Desi And Foreign Aairlines Drop Fares To Attract Indian Flyers
  • Home
  • Business
  • તમે દેશની બહાર ફરવાનું વિચારી રહ્યા છો, અહીં ચાલી રહ્યા છે દેશી-વિદેશી એરલાઇન્સના મોટા સેલ

તમે દેશની બહાર ફરવાનું વિચારી રહ્યા છો, અહીં ચાલી રહ્યા છે દેશી-વિદેશી એરલાઇન્સના મોટા સેલ

 | 2:23 pm IST

શું તમે બહાર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે એક મોટી ખુશખબરી સામે આવી છે. ભારતીય ગ્રાહકોને આકર્ષવાની હોડમાં દેશી એરલાઇન્સની સાથે સાથે વિદેશી એરલાઇન્સ કંપનીઓએ પણ ટિકીટ સસ્તી કરી દીધી છે. દેશમાં કોઇ જગ્યાએ ફરવા માટે દેશી કંપનીઓએ પોતાની ટિકીટ 899 રૂપિયા છે, જ્યારે વિદેશી યાત્રા માટે 3,399 રૂપિયાથી શરૂ થઇ રહી છે. તેમનો હેતુ યાત્રાની દ્દષ્ટિથી સુસ્ત મૌસમમાં પણ સીટ ભરવાની સાથે સાથે એડવાન્સ સેલ્સ મારફતે રૂપિયા ભેગા કરવાનો પણ છે.

કતર એરવેઝ
મસલન, કતર એરવેઝ ઇકૉનોમી અને બિઝનેસ ક્લાની ટિકીટો પર 35ટકાથી 25ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ઓફરનો ફાયદો 16 જાન્યુઆરી સુધીની બુકિંગ અને 31 ડિસેમ્બર, 2019 સુધીની યાત્રા માટે કંપનીની તમામ ફ્લાઇટ્સ પર ઉઠાવી શકો છો. કતર એરવેઝના ચીફ કર્મોશિલ ઓફિસર એહાબ અમીનના મતે, કંપનીની ફ્લાઇટ્સ દુનિયાભરના 160 દેશોમાં ઉડાન ભરે છે.

બ્રિટિશ એરવેઝ
આવી રીતે, બ્રિટિશ એરવેઝે પણ જાન્યુઆરી સેલ શરૂ કરી દીધો છે. તે પ્રમાણે 100 ગંતવ્યોની ફ્લાઇટ્સની ઇકોનોમી, પ્રીમિયમ ઇકોનોમી અને બિઝનેસ કેબિન્સની ટિકીટો પર ડિસ્કાઉન્ટ ઓફર્સ આપવામાં આવી રહી છે. લંડનની રિટર્ન ટિકીટ માત્ર 43,779 રૂપિયામાં મળી શકે છે અને સેલ 31 જાન્યુઆરી સુધી ચાલું રહેશે. જ્યાં સુધી ટ્રેવલ પીરિયડની વાત છે તો આ ડેસ્ટિનેશન અને કેબિનના આધાર પર અલગ અલગ છે.

એતિહાદ એરવેઝ
અબૂધાબીની એતિહાજ એરવેજના ગ્લોબલ સેલ પણ ચાલી રહ્યો છે. તેમાં ભારતથી અબૂધાબી, અમેરિકા, યૂરોપ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાની યાત્રા પર જવાની ટિકીટો પર ભારે છૂટ આપવામાં આવી રહી છે. એતિહાદના એક નિવેદનમાં જણાવ્યું કે, 29 જાન્યુઆરીથી 29 માર્ચ 2019ના ટ્રાવેલ પીરિયડ માટે ઇકૉનોમી ક્લાસની ટિકીટો પર 35ટકા જ્યારે બિઝનેસ ક્લાસની ટિકીટો પર 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ્સ આપવામાં આવી રહ્યું છે, જ્યારે 30 માર્ચ 2019 પછીથી 2 મે સુધી ટ્રિપની સમાપ્તિવાળા ઇકોનોમી ટિકીટો પર 10 ટકા જ્યારે બિઝનેસ ક્લાસની ટિકીટો પર 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. એતિહાદ એરવેઝ અત્યારે ભારતથી 154 સાપ્તાહિક ઉડાનોને સંચાલિત કરે છે અને આ ટિકીટ અમદાવાદ, બેંગ્લુરું, ચેન્નાઈ, કોચીન, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, કોઝિકોડ, મુંબઇ અને તિરૂઅનંતપુરની કંપનીના તમામ 10 ગેટવે સિટીઝથી સંચાલિત થાય છે.

ઈન્ડિંગો, ગો એર અને જેટ એરવેઝ
જ્યારે, ઇન્ડિગો પણ પોતાના તમામ નેટવર્કો પર 31 જાન્યુઆરી સુધી ટિકીટોની શરૂઆત 899 રૂપિયાથી કરી રહી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય યાત્રાની ટિકીટ 3,399 રૂપિયાથી શરૂ થઇ રહી છે. સેલની ટિકીટ 24 જાન્યુઆરીથી 15 એપ્રિલ 2019ની વચ્ચેની યાત્રા માટે ખરીદી શકાય છે. ગોએરનો પણ શુક્રવાર સુધીનો સેલ ચાલી રહ્યો છે. તેમાં 25 જાન્યુઆરીથી 29 સપ્ટેમ્બર 2019ની વચ્ચેની યાત્રા માટે ટિકીટ 999 રૂપિયાના શરૂઆતી ભાડા પર ઉપલબ્ધ છે જ્યારે આર્થિક રીતે સંકટનો સામનો કરી રહેલી દેશી એરલાઇન્સનો પણ સેલ ચાલી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન