11th-january-2019-top-headlines-till-06-pm/
  • Home
  • Featured
  • News @06 PM: રાહુલ ગાંધી ગુજરાતમાં, સ્ટેચ્યુ ઓફ યુનિટીની યોજનામાં મગરો બન્યા મુશ્કેલી

News @06 PM: રાહુલ ગાંધી ગુજરાતમાં, સ્ટેચ્યુ ઓફ યુનિટીની યોજનામાં મગરો બન્યા મુશ્કેલી

 | 5:54 pm IST

લોકસભાની ચૂંટણીને લઇને કૉંગ્રેસ એક્શનમાં. CBI ચીફ પદ પરથી હટાવ્યા’તા આલોક વર્માને. દુષ્કર્મ કેસની સજા કાપી રહેલા ગુરમીત રામ રહિમ પત્રકાર હત્યાકાંડમાં પણ દોષિત. ફોઇ-ભત્રીજાની પત્રકાર પરિષદ પહેલાં જ આ નેતાએ પાડી દીધો ખેલ. સ્ટેચ્યુ ઑફ યુનિટી: પ્રવાસીઓને આકર્ષવા શરૂ કરાશે આ સેવા, પણ મગરો બન્યા મુશ્કેલી! ‘ઉરી’ અને ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’માંથી કઈ ફિલ્મ છે જોવા જેવી? ફિલ્મ ‘પેટ્ટા’ જોવા ગયેલા કપલે થિયેટરની બહાર કર્યા લગ્ન. રિટાયરમેન્ટને લઇને સવાલ પૂછતા, કંઇક આવો જવાબ આપ્યો કપ્તાન કોહલીએ. આ છે દુનિયાના સૌથી મોંઘા ફોન કિંમત જાણીને તમે રહી જશો દંગ સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: લોકસભાની ચૂંટણીને લઇને કૉંગ્રેસ એક્શનમાં, ફેબ્રુઆરીમાં રાહુલ ગાંધી આવી શકે છે ગુજરાત

લોકસભાની ચૂંટણીને લઇને કૉંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખાસ કરીને ગુજરાતમાં આ વખતે કૉંગ્રેસ કોઇ જ કસર બાકી રાખવા માંગતી નથી, ત્યારે કૉંગ્રેસ આ વખતની લોકસભા ચૂંટણી માટે 2 તબક્કામાં ઉમેદવારનાં નામ જાહેર કરશે.

વધુ વાંચવા કરો ક્લિક-2: CBI ચીફ પદ પરથી હટાવ્યા’તા આલોક વર્માને, ફાયરબ્રિગેડના DG ના બન્યા

હાર્ડ પાવર્ડ સિલેકશન કમિટી દ્વારા સીબીઆઈ ડાયરેકટર પદ પરથી હટાવીને બદલી કર્યાના એક જ દિવસ બાદ આલોક વર્માએ સરકારને રાજીનામું આપી દીધું છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: દુષ્કર્મ કેસની સજા કાપી રહેલા ગુરમીત રામ રહિમ પત્રકાર હત્યાકાંડમાં પણ દોષિત

પત્રકાર રામચંન્દ્ર છત્રપતિની 2002માં થયેલી હત્યાના કેસમાં પંચકૂલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહિમને દોષિત ઠેરવ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: ફોઇ-ભત્રીજાની પત્રકાર પરિષદ પહેલાં જ આ નેતાએ પાડી દીધો ખેલ, વધારી દીધી મુશ્કેલી

લોકસભા ચૂંટણી માટે ઉત્તરપ્રદેશમાં આવતીકાલે થઇ રહેલા મહાગઠબંધનની જાહેરાત પહેલાં રાજકીય ક્ષેત્રે હલચલ વધી ગઇ છે. સમાજવાદી પાર્ટી (સપા) અધ્યક્ષ અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટી (બસપા) સુપ્રીમો માયાવતી આવતીકાલે એક મંચ પરથી જાહેરાત કરવા જઇ રહ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: સ્ટેચ્યુ ઑફ યુનિટી: પ્રવાસીઓને આકર્ષવા શરૂ કરાશે આ સેવા, પણ મગરો બન્યા મુશ્કેલી!

સ્ટેચ્યુ ઑફ યુનિટીનાં પ્રવાસે આવતા પ્રવાસીઓ સી પ્લેનનો પણ આનંદ લઇ શકે તે માટેનું આયોજન નર્મદા વિસ્તારમાં કર્યું છે, પરંતુ અહીં તળાવમાં મગરો હોવાથી વન વિભાગે મગરોને પકડવા માટે તળાવની ફરતે પિંજરા મુક્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: ‘ઉરી’ અને ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’માંથી કઈ ફિલ્મ છે જોવા જેવી? વાંચી લો આ રિવ્યૂ

સિનેમાઘરોમાં વિક્કી કૌશલ અભિનિત ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ અને અનુપમ ખેરની ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ રીલીઝ થઈ ચુકી છે. વાત કરીએ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ની તો ફિલ્મને આદિત્ય ધરે નિર્દેશિત કરી છે અને રોની સ્ક્રુવાલાએ પ્રોડ્યુસ કરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: ફિલ્મ ‘પેટ્ટા’ જોવા ગયેલા કપલે થિયેટરની બહાર કર્યા લગ્ન, કહ્યું- ‘રજની અમારા ભગવાન’

સુપરસ્ટાર રજનીકાંતને સાઉથમાં ભગવાનની જેમ પુજાવામાં આવે છે, એવામાં એક ફિલ્મ જોવા ગયેલા એક કપલે રજનીકાંતને ભગવાન માનીને થિયેટરની બહાર લગ્ન કરાવી લીધા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-8: રિટાયરમેન્ટને લઇને સવાલ પૂછતા, કંઇક આવો જવાબ આપ્યો કપ્તાન કોહલીએ

હાલના સમયમાં ક્રિકેટની દુનિયામાં ખેલાડીઓનું કરિયર ઘણું લાંબુ થઇ ગયું છે. પહેલા ખેલાડીઓ માત્ર પોતાના જ દેશ માટે રમી શકતા હતા. જ્યારે અત્યારે ખેલાડીઓ પાસે રમવા માટે ઘણાબધા વિકલ્પ છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: આ છે દુનિયાના સૌથી મોંઘા ફોન કિંમત જાણીને તમે રહી જશો દંગ

આપણા જીવનનું અભિન્ન અંગ બની ચુક્યુ છે સ્માર્ટફોન આપણે કદાચ ફોન વીનાની આપણી દુનિયાને કલ્પી પણ ન શકીએ. દરેકને જીવનમાં કોઈને કોઈ વાતનો શોખ હોય છે કોઈને ગાડી ખરીદવાનો તો કોઈને બંગલા કે મિલ્કત ખરીદવાનો તો કોઈને વળી ફોન ખરીદવાનો શોખ હોય છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: ટ્રાન્સપેરન્ટ સફેદ ડ્રેસમાં કંગનાનો હોટ અવતાર કદી નહીં જોયો હોય, જુઓ તસવીરો

આ સિઝનમાં કંગના રનૌતે સફેદ કલર અપનાવી લીધો છે. હાલમાં કંગના એક આલ્બમ લૉંચના ઇવેન્ટમાં તરૂણ ટહલિયાનીએ ડિઝાઇન કરેલી વાઇટ સાડીમાં દેખાઇ હતી. હવે કંગનાએ ખુબસુરત વાઇટ સલવાર કમીઝમાં પોતાની તસવીર શેયર કરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-11: નાગા સાધુ બનવા માટે આપવી પડે છે દુષ્કર પરીક્ષા, મહિલાઓ પણ લઈ શકે આ દિક્ષા

કુંભના મેળામાં સર્વોચ્ચ સ્થાન નાગા બાવાઓને હોય છે. જ્યારે મકરસંક્રાંતિએ પ્રયાગરાજમાં કુંભ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે નદીઓમાં સ્નાન કરવાનો સૌથી પહેલો અધિકાર નાગા સાધુઓનો હોય છે.

વધુ વાંચવા કરો ક્લિક-12: સ્ટ્રેટનિંગ કરતા સમયે કરો છો આ મોટી ભૂલ તો ચેતી જજો, નહીંતર…

મહિલાઓમાં આજકાલ સ્ટ્રેટ હેરને લઇને ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને સ્ટ્રેટ હેર કરાવવા માટે અવનવા ઉપાય કરતી રહે છે. જેમા ઓછી ગુણવત્તા ધરાવતા હેર ડ્રાયર કે હેર સ્ટ્રેટનરનો ઉપયોગ કરવાથી વાળને વધારે નુકસાન થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન