11th-october-2018-06 pm top-news-headlines
  • Home
  • Featured
  • News @06 PM: રાફેલ પર રાહુલના PM પર પ્રહારો સહિતના અહેવાલો જાણો એક ક્લિકે

News @06 PM: રાફેલ પર રાહુલના PM પર પ્રહારો સહિતના અહેવાલો જાણો એક ક્લિકે

 | 5:57 pm IST

 કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડીલને લઈને થયેલા મોટા ખુલાસા બાદ એકવાર ફરીથી પીએમ મોદી પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. તો આજે અમદાવાદના ગોતા વિસ્તારમાંથી ભયાનક આગના બનાવ સામે આવી રહ્યો છે. ગોતાના સરદાર એસ્ટેટમાં હાલ ભીષણ આગ લાગી છે. આજે બનાસકાંઠાના વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેના ઠાકોરે આ મામલે એક વિવાદિત નિવેદન આપ્યું છે. સાથે દેશ -વિદેશ અને બોલિવૂડની ચટપટી ખબરો સહિતનાં મહત્વના સમાચાર.

આ પણ વાંચો- 1:  રાફેલ પર મોટા ખુલાસા બાદ રાહુલે કહ્યું, ભારતના વડાપ્રધાન જ ભ્રષ્ટ છે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડીલને લઈને થયેલા મોટા ખુલાસા બાદ એકવાર ફરીથી પીએમ મોદી પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. રાહુલે ગુરૂવારે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, રાફેલ પર થયેલા નવા ખુલાસાથી એક વખત ફરીથી સ્પષ્ટ થયુ છે.

આ પણ વાંચો- 2:  ગોતાના સરદાર એસ્ટેટમાં થીનરની ફેક્ટરીમાં ભીષણ આગ, સ્થિતિ કાબૂમાં

આજે અમદાવાદના ગોતા વિસ્તારમાંથી ભયાનક આગના બનાવ સામે આવી રહ્યો છે. ગોતાના સરદાર એસ્ટેટમાં હાલ ભીષણ આગ લાગી છે. અહીં એક થીનરની ફેક્ટરીમાં આવેલી છે. જેમાં આગની ઘટના બનતા ચારેબાજુ અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ પણ વાંચો- 3:  કોંગ્રેસના MLAએ સળગતામાં ઘી હોમ્યું, ઢૂંઢેર રેપ મામલે આપ્યું વિવાદિત નિવેદન

સાબરકાંઠાના ઢુંઢેરમાં 14 મહિનાની બાળકી પર થયેલા દુષ્કર્મ મામલે દિવસેને દિવસે રાજકારણ ગરમાતું જાય છે. આજે બનાસકાંઠાના વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેના ઠાકોરે આ મામલે એક વિવાદિત નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો- 4:  રાફેલ સોદા પર ફ્રેન્ચ મીડિયાપાર્ટે કરેલા ધડાકા બાદ દસૉએ આપી સફાઈ

ન્ચ એવિએશન કંપની દસોએ રાફેલ ડીલમાં રિલાયન્સને ઓફસેટ પાર્ટનર બનાવવા સંબંધી ફ્રેન્ચ મીડિયા મીડિયાપાર્ટની રિપોર્ટ પર સફાઈ આપી છે.

આ પણ વાંચો- 5:  સેન્સેક્સ 760ના કડાકા સાથે નિફ્ટી 10250ની નીચે સરકી શેરબજાર થયું બંધ

ગઇકાલે તોફાની તેજી પછી આજે બજાર ફરીથી જમીન પર આવી ગયું હતુ. સેન્સેક્સ અને નિફ્ટીમાં 2 ટકાથી વધુની નબળાઇ સાથે શેરબજાર બંધ થઈ ગયું છે. આજે, નિફ્ટી 10,138.6 સુધી ડાઉન થયું છે, જ્યારે સેન્સેક્સ 33,723.5 સુધી તૂટી ગયું છે. અંતે, નિફ્ટી 10,250 ની નજીક બંધ રહ્યો હતો.

આ પણ વાંચો- 6:  AAP નેતાની હત્યાને લઈને થયો સનસનાટીપૂર્ણ ખુલાસો, ખુલ્યું સમલૈંગિક કનેક્શન

આમ આદમી પાર્ટી (AAP) દિલ્હીના નેતા નવીન દાસની હત્યાને લઈને સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. ગાઝિયાબાદ પોલીસે ખુલાસો કરતા ત્રણ લોકોની ધરપકડ પણ કરી છે. પુછપરછમાં સમલૈંગિક સંબંધોનો ખુલાસો થયો છે.

આ પણ વાંચો- 7:  વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ એન્ડ ટેક્નોલોજી સમિટનો પ્રારંભ, CM રૂપાણીએ આ વિશે શું કહ્યું?

વાઈબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ એન્ડ ટેકનોલોજી સમિટ 2018નો ગાંધીનગર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે રાજ્યના સીએમ વિજય રૂપાણીએ તેનો પ્રારંભ કરાવ્યો હતો.

આ પણ વાંચો- 8:  અભ્યાસ અધુરો છોડી આતંકી બની ગયેલો AMUનો પૂર્વ વિદ્યાર્થી સૈન્યના હાથે ઠાર

જમ્મૂ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાબળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જેમાંથી એકની ઓળખ હિઝબુલ મુઝાહિદ્દીનના કમાડર મન્નાન વાણીના રૂપમાં કરવામાં આવી છે. મન્નાન વાણી અલીગઢ મુસ્લીમ યૂનિવર્સિટી (AMU)નો ભૂતપૂર્વ વિદ્યાર્થી હતો.

આ પણ વાંચો- 9:  પી ચિદમ્બરમના પુત્ર કાર્તિની 54 કરોડની પ્રોપર્ટી જપ્ત, જાણો શું છે આખો મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ગુરૂવારે પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની 54 કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી લીધી છે. ઈડીએ આઈએનએક્સ મીડિયા મની લોન્ડિરિગ સાથે જોડાયેલ મામલામાં કાર્તિની ભારત, બ્રિટન અને સ્પેન સ્થિત સંપત્તિ જપ્ત કરી લેવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો- 10: #MeTooમાં ફસાયો દિગ્ગજ બોલર, ભારતની પ્લેબેક સિંગરે લગાવ્યો રેપનો આરોપ

સોશિયલ મીડિયાથી શરૂ થયલ #Metoo અભિયાનમાં બોલિવૂડ અને મીડિયા જગતના ઘણી નામી હસ્તીઓના ફસાયા બાદ હવે ક્રિકેટર્સનું નામ પણ સામે આવવા લાગ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન