૧૧,૬૫૦ તથા ૧૧,૬૮૦-૧૧,૭૦૬ મહત્ત્વની પ્રતિકાર સપાટી - Sandesh

૧૧,૬૫૦ તથા ૧૧,૬૮૦-૧૧,૭૦૬ મહત્ત્વની પ્રતિકાર સપાટી

 | 3:23 am IST

ચાર્ટ કોરિડોરઃ  ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઇ. ઇન્ડેક્સ (૩૮,૩૯૦) : મિત્રો, બી.એસ.ઇ ઇન્ડેક્સ ગત્ સંપૂર્ણ સપ્તાહમાં તેના આગલા સાપ્તાહિક બંધ ૩૮,૬૪૫ સામે ગેપમાં ઉપર તરફ ૩૮,૯૧૬ના મથાળે ખૂલી સામાન્યતઃ ૩૮,૯૩૪ની ઊંચી સપાટી સ્પર્શ્યા બાદ નફારૂપી વેચવાલી નીકળતાં નીચામાં ૩૭,૭૭૪ની નીચી સપાટી સ્પર્શી અંતે લેવાલી નીકળતાં ૩૮,૩૯૦ના મથાળે બંધ રહેલ છે, જે તેના આગલા સાપ્તાહિક બંધ ૩૮,૬૪૫ની સરખામણીમાં ૨૫૫ પોઇન્ટનો ઘટાડો દર્શાવે છે. સપ્તાહ દરમિયાન તદ્દન સ્ટોક  સ્પેસિફિક વધઘટ રહી હતી અને અફરાતફરીનું પ્રમાણ અત્યંત ઊંચું રહ્યું હતું. એકંદરે આંતરપ્રવાહો સાવચેતીભર્યાં જણાય છે. હવે ચાર્ટની દૃષ્ટિએ ઇન્ડેક્સની ઓવરઓલ ચાલ વિચારીએ તો… ૩૦,૦૦૦નો સ્ટોપલોસ હવે ઓવરઓલ લેણમાં રાખવો. ઉપરમાં વધઘટે ૪૩,૮૦૦નો સુધારો જોવાશે. હવે આગામી સપ્તાહ અંગે ઇન્ડેક્સની ચાલ વિચારીએ તો… ૩૮,૨૪૧ તથા ૩૮,૦૯૮-૩૮,૦૬૭ના ટેકાને અનુલક્ષી વેપાર કરવો. લેણમાં ૩૭,૯૧૨નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૩૮,૫૬૯ તથા ૩૮,૬૦૬-૩૮,૬૫૯ની પ્રતિકાર સપાટી ઉછાળે ધ્યાનમાં રાખવી. ૩૮,૬૫૯ ઉપર બંધ આવતાં ફ્રેશ લેવાલી થકી ૩૮,૮૬૮ તથા તે બાદ ૩૯,૨૦૬નો સુધારો જોવાશે. નીચામાં ૩૭,૯૧૨ નીચે બંધ આવતાં ૩૭,૫૦૦નો ભારે ઘટાડો જોવાશે. નિફ્ટી સપ્ટેમ્બર ફ્યૂચર (૧૧,૬૩૩) : ૧૧,૬૦૩ તથા ૧૧,૫૭૪ નજીકના તથા ૧૧,૫૪૨ના મહત્ત્વના ટેકાને અનુલક્ષી વેપાર કરવો. લેણમાં ૧૧,૪૭૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧૧,૬૫૦ નજીકની તથા ૧૧,૬૮૦-૧૧,૭૦૬ની પ્રતિકાર સપાટી ઉછાળે ધ્યાનમાં રાખવી. ૧૧,૭૦૬ ઉપર બંધ આવ્યા બાદ જ ફ્રેશ લેવાલી થકી ૧૧,૭૬૯ તથા ૧૧,૮૭૨નો સુધારો જોવાશે. નીચામાં૧૧,૪૭૦ તૂટતાં ૧૧,૩૬૮ તથા ૧૧,૩૨૫નો ઘટાડો જોવાશે. બેન્ક નિફ્ટી સપ્ટેમ્બર ફ્યૂચર (૨૭,૫૯૩) : ૨૭,૫૬૫ તથા ૨૭,૪૮૭ નજીકના તથા ૨૭,૩૮૫ મહત્ત્વના ટેકા છે. લેણમાં ૨૭,૩૬૮નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨૭,૬૭૦ નજીકની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. જે પાર થતાં ૨૭,૭૫૫ તથા ૨૭,૮૦૯ના આરંભિક ઉછાળા જોવાશે. સાનુકૂળ સંજોગોમાં ૨૭,૮૦૯ પાર થતાં ૨૭,૮૯૪-૨૭,૯૬૦ના વધુ ઉછાળા જોવાશે. ઉછાળે વેચવાલી જોવાશે. વેચાણમાં ૨૮,૦૪૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨૭,૩૩૮ તૂટતાં ૨૭,૨૩૮ની નીચી સપાટી આવશે. ૨૭,૨૬૮ નીચે બંધ આવતાં ૨૭,૧૩૩ તથા ૨૭,૦૦૦નું પેનિક જોવાશે. તાતા મોટર્સ (૨૭૭/૫૦) : ૨૭૪/૫૦-૨૭૩ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૨૬૯નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨૮૫, ૨૯૩ તથા ૩૦૫નો ઝડપી સુધારો જોવાશે. ડો. રેડ્ડી (૨,૬૩૩) : ૨,૬૧૭ તથા ૨,૫૯૫ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં૨,૫૫૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨,૬૭૬, ૨,૭૧૨ તથા તે બાદ ૨,૭૭૦નો ઝડપી સુધારો જોવાશે. તાતા સ્ટીલ (૬૧૯) : ૬૧૯-૬૦૭ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૫૯૮નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૬૨૯, ૬૪૧ તથા ૬૫૧નો ઝડપી સુધારો જોવાશે. ભારત ફોર્જ (૬૮૭) : ૬૮૨ તથા ૬૭૮ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૬૬૪નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૭૦૯ તથા ૭૨૫-૭૨૯નો ઝડપી સુધારો જોવાશે. માઇન્ડ ટ્રી (૧,૧૬૧) : ૧,૧૪૭ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧,૧૩૩નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧,૧૭૯, ૧,૨૦૩ તથા ૧,૨૪૩નો સુધારો જોવાશે. તાતા એલેક્સી (૧,૩૬૫) : ૧,૩૭૭ તથા ૧,૩૯૦ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧,૪૨૫નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૩૦૬ તથા ૧,૨૬૨નો ઘટાડો જોવાશે. ડિવિઝ લેબ (૧,૩૧૫) : ૧,૩૦૦ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧,૨૮૨નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧,૩૬૪, ૧,૩૮૩ તથા ૧,૪૩૫નો સુધારો જોવાશે. વોકહાર્ટ (૬૬૯) : ૬૬૦ તથા ૬૫૫ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૬૪૪નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૬૮૦ પાર થતાં ૬૯૪ તથા ૭૧૨નો સુધારો જોવાશે.

કેડિલા હેલ્થકેર (૪૨૬) : ૪૨૧ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૪૧૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૪૩૯ તથા ૪૫૭નો સુધારો જોવાશે.