Board papers for teachers to understand then made a mistake than Czech
  • Home
  • Featured
  • બોર્ડના પેપરો ચેક કરતા ભૂલ કરી તો શિક્ષકો મર્યા સમજો, સરકાર સખ્ત

બોર્ડના પેપરો ચેક કરતા ભૂલ કરી તો શિક્ષકો મર્યા સમજો, સરકાર સખ્ત

 | 8:48 am IST

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો.10 અને ધો.12ની ઉત્તરવહી ચકાસણીમાં ભુલ કરનાર શિક્ષકો પાસેથી બોર્ડે નવ લાખ રૂપિયા જેટલો દંડ ફટકાર્યો છે.. કેટલાક શિક્ષકો ઉત્તરવહી તપાસવામા લાપરવાહી દાખવતા હોવાને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા હોવાનુ બોર્ડના ધ્યાનમાં આવ્યુ હતુ જેને કારણે બોર્ડ દ્વારા લાપરવાહી દાખવનાર અને ગણતરીમાં ભુલો કરનાર શિક્ષકો સામે દંડ નીય કાર્યવાહી કરવામાં આવી છે.

વર્ષ 2018માં લેવાયેલ બોર્ડની પરિક્ષામા એક હજારથી વધુ શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે.. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 584 શિક્ષકોને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને તેમની પાસેથી 4.5 લાખ રૂપિયા દંડ વસુલાયો છે જ્યારે સામાન્ય પ્રવાહમા 666 શિક્ષકો પાસેથી પાંચ લાખ રૂપિયા દંડ વસુલવામાં આવ્યો છે એટલે કે નવ લાખથી વધુનો દંડ વસુલવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય પ્રવાહના શિક્ષક પાસેથી એક ભુલ દીઠ 50 જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં એક ભુલના 100 રૂપિયા દંડ વસુલાય છે.