12 Indians Died in Bus Accident in Dubai, Released list of Dead People
  • Home
  • Featured
  • દુબઈ બસ અકસ્માતમાં 12 ભારતીયોના કરૂણ મોત, મૃતકોની યાદી જાહેર

દુબઈ બસ અકસ્માતમાં 12 ભારતીયોના કરૂણ મોત, મૃતકોની યાદી જાહેર

 | 11:19 pm IST

દુબઈમાં ઘટેલી બસ દુર્ઘટનામાં 12 ભારતીયોના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. દુબઈમાં ભારતના રાજદુતે ટ્વિટ કરીને કહ્યું કે, અમને એ જણાવતા દુખ થાય છે કે સ્થાનિક અધિકારીઓ અને સંબંધીઓના અનુસાર અત્યાર સુધી આ પુષ્ટિ કરવામાં આવી છે કે દુબઈ દુર્ઘટનામાં 12 ભારતીયનાં મોત થયા છે. વાણિજ્ય દુતો મૃતકનાં કેટલાક સંબધીઓનાં સંપર્કમાં છે અને બીજા પરિવારોનો કોન્ટેક કરવામાં આવી રહ્યો છે.

જાણકારી પ્રમાણે બસ દુર્ઘટનામાં મોત પામેલા લોકોમાં રામગોપાલ, ફિરોજ ખાન પઠાણ, રેશમા ફિરોઝ ખાન પઠાણ, દીપક કુમાર, જમાલુદીન, કિરન જોની, વાસુદેવ અને તિલકરામ જવાહર ઠાકુર સામેલ છે. દુબઈ પોલીસ દ્વારા આપવામા આવેલી જાણકારી અનુસાર 6 જુને સાંજે 5.40 વાગ્યે એક બસ દુર્ઘટના ઘટી હતી કે જેમાં 31 મુસાફરો સવારી કરતા હતા. પોલીસે જાણકારી આપી કે આ અક્સમાતમાં કુલ 17 લોકોનાં મોત થયા છે. જ્યારે 5 લોકો ઘાયલ અવસ્થામાં છે.

દુબઈમાં મહાવાણિજ્ય દૂત વિપુલે ટ્વિટ કરીને કહ્યું કે અમને સૂચના આપતા ખુબ દુ:ખ થઈ રહ્યું છે કે દુબઈ બસ અકસ્માતમાં મૃતક ભારતીયોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે હાલ અમારા પ્રયત્નો છે કે જેમ બને તેમ જલદી ઔપચારિકતા પૂરી થાય જેથી કરીને મૃતદેહોની સોંપણી થઈ શકે. ગલ્ફ ન્યૂઝના જણાવ્યાં મુજબ પર્યટક બસમાં 31 લોકો સવાર હતાં. તે એક બેરિયર સાથે અથડાઈ. તેનો ડાબો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો જેનાથી ડાબી બાજુ બેઠેલા મુસાફરોના મોત થયાં.

દુબઈ પોલીસે આ ઘટનામાં ઓમાની બસ ચાલકને દોષિત ઠેરવ્યો છે. તેને પણ સામાન્ય ઈજા થઈ છે. વિદેશ મંત્રી એસ જયશંકરે મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે એક ટ્વિટમાં કહ્યું કે, “દુબઈમાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ બસ દુર્ઘટનાથી ખુબ દુ:ખ થયું છે. પરિજનો પ્રત્યે મારી ઊંડી શોક સંવેદનાઓ.”

મૃતકોની યાદી

મહાવાણિજ્ય દૂતાવાસે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની યાદી પણ જાહેર કરી છે. મૃતકોના નામ આ પ્રકારે છે. વિક્રમ જવાહર ઠાકુર, વિમલકુમાર, કાર્તિકેય કેસવાપિલાઈકર, કિરણ જોની જોન વલ્લીથોટ્ટાથિલ પાઈલી, ફિરોઝ ખાન અઝીઝ પઠાણ, રેશમા ફિરોઝ ખાન પઠાણ, જમાલુદ્દીન અરક્કાવેતિલ, વાસુદેવ વિષ્ણુદાસ, રાજન પુથીયાપુરાયિલ ગોપાલન, પ્રભુલા માધવન દીપાકુમાર, રોશની મુલચંદાની, ઉમ્મેર ચોનોકાટાવથ મામૂદ  પુથેન, નબી ઉમ્મેર ચોનોકાટાવથ સામેલ છે.

વિપુલે કહ્યું કે દૂતાવાસના અધિકારીઓ જેમ બને તેમ જલદી તમામ ઔપચારિકતાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. મૃત્યુ પ્રમાણપત્ર જારી થયા બાદ મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે મોકલી દેવામાં આવશે.

જુઓ આ વીડિયો પણ

રામજીની પ્રતિમા તો લાગી ગઇ અને યોગીએ રામમંદીર તરફ ઇશારો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન