટાડો

શેર બજારમાં ભારે કડાડો, સેન્સેક્સમાં 500 પોઈન્ટ નિફ્ટીમાં 150 પોઈન્ટનો ઘટાડો

 | 4:14 pm IST

રૂપિયામાં રેકોર્ડ બ્રેક ઘટાડો થતા વેપારમાં અમેરિકા અને ચીન વચ્ચે વધતી તકરારની આશંકાઓના કારણે વૈશ્વીક સ્તરે શેરમાર્કેટ સતત બીજા દિવસે ધડામ પડ્યુ છે. મંગળવારે બપોરે સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુ ગગડ્યો છે. સેન્સેક્સમાં 509.04 પોઈન્ટ ઘટતા 37,413.13 તો નિફ્ટીમાં 150 પોઈન્ટનો કડાકો થયો છે. નિફ્ટી 11,287.50 પર બંધ થઈ હતી. સેન્સેક્સ 500 પોઈન્ટ તો નિફ્ટીમાં ભારે કડાકો થયો છે. અમેરિકા ડૉલર સામે રૂપિયો સૌથી નીચા સ્તરે 72.69 પર પહોંચ્યો છે.

મુંબઈ શેર બજારના 30 શેરો વાળો સેન્સેક્સ સવારે 89.45 પોઇન્ટની તેજી સાથે 38,000 પાર તો નિફ્ટી 30 પોઇન્ટ પર 11,468 પહોંચ્યો હતો. જો કે થોડા સમયમાં જ ભારે નીચલી સપાટી પર આવ્યો હતો.

સતત ગગડી રહેલા રૂપિયાએ પણ વીપરીત અસર કરી છે. સવારે 15 પૈસા મજબૂતી સાથે ખુલેલો રૂપિયો બપોરબાદ 72.69ના રેકોર્ડ સ્તરે ગગડ્યો હતો. સોમવારે સેન્સેક્સમાં 467.65 પોઈન્ટનો કડાકો થતા 37,922.17 પર તો નિફ્ટી 151.00 પોઈન્ટના ઘટાડા સાથે 11,438.10 પર બંધ થઈ હતી.