NIFTY 9,915.25 +41.95  |  SENSEX 32,028.89 +124.49  |  USD 64.3150 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સૌની યોજનાથી દોઢ વર્ષમાં 115 ડેમ ભરાશે : રૃપાણી

સૌની યોજનાથી દોઢ વર્ષમાં 115 ડેમ ભરાશે : રૃપાણી

 | 11:02 pm IST

નવા 1.25 લાખ કૃષિ વીજ જોડાણ અપાશે, વેઈટિંગ લિસ્ટ વર્ષાંતે પૂર્ણ, ગોંડલમાં રાજકોટ-મોરબી જિલ્લાનાં સંયુક્ત કૃષિ મહોત્સવ ખૂલ્લો મૂકાયો, અયોધ્યામે રામ, યુવાઓકો કામ, કિસાનો કો સહી દામ, મહંગાઈપે લગામઃ સીએમ

આજે પણ જ્યાં અર્થતંત્રના એક મોટો આધાર કૃષિ વ્યવસાય છે એવા સૌરાષ્ટ્રમાં કૃષિકારોના પ્રશ્નોને પ્રાધાન્ય આપવાની કટિબધ્ધતા વ્યક્ત કરતાં મુખ્યમંત્રી વિજય રૃપાણીએ આજે ગોંડલમાં કહ્યું હતું કે પી.જી.વી.સી.એલ.માં મોટું વેઈટિંગ લિસ્ટ છે, પણ 2013 સુધીના અરજદારોને કૃષિ વીજ જોડાણ 2017 અંત સુધીમાં અપાઈ જશે ; એટલું જ નહીં, 1.25 લાખ વીજ જોડાણ આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. સૌની યોજનાથી 115 ડેમ ભરાશે અને દોઢ વર્ષમાં કામ પૂરૃ કરવામાં આવશે.

ગોંડલ માર્કેટયાર્ડ ખાતે રાજકોટ-મોરબી જિલ્લાના સંયુક્ત કૃષિ મહોત્સવનો આરંભ કરાવતા મુખ્યમંત્રીએ ખેડૂતોની સમૃદ્ધિ થકી જ રાજ્યની સમૃદ્ધિ સાધી શકાશે એવો આશાવાદ વ્યક્ત કરતાં પાણીના દુકાળને ભૂતકાળ બનાવવા માટેની સરકારની કાર્યશૈલીની વિસ્તાર પૂર્વક રજૂઆત કરી હતી. અયોધ્યામે રામ, યુવાઓકો કામ, કિસાનો કો સહી દામ, મહંગાઈપે લગામ એવી કાવ્યસભર વાત કરતાં મુખ્યમંત્રી લાગણીસભર થઈ ગયાં હતા