11th-september-2018-news-12-top-headlines/
  • Home
  • Featured
  • [email protected] 6 PM: તેલંગાણા અકસ્માતથી લઇ નવાઝ શરીફની બેગમના નિધન સહિતના અહેવાલો

[email protected] 6 PM: તેલંગાણા અકસ્માતથી લઇ નવાઝ શરીફની બેગમના નિધન સહિતના અહેવાલો

 | 6:00 pm IST

તેલંગાણામાં રોડ અકસ્માતમાં 52 લોકોના મોત. PM નરેન્દ્ર મોદીએ આંગણવાડી કાર્યકર્તાના જોરદાર વખાણ કર્યા. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની બેગમ કુલસુમનું લંડનમાં નિધન સહિતના અગત્યના સમાચારો જુઓ એક ક્લિક પર…

વધુ વાંચવા ક્લિક કરો-1 :તેલંગાણામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, ખીણમાં બસ પડતાં 52ના મોત

તેલંગાણાના જગતિયાલમાં મંગળવારના રોજ એક મોટી રોડ અકસ્માતમાં 52 લોકોના મોત થઇ ચૂકયા છે. અહીં કોંડાગટ્ટ ઘાટની પાસે રાજ્ય પરિવહન નિગમની બસના પલટતા આ અકસ્માત સર્જાયો. અકસ્માતમાં અંદાજે 20 લોકો ઘાયલ કહેવાય છે.

વધુ વાંચવા ક્લિક કરો-2આંગણવાડીના મહિલા વર્કરે એવું તે શું કહ્યું કે PM મોદી અવાક થઇ ગયા અને પાડી તાળીઓ

PM નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ દેશની આશા અને આંગણવાડી કાર્યકર્તાઓ સાથે વાત કરી. વાતચીત દરમ્યાન પીએમ મોદી એક આંગણવાડી કાર્યકર્તાની એક બાળકને ‘જીવતા’ કરવાની વાત સાંભળી દંગ રહી ગયા અને આંગણવાડી કાર્યકર્તાના જોરદાર વખાણ કર્યા અને તેને ભારતની સાચી દીકરી ગણાવ્યા.

વધુ વાંચવા ક્લિક કરો-3 :નવાઝ શરીફના પત્ની કુલસુમનું લંડનમાં ઇંતકાલ, પૂર્વ PM છેલ્લી ક્ષણે મોં ના જોઇ શકયા

જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પત્ની બેગમ કુલસુમનું મંગળવારના રોજ એટલે કે 11મી સપ્ટેમ્બરના રોજ લંડનમાં નિધન થઇ ગયું છે.

વધુ વાંચવા ક્લિક કરો-4 :પેટ્રોલ-ડીઝલની ખરીદી કરો અને બાઈક, AC, TV, લેપટોપ વગેરે મેળવો તદ્દન મફત

પેટ્રોલ અને ડીઝલના ભાવ દેશભરની જનતાને દઝાડી રહ્યાં છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. સડકથી લઈને સંસદ સુધી વિરોધ થઈ રહ્યો છે. પરંતુ મધ્ય પ્રદેશમાં તો જાણે પેટ્રોલ-ડીઝલ પરનો ભાવ વધારો લોકો માટે એક તક લઈને આવ્યો હોય એવું છે. મધ્ય પ્રદેશમાં પેટ્રોલ કે ડીઝલ ખરીદવા પર મોંઘાદાટ ઈનામો આપવામાં આવી રહ્યાં છે.

વધુ વાંચવા ક્લિક કરો-5સૌથી મોટું બેન્ક કૌભાંડ કરી ‘છૂ’ થયેલા મેહુલ ચોક્સીનો Video પહેલી વખત આવ્યો સામે, શું કહ્યું?

પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના આરોપી હીરાના બિઝનેસમેન મેહુલ ચોકસી દેશમાંથી ભાગ્યા બાદ પહેલી વખત મીડિયીની સામે આવ્યા છે. પોતાની ઉપર લાગેલા આરોપોને ચોકસીએ બેબુનિયાદ ગણાવ્યા છે અને કહ્યું કે ઇડીએ ગેરકાયદે તેમની સંપત્તિ જપ્ત કરી છે. એટલું જ નહીં મેહુલે સરેંડર કરી ભારત પાછા ફરવાના સમાચારથી પણ ઇન્કાર કર્યો છે.

તાજેતરમાં જ શાહિદ કપૂર બીજા સંતાનનો પિતા બન્યો. તેણે તેના પુત્રનું નામ ઝૈન કપૂર રાખ્યું છે. શાહીદ અને મીરા હાલમાં તેમના બંને કીડ્સ સાથે જોવા મળી રહ્યાં છે ત્યારે કરિના કપૂરને પણ બીજા બાળકનું પ્લાનિંગ કરી નાંખ્યું હોવાનું જણાવ્યું છે.

વધુ વાંચવા ક્લિક કરો-7 :લાદેને 9/11ના હુમલાની સ્ક્રિપ્ટ છેક 1988માં તૈયાર કરી હતી, આ સ્થળે ઘડાયેલી યોજના

17 વર્ષ પહેલા 11 સપ્ટેમ્બરના રોજ આતંકવાદી સંગઠન અને તેના સર્વેસર્વા ઓસામા બિન લાદેનની ખૌફથી દુનિયા આખી થરથરી ઉઠી હતી. ન્યૂ યોર્ક શહેરના ટ્વિન્સ ટાવર વર્લ્ડ ટ્રેડ સેંટર અને પેંટાગોન દુનિયાના સૌથી ભયાનક આત્મઘાતી આતંકવાદી હુમલાનો શિકાર શિકાર બન્યા.

વધુ વાંચવા ક્લિક કરો-8  : ક્રિકેટની દુનિયામાં તોફાની ઇનિંગ્સ: 116 બોલ, 316 રન, 18 ચોગ્ગા, 34 છગ્ગા ફટકાર્યા

ક્રિકેટમાં મોટાભાગે જ્યારે પણ રેકોર્ડની ચર્ચા થાય છે તો હંમેશા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અંગે જ વાત થાય છે. કેટલીય વખત કલબ ક્રિકેટમાં પણ એવા રેકોર્ડ બની જાય છે જેના પર વિશ્વાસ કરવા સુદ્ધાં મુશ્કેલ થઇ જાય છે.

વધુ વાંચવા ક્લિક કરો-9DCP જયપાલસિંહ રાઠોડ પાસના કાર્યકરોને મા-બહેનની ગાળો આપે છેઃ હાર્દિક

હાર્દિક પટેલે ટ્વિટ કરીને તેના ઘર બહાર સુરક્ષામાં તહેનાત ડીસીપી જયપાલસિંહ રાઠોડ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. હાર્દિકે લખ્યું છે કે ડીસીપી રાઠોડ બીજેપી પ્રમુખ અમિત શાહ, સીએમ વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના ઈશારે આ બધું કરી રહ્યા છે.

સાબરકાંઠાના હિંમતનગરમાં એસસી,એસટી અને ઓબીસી સમાજના લોકો દ્વારા અનામત મુદ્દે અધિક જીલ્લા કલેકટરને આવેદન આપી અનામતમાં કોઇપણ પ્રકારનો ફેરફાર ન કરવા રાજ્યસરકારને અપીલ કરી છે.