119-out-of-122-ips-officers-fail-in-exam
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પોલીસ એકેડમીની ટ્રેનિંગમાં માત્ર 3 IPS અધિકારી પાસ, 119 ફેલ

પોલીસ એકેડમીની ટ્રેનિંગમાં માત્ર 3 IPS અધિકારી પાસ, 119 ફેલ

 | 12:40 pm IST

હૈદરાબાદમાં ઈન્ડિયન પોલીસ સર્વિસ (ભારતીય પોલીસ સેવા)માં પસંદગી થયા બાદ એકેડમી પરીક્ષા આપવા પહોંચેલા 122 ટ્રેની ઓફિસરો (પ્રશિક્ષુ ઓફિસર)માંથી 119 જરૂરી પરીક્ષામાં ફેલ થઈ ગયા છે. અહીં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમીથી ગ્રેજ્યુએશન દરમિયાન આ ભાવી ઓફિસરો માટે આ પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે. તેમણે પાસ થવા માટે ત્રણ અવસરો બીજા આપવામાં આવ્યા હતા, પરંતુ તેમના પરિણામથી દરેક લોકો હેરાન છે.

ફેલ થયા બાદ તમામ ટ્રેની ઓફિસરોને ગ્રેજ્યુએટ જાહેર કરી દેવામાં આવ્યા છે અને અલગ અલગ કેડરોમાં પ્રોબેશનલ બનાવી દેવામાં આવ્યા છે, પરંતુ ત્રણ પ્રયાસો મળવા છતાં દરેક વિષયમાં પાસ ન થવાની સ્થિતિમાં તેમને સેવામાંથી બહાર કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે, અગાઉ વર્ષ 2016માં માત્ર બે આઈપીએસ ઓફિસર એકેડમીમાંથી પાસ થઈ શક્યા નહોતા. આ વર્ષે ફોરન પોલીસ ફોર્સને મળીને કુલ 136 આઈપીએસમાંથી 133 એક અથવા તો એકથી વધારે વિષયોમાં ફેલ થયા છે. તેમાં ઈન્ડિયન પીનલ કોડ (ભારતીય દંડ સંહિતા) અને ક્રિમિનલ પ્રોસિજર કોડ (દંડ પ્રક્રિયા સંહિતા) વિષયનો સમાવેશ થાય છે.

આશ્ચર્યની વાત એવી છે કે, ફેલ થનાર ઓફિસરોમાંથી તે ઓફિસરો પણ સામેલ છે, જેમણે ઓક્ટોબરમાં થયેલા પાર્સિંગ, આઉટ પરેડમાં મેડલ અને ટ્રોફી મળ્યા હતા. બીજી બીજુ, ફોરન પોલીસ ફોર્સના તમામ ઓફિસરો ફેલ થઈ ગયા છે. એક પ્રૉબેશનરે જણાવ્યું કે, ઓફિસર એક વાર ફરી પરીક્ષા આપી શકશે. તેમણે જણાવ્યું કે, એકેડમીના ઈતિહાસમાં આવું ક્યારેય થયું નથી. લોકો પરીક્ષામાં ફેલ થાય છે, પરંતુ આ રીતે લગભગ તમામ ફેલ થવા મોટી વાત છે.

પ્રૉબેશનરે જણાવ્યું કે, ટ્રેનિંગમાં મળેલા માર્ક્સ સીનિયોરિટીમાં જોડાય છે. ફેલ થવાના કારણે સીનિયૉરિટી ઓછી થઈ જાય છે. એકેડમીના એક અધિકારીએ જણાવ્યું કે, ઓફિસરો ફેલ થયા બાદ પણ તેમણે ગેજ્યુએટ થવા અને ફિલ્ડ પર પોસ્ટિંગ મળવાતી કોઈ રોકી શકે તેમ નથી.