11th September 2019: Top Headline Till 3 PM
  • Home
  • Featured
  • [email protected] PM : આગામી 48 કલાક ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, મોદીએ પાકિસ્તાનને આપ્યો સ્પષ્ટ સંદેશ

[email protected] PM : આગામી 48 કલાક ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, મોદીએ પાકિસ્તાનને આપ્યો સ્પષ્ટ સંદેશ

 | 2:54 pm IST

રાજ્યમાં હવામાન વિભાગે હજુ 48 કલાક ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. અરબી સમુદ્ર પર સાયક્લોનિક સરક્યુલેશન અને લો-પ્રેશર સક્રિય હોવાના કારણે હવામાન વિભાગ સતર્ક છે. જેના કારણે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. તો બીજીબાજુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મથુરાથી પાડોશી દેશ પાકિસ્તાન પર બરાબરના આકરા પ્રહારો કર્યા છે સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: આગામી 48 કલાક ગુજરાત માટે ભારે, સુરત, ભરૂચ, ગાંધીનગરમાં NDRFની ટીમ તૈનાત

રાજ્યમાં હવામાન વિભાગે હજુ 48 કલાક ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. અરબી સમુદ્ર પર સાયક્લોનિક સરક્યુલેશન અને લો-પ્રેશર સક્રિય હોવાના કારણે હવામાન વિભાગ સતર્ક છે.  માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બીજી બાજુ ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે સુરત, ભરૂચ અને ગાંધીનગરમાં NDRFની ટીમો તૈનાત કરી દીધી છે.

સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ બંધ કરવાના અભિયાનની શરૂઆત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મથુરામાં એક મોટી જાહેરાત કરી હતી. પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી કે, તે 2 ઓક્ટોબર સુધી પોતાના ઘર, ઓફિસને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત કરે. સાથે જ તેમણે નામ લીધા વગર પાકિસ્તાનને આડકતરો સંદેશ આપી દીધો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-3: પ્રેમીપંખીડાઓને સમાધાનના બહાને બોલાવી પ્રેમી પર લાકડીઓ વરસાવી

અમદાવાદના નવરંગપુરામાં આવેલા જૈન દેરાસરમાં મારામારીની એક ઘટના સામે આવી છે. નવરંગપુરા ખાતે આવેલા એક જૈન દેરાસરમાં પ્રેમીયુગલ પર પરિવારે હુમલો કર્યાના સમાચાર મળી રહ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: ચંદ્રયાન-2: 2.1KM નહીં માત્ર 335મીટરથી જ તૂટ્યો વિક્રમનો ISRO સાથે સંપર્ક

કહેવાય છે કે એક તસવીર 1000 શબ્દોની બરાબર હોય છે. આવી જ એક તસવીર છે એ તારીખની જે અંતરિક્ષ વિજ્ઞાનના ઇતિહાસમાં રેકોર્ડ થઇ ગઇ. એટલે કે 7મી સપ્ટેમ્બરના રોજ ઇસરોના મૂન મિશન ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરની ચંદ્ર પરની તસવીર.

વધુ વાંચવા કરો ક્લિક-5: ભારતને પરમાણુ યુદ્ધની હોંશિયારી પાકિસ્તાનને ભારે પડી, દૂધના ભાવે જ શાન ઠેલાણે લાવી દીધી

પહેલાથી જ કંગાળ પાકિસ્તાનને કાશ્મીર મામલે ભારત સામે બાથ ભિડવાનું ભારે પડી રહ્યું છે. શાકભાજી, દવાઓ, પેટ્રોલ બાદ હવે દૂધના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. 

વધુ વાંચવા કરો ક્લિક-6: જો તમારી પાસે વધુ અથવા ખોટી રીતે મેમોની થઈ છે વસૂલી તો ગભરાશો નહીં

નવા મોટર વ્હીકલ એક્ટ અમલમાં આવ્યા બાદથી દેશભરમાંથી ચાલાન પેટે મસમોટી રકમ વસૂલવાની કેટલીક ઘટનાઓ સામે આવી છે. જેના કારણે હવે લોકો ટ્રાફિક નિયમોને લઈ થોડા સતર્ક થયા છે. આ સાથે ભ્રમની સ્થિતિ પણ સર્જાઈ છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: VIDEO: વિદેશમાં જોવા મળ્યો કુંભના મેળા જેવો નજારો

સોશિયલ મીડિયાનાં ન્યૂયોર્કનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બે માસુમ બાળકો જોવા મળી રહ્યા છે. વીડિયો એક રસ્તા પર શુટ કરવામાં આવ્યો છે. બે બાળકો દોડીને આવે છે અને એકબીજાવે ગળે લગાડે છે. એવી રીતે ગળે ગલાડે છે જાણે તે કુંભના મેળામાંથી બે ખોવાયેલા ભાઈઓ વર્ષો પછી મળતા હોય.

વધુ વાંચવા કરો ક્લિક-8: હિમેશ રેશમિયાએ કઈ રીતે રાનૂને સાચવી એની સાચી હકીકત બહાર આવી, મંડલે કહ્યું કે…

રાનૂ મંડલને લઈને ફરી એક સમાચાર છે. હિમેશ રેશમિયા અને રાનૂ મંડલનું ગીત ‘તેરી મેરી કહાની’નું ટીઝર જાહેર થઈ ચૂક્યું છે અને સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યું છે. બુધવારે એટલે કે આજે આ આખું ગીત લોન્ચ થશે. 

વધુ વાંચવા કરો ક્લિક-9: Apple TV+ માટે દર મહીને આપવા પડશે ફક્ત 99 રૂપિયા, આ યૂઝર્સને મળશે ફ્રી

એપલે 10 સપ્ટેમ્બરના રોજ આઇફોન 11, આઇફોન 11 પ્રો અને આઇફોન 11 પ્રો મેક્સ ત્રણ નવા ફોન્સ લોન્ચ કર્યા હતા. એપલે ટૂંક સમયમાં ઇવેન્ટમાં આઇફોન્સ ઉપરાંત ઘણા પ્રોડક્ટસ રજૂ કરવાની પણ જાહેરાત કરી છે. કંપનીએ અહીં વીડિયો સેવા, એપલ ટીવી+ અનેગેમ સબ્સ્ક્રિપ્શન સેવા શરૂ કરવાની તારીખ નક્કી કરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: અફઘાન ખેલાડી રાશિદ ખાને મોહમ્મદ નબીને આપી એવી વિદાય કે જીતી લીધા ફેન્સના દિલ

અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સોમવારે ચટગાંવ ખાતે ટેસ્ટ મેચ રમાઈ હતી. જેને અફઘાનિસ્તાને 224 રનથી પોતાના નામે કરી છે. આ મેચમાં કેપ્ટન રાશિદ ખાને શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

આ વીડિયો પણ જુઓ – જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન