11Th February 2019 rashifal video
  • Home
  • Featured
  • બુધ શતતારા નક્ષત્રમાં પ્રવેશ, ચંદ્ર-મંગળની યુતિ, જાણો કઇ રાશિને થશે ફાયદો

બુધ શતતારા નક્ષત્રમાં પ્રવેશ, ચંદ્ર-મંગળની યુતિ, જાણો કઇ રાશિને થશે ફાયદો

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૫, મહા સુદ છઠ્ઠ, સોમવાર, તા. ૧૧-૨-૨૦૧૯. વીર (જૈન) સંવત : ૨૫૪૫. શાલિવાહન શક : ૧૯૪૦. યુગાબ્દ (કલિ) : ૫૧૨૦.ભારતીય દિનાંક : ૨૨-માઘ. પારસી માસ : શહેરેવર. રોજ : ૨૯-મારેસ્પંદ. મુસ્લિમ માસ : જમાદિ ઉલ આખર. રોજ : ૫. દૈનિક તિથિ : સુદ છઠ્ઠ ક. ૧૫-૨૧ સુધી. ચંદ્ર નક્ષત્ર : અશ્વિની ક. ૨૧-૧૨ સુધી પછી ભરણી. ચંદ્ર રાશિ : મેષ (આખો દિવસ). જન્મ નામાક્ષર : મેષ (અ.લ.ઇ.). કરણ : તૈતિલ/ગર/ વણિજ. યોગ : શુભ ક. ૧૨-૦૬ સુધી પછી શુક્લ.

વિશેષ પર્વ : રવિયોગ ક. ૨૧-૧૨ સુધી. શીતળા ષષ્ઠી (બંગાલ). * બુધ શતતારા નક્ષત્રમાં પ્રવેશ. * ચંદ્ર-મંગળની યુતિ. * કૃષિ જ્યોતિષ : જમીન સંરક્ષણ, હળખેડ, વાવણી-રોપણી માટે શુભ. પશુપાલનના વિકાસ અંગે આયોજન તથા પશુઓની લેવડદેવડ માટે શુભ દિવસ. ગંજબજારનો અભ્યાસ કરી માલ ખરીદી તથા અન્ય આર્થિક આયોજનની સલાહ છે. જળાશયની મરામત-માવજત માટે પ્રયત્નો કરવા જોઇએ. ખેડૂતોમાં કહેવત છે કે ‘મહા મેલો અને ચૈત્ર ચોખ્ખો હોવો જોઇએ.’ તે અનુસાર મહા માસમાં આછા વાદળા-વાદળિયો તડકો પડે તે ઇચ્છનીય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન