1179 People Dead In Brazil In Just One Day Due To Corona Virus
  • Home
  • Corona live
  • કોરોનાનાં લીધે આ દેશમાં મૃતદેહો દફનાવા જગ્યા ઓછી પડી – લાશો રસ્તે મુકવા લોકો મજબૂર

કોરોનાનાં લીધે આ દેશમાં મૃતદેહો દફનાવા જગ્યા ઓછી પડી – લાશો રસ્તે મુકવા લોકો મજબૂર

 | 6:58 pm IST

કોરોના વાયરસે અત્યારે આખી દુનિયામાં કહેર મચાવ્યો છે, પરંતુ બ્રાઝિલ હવે આનું નવું કેન્દ્ર બનતુ જઇ રહ્યું છે. દક્ષિણ અમેરિકી આ દેશ કોરોના કેસનાં મામલે રશિયાને પાછળ છોડતા આખી દુનિયામાં બીજા નંબર પર પહોંચી ગયો છે. છેલ્લા 48 કલાકમાં ત્યાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ખતરનાક વધારો થયો છે. તમે આની ગંભીરતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે બ્રાઝિલમાં ફક્ત 24 કલાકમાં જ આ મહામારીનાં કારણે 1179 લોકોનાં મોત થયા છે.

12 મેનાં એક જ દિનસમાં 881 લોકોનાં થયા હતા મોત

બ્રાઝિલમાં સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે ત્યાંનાં સૌથી મોટા કબ્રસ્તાનમાં પણ આ મૃતદેહોને દફનાવવા માટે જગ્યા ઓછી પડી રહી છે. કેટલાક લોકો પોતાના સંબંધીઓનાં મૃતદેહો રસ્તાઓ અને કબ્રસ્તાન બહાર છોડીને જઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ત્યાં 12 મેનાં ફક્ત એક દિવસમાં 881 લોકોનાં જીવ ગયા હતા.

બ્રાઝિલમાં અત્યાર સુધી 20541 લોકોનાં મોત થયા

બ્રાઝીલમાં અત્યાર સુધી 319069 કોરોના સંક્રમિત કેસની પુષ્ટિ થઈ ચુકી છે, જ્યારે આ મહામારીનાં કારણે 20541 લોકોનાં મોત થયા છે. ત્યાં એટલા ઝડપી કોરોનાથી મોત થઈ રહ્યા છે કે હવે કબ્રસ્તાનમાં મૃતદેહો દફનાવવા માટે જગ્યા ઓછી પડી રહી છે. અધિકારીઓ પ્રમાણે બ્રાઝિલમાં હજુ વધારે સ્થિતિ ખરાબ થઈ શકે છે. બ્રાઝિલનાં સાઓ પાઉલોમાં લેટિન અમેરિકી દેશોનું સૌથી મોટું કબ્રસ્તાન છે, જેનું નામ વિલા ફોર્મોસા છે.

એક મૃતદેહ દફનાવે ત્યાં 15 નવા આવે છે

આ કબ્રસ્તાનમાં મૃતદેહો દફનાવનારા કર્મચારી 8 કલાકની જગ્યાએ હવે 12 કલાક ડ્યૂટી કરી રહ્યા છે, તેમ છતા તમામ મૃતદેહોને દફન કરવાનું કામ પૂર્ણ થઈ રહ્યું નથી. કર્મચારીઓ પ્રમાણે જ્યાં સુધી તેઓ એક મૃતદેહને દફનાવે છે ત્યાં સુધી 15 નવા મૃતદેહો આવી જાય છે. હવે ત્યાં રાતમાં પણ મૃતદેહો દફનાવાનું કામ ચાલું છે. કેટલાક લોકો સંબંધીઓની લાશોને દફનાવવા માટે રાહ જુએ છે તો કેટલાક લોકો મૃતદેહોને રસ્તા અને કબ્રસ્તાનની બહાર છોડીને પણ જતા રહે છે.

આ વિડીયો પણ જુઓ: અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્ષ બાબતે AMCનો મહત્વનો નિર્ણય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન