11 year old man vandan of Awad defeated Canada's martial arts
  • Home
  • Ahmedabad
  • ‘ટેલેન્ટની ઉંમર ના હોય’, અ’વાદના 11 વર્ષનાં વંદને કેનેડાનાં માર્શલ આર્ટ્સને પછાડ્યો

‘ટેલેન્ટની ઉંમર ના હોય’, અ’વાદના 11 વર્ષનાં વંદને કેનેડાનાં માર્શલ આર્ટ્સને પછાડ્યો

 | 7:39 am IST

ટેલેન્ટની કોઈ ઉંમર નથી હોતી આ વાક્યને સિટીનાં 11 વર્ષનાં વંદન શુક્લાએ સાર્થક કર્યું છે. વંદન હાલ છઠ્ઠા ધોરણમાં સ્ટડી કરે છે અને તેને માર્શલ આર્ટ્સ ગેમ્સમાં ખૂબ રસ છે અને તેનાં માટે તે ઘણી મહેનત પણ કરે છે અને તેની આ મહેનતનું ફળ તેને ખૂબ નાની ઉંમરે મળી ગયું છે.

જીછ કેલિફોર્નિયામાં યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપ કોશિકી પનમ ઓપનમાં વુશુ ફેડરેશન ઈન્ડિયામાંથી અંડર 14 એજ કેટેગરી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. આ ચેમ્પિયનશિપમાં વિશ્વભરનાં 10 દેશોમાંથી કોમ્પિટિટર્સ હાજર રહ્યાં હતા જેમાં ગુજરાતમાંથી વંદન શુક્લ એકમાત્ર કોમ્પિટિટર હતો.

આ ઉપરાંત વંદને વર્લ્ડ સ્પોર્ટ્સ માર્શલ આર્ટ કાઉન્સિલ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની યલો બેલ્ટની એક્ઝામ પણ પાસ કરીને ર્સિટફિકેટ મેળવ્યું હતું અને તેની સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને વંદનને પ્રેસિડેન્શિયલ યૂથ ફિટનેસ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો.

આ કોમ્પિટિશન માટે ઓલ ઈન્ડિયામાંથી સિલેક્શન કરવામાં આવ્યું હતું જેમાંથી વિવિધ સ્ટેટમાંથી ૨૯ પ્લેયર્સ સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને તે 29 પ્લેયર્સમાંથી 5 પ્લેયર્સને સિલેક્ટ કરીને ફાઇનલ કરવામાં આવ્યા હતા જેમાંથી 4 પ્લેયર હરિયાણાથી હતા અને ગુજરાતથી વંદનને સિલેક્ટ કરવામાં આવ્યો હતો. આ કોમ્પિટિશન 4-5 ઓગસ્ટનાં રોજ યોજવામાં આવી હતી જેની ફાઇનલમાં વંદને કેનેડાનાં વુશુ કુંગ ફૂ પ્લેયરને હરાવીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.

મારી સફળતાનું શ્રેય મારા પેરેન્ટ્સ અને કોચને આપીશ

હું છેલ્લા દોઢ વર્ષથી વુશુ કુંગ ફૂની ટ્રેઇનિંગ લઈ રહ્યો છું પણ શરૂઆતમાં કોમ્પિટિશન લેવલની કોઈ ચેમ્પિયનશિપમાં પાર્ટિસિપેટ નહોતું કર્યું પણ હવે કોમ્પિટિશન્સમાં પાર્ટિસિપેટ કરી રહ્યો છું. અત્યાર સુધી હું જેટલી કોમ્પિટિશન્સ રમ્યો છું તેમાં એકથી ત્રણ ક્રમાંકમાં નંબર મેળવવામાં સફળ રહ્યો છું. મારી સફળતા પાછળ મારા પેરેન્ટ્સ અને મારા કોચનો ખૂબ મોટો ફાળો છે જેમણે મારી પાછળ ખૂબ મહેનત કરી છે.