Krishna Salby Hospital busted, How did the patient get money?
  • Home
  • Ahmedabad
  • ઓપરેશન ઓ ‘મા’: ક્રિષ્ણા સેલ્બી હોસ્પિટલનો પર્દાફાશ, દર્દી પાસે કેવી રીતે પડાવ્યા પૈસા

ઓપરેશન ઓ ‘મા’: ક્રિષ્ણા સેલ્બી હોસ્પિટલનો પર્દાફાશ, દર્દી પાસે કેવી રીતે પડાવ્યા પૈસા

 | 10:41 am IST

અમદાવાદ શહેરના ઘૂમા વિસ્તારમાં આવેલી ક્રિષ્ણા સેલ્બી હોસ્પિટલની એક પછી એક લાલિયાવાડી અને ખુલ્લી લૂંટનો પર્દાફાશ થઈ રહ્યો છે. ફરી એકવાર સંદેશના ઓ ‘મા’ અભિયાનમાં સાણંદના નવાપુરા ગામના નાગરિકે ક્રિષ્ણા હોસ્પિટલના આડોડાઈ અને સોલા સિવિલ હોસ્પિટલની બેદરકારીની પોલ ખોલી છે.

૭૪ વર્ષીય વૃદ્ધાનું હિપનું ઓપરેશન કરવામાં સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે બેદરકારી દાખવતા એક મહિના પછી ફરી ઓપરેશન કરાવવાનો વારો આવ્યો હતો. જેથી ફરી ઓપરેશન કરાવવા માટે ઘૂમાની ક્રિષ્ણા સેલ્બી હોસ્પિટલે ત્રણ લાખનું પેકેજ આપ્યંુ હતું જેમાં જણાવ્યું હતું કે, મા કાર્ડ હેઠળ સરકાર અમને માત્ર ૪૦ હજાર જ આપે છે જેથી બાકીને ૨.૬૦ લાખ તમારે ભરવા પડશે.

અમદાવાદના સાણંદ તાલુકાના નવા ગામના રહેવાસી મહેન્દ્રભાઈ પ્રજાપતિએ સંદેશ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ૭૪ વર્ષીય મારા પીતાને હિપનો પ્રોબ્લમ હોવાથી અમે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. જોકે આ હોસ્પિટલમાં મા કાર્ડ હેઠળ સારવાર કરી આપવામાં વિલંબ થશે તેવું કહેતા અમે રૂ. ૮,૭૦૦ કેશ ભરીને ઓપરેશન કરાવ્યું હતું. જોકે ત્યાર બાદ એક મહિના પછી ફરીથી પ્રોબ્લમ શરૂ થઈ ગયો હતો. જેથી ફરીવાર અમે સોલામાં બતાવવા માટે ગયા તો ત્યાં અમને કહ્યું કે, આતો તમારે ફરી હિપ રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવવું પડશે. જોકે એકવાર સોલામાં ઓપરેશન કરાવ્યા પછી પ્રોબ્લમ થયો હોવાથી અમે અન્ય હોસ્પિટલમાં જવાનો નિર્ણય લીધો હતો. જેથી અમે ઘૂમા ખાતે આવેલી ક્રિષ્ણા સેલ્બી હોસ્પિટલમાં તમામ કેશ પેપર લઈ જઈ તપાસ કરી હતી. જોકે ત્યાં અમને ડોક્ટર્સ દ્વારા જણાવાયું હતું કે, આ ઓપરેશન રિવિઝન છે માટે તેના ખર્ચનું પેકેજ ત્રણ લાખનું છે. જેથી તમારે પૈસા ભરવા પડશે. જેની સ્પષ્ટતા કરતા ડોક્ટર્સે અમને જણાવ્યું હતું કે, આ ઓપરેશન કરવા માટે મા કાર્ડ હેઠળ સરકાર અમને માત્ર રૂ.૪૦,૦૦૦ જ આપે છે જેથી તમારે વધારાના રૂ.૨,૬૦,૦૦૦ ભરવા પડશે.

આટલા નાણાં ભરશો તો જ તમારું ઓપરેશન થશે. જોકે ક્રિષ્ણા સેલ્બીમાં આટલો મોટો ચાર્જ સાંભળ્યા બાદ અમે અન્ય હોસ્પિટલોમાં તપાસ કરી હતી અને આખરે તેલાવની એક ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશન અમે રૂ.૧,૨૦,૦૦૦માં કરાવ્યું હતું. આમ અમને મા કાર્ડનો કોઈપણ પ્રકારનો લાભ તો મળ્યો નહોતો પરંતુ કેશ પૈસાથી ઓપરેશન કરાવવામાં પણ લાખો રૂપિયાનો ભેદ ક્રિષ્ણા સેલ્બી અને અન્ય હોસ્પિટલમાં જોવા મળ્યો હતો.

કેશ હોય તો તાત્કાલિક ઓપરેશન, મા કાર્ડ હોય તો રાહ જોવી પડે : સોલા સિવિલની નફ્ફટાઈ

મહેન્દ્રભાઈ જણાવ્યું હતું કે, અમે પ્રથમ હિપના પ્રોબ્લમ માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પહાંેચ્યા હતા જ્યા અમે મા કાર્ડ હેઠળ સારવાર લેવાનું કહ્યંુ હતું તો, ત્યાં હાજર ડોક્ટર્સ દ્વારા અમને એમ જણાવ્યું હતું કે, તમારે મા કાર્ડ હેઠળ ઓપરેશન કરાવવું હોય તો તેના માટે સમય લાગશે અને કેશ પૈસાથી કરાવવું હોય તો તાત્કાલિક થઈ જશે. જેથી અમે કોઈપણ પ્રકારનુ રિસ્ક લેવા તૈયાર નહોતા માટે અમે કેશ રૂ.૭,૮૦૦ ભરીને ઓપરેશન કરાવ્યું હતું. જોકે ભરેલા પૈસાની અમે રસીદ માગી તો અમને એવો જવાબ આપવામાં આવ્યો હતો કે, આ પૈસા તો બહારથી સળિયા લાવવાના હોય છે તેના માટે લેવાતા હોય છે જેની કોઈ રસીદ ના હોય આમ કહી અમને રસીદ પણ આપી નહોતી.