TopHeadline:12 June 2019 til 03 pm National Gujarat
  • Home
  • Gujarat
  • [email protected] PM: ‘વાયુ’ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે કરશે ‘તાંડવ’,વર્લ્ડ કપમાં દેખાશે ઋષભ પંત સહિતના સમાચાર

[email protected] PM: ‘વાયુ’ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે કરશે ‘તાંડવ’,વર્લ્ડ કપમાં દેખાશે ઋષભ પંત સહિતના સમાચાર

 | 2:57 pm IST

મુંબઇમાં દસ્તક દઇને ગુજરાત તરફ આગળ વધી રહેલ વાયુ વાવાઝોડું ગુજરાત માટે ખતરાની ઘંટડી વગાડી રહ્યું છે તથા વિકેટ કીપર અને બેટ્સમેન ઋષભ પંત ઈજાગ્રસ્ત શિખર ધવનના વિકલ્પ તરીકે ઈંગ્લેન્ડ જવા માટે રવાના થયો તેમજ વાયુ વાવાઝોડું ભયાનક બનતા દરિયાકાંઠાના વિસ્તારો ધરાવતાં જિલ્લાઓને હાઈએલર્ટ પર મૂકી દેવાયા અને અરબ સાગરમાંથી ઉભા થયેલા વાવાઝોડા ‘વાયુ’ની અસર મહારાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં તેની ઝલક જોવા મળવા લાગી તથા ‘વાયુ’ વાવાઝોડાને કારણે કોઈ જ જાનહાની ન થાય તે માટે તંત્ર સાબદુ થઇ ગયું તેમજ લગભગ 5 લાખ રેસ્ટોરન્ટની આગેવાની કરનારી નેશનલ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીએ 12 ટકા ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) રેટનો એક વધુ ઓપ્શન માંગ્યો તથા આ એપ દ્વારા દસ્તાવેજોનું ડિજિટલ સ્વરૂપ સંપૂર્ણપણે સરકાર માન્ય છે અને ટીવી જગતનાં બે મોટા શો કે જેણે શરૂઆતથી જ દર્શકોનાં દિલમાં જગ્યા બનાવી સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1: ‘વાયુ’ વાવાઝોડું: સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આટલા કલાક ‘તાંડવ’ કરશે, જાણો કેટલાં વાગ્યે કયાં સ્થળે પહોંચશે?

મુંબઇમાં દસ્તક દઇને ગુજરાત તરફ આગળ વધી રહેલ વાયુ વાવાઝોડું ગુજરાત માટે ખતરાની ઘંટડી વગાડી રહ્યું છે. દરેક લોકોને એ જાણવાની તાલાવેલી છે કે કયારે વાવાઝોડું ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ટકરાશે. તો અમે અમારા વાચકો માટે ખાસ માહિતી લઇને આવ્યા છીએ. windy.comના મતે આ વાવાઝોડું ગુજરાતમાં સૌપ્રથમ 13 જૂનના રોજ વહેલી સવારે 3 વાગ્યે વલસાડને અસર કરીને 5 વાગ્યા સુધીમાં તો 165 કિલોમીટરની ઝડપે દીવ, ઉના, કોડીનાર, ગીર-સોમનાથ, તાલાલા, પીપાવાવમાં પ્રવેશી જશે. ત્યારબાદ સવારે 8 વાગ્યા સુધીમાં વેરાવળ, માંગરોળ અને માળિયામાં ત્રાટકશે.

વધુ વાંચવા કરો ક્લિક-2: ઋષભ પંત ઈંગ્લેન્ડ જવા રવાના, વર્લ્ડ કપમાં ઈજાગ્રસ્ત ધવનની લઈ શકે છે જગ્યા

વિકેટ કીપર અને બેટ્સમેન ઋષભ પંત ઈજાગ્રસ્ત શિખર ધવનના વિકલ્પ તરીકે ઈંગ્લેન્ડ જવા માટે રવાના થઈ ગયો છે. જો કે, ધવન ઈંગ્લેન્ડમાં જ રહેશે અને બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે. બીસીસીઆઈએ પંતને ઈંગ્લેન્ડ જવા માટે લીલી ઝંડી આપી દીધી છે. પંત ઈંગ્લેન્ડ જવા માટે રવાના પણ થઈ ગયો છે. તો ટીમ ઈન્ડિયા સાથે તે પ્રેક્ટિસ મેચ પણ શરૂ કરી દેશે.

વધુ વાંચવા કરો ક્લિક-3: પોરબંદરમાં તંત્ર ઊંઘતું ઝડપાયું, દરિયાકિનારે લોકોએ લીધી સેલ્ફી, ચોપાટી પર ભીડ

વાયુ વાવાઝોડું ભયાનક બનતા દરિયાકાંઠાના વિસ્તારો ધરાવતાં જિલ્લાઓને હાઈએલર્ટ પર મૂકી દેવાયા છે. આ યાદીમાં પોરબંદર જિલ્લાને પણ ખાસ હાઈએલર્ટ કરાયુ છે. આ દરમિયાન બુધવાર સવારે કલેક્ટરના જાહેરનામાનો ભંગ થયાનું ધ્યાને આવ્યું છે. આ બાબતે પોરબંદર વહીવટી તંત્ર ઊંઘતું ઝડપાયું છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: ‘વાયુ’ વાવાઝોડાની ભયાનકતા: મુંબઇમાં દીધી દસ્તક, રાજ્યમાં અંદાજે 3 લાખ લોકોનું સ્થળાંતર

અરબ સાગરમાંથી ઉભા થયેલા વાવાઝોડા ‘વાયુ’ની અસર મહારાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં તેની ઝલક જોવા મળવા લાગી છે. તેની સાથે જ ઝાડ પડવાની ઘટનાઓ પણ દેખાઇ રહી છે. મુંબઇ સહિત મહારાષ્ટ્રના દરિયાઇ વિસ્તારોમાં માછીમારોને એલર્ટ રજૂ કર્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: ‘વાયુ’: આજથી ત્રણ દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા, આ મંત્રીઓને સોંપાઇ જવાબદારી

‘વાયુ’ વાવાઝોડાને કારણે કોઈ જ જાનહાની ન થાય તે માટે તંત્ર સાબદુ થઇ ગયું છે. રાજ્ય સરકાર દ્વારા તમામ મંત્રીઓને અલગ-અલગ જવાબદારી સોંપાઇ છે. હવામાન વિભાગ તરફથી 12 થી 14 જૂન સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમુક જગ્યાએ અતિભારે વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: મોતનો તાવ: બિહારમાં ચમકીએ 60 બાળકોનો ભોગ લીધો, 135 હજુ હોસ્પિટલમાં દાખલ

ગુજરાત માટે જેમ વાયુ વાવાઝોડું માથાનો દુખાવો બન્યો છે એમ બિહાર માટે બિમારી લોકોનાં જીવ લઈ રહી છે. બિહારમાં ચમકી તાવ એટલે કે એક્યૂટ ઇન્સેફલાઇટિસ સિન્ડ્રોમ(AES)એ પોતાનું રૂપ બતાવ્યું છે. આ બીમારીને કારણે બિહારના મુજફ્ફર જિલ્લામાં મરનાર બાળકોનો આંકડો 60 સુધી પહોંચી ગયો છે. અને 135 બાળકો હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યાં છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: પોલીસની અવળચંડાઈનો VIDEO વાયરલ: પત્રકારને કપડાં ઉતારી માર્યો, પેશાબ પીવડાવ્યો

પોલીસ જો તેની સત્તાનો સારો ઉપયોગ કરે તો વાંધો નથી પણ પોલીસ ક્યારેક દંબગાઈ ઉપર ઉતરી જતી જોવા મળે છે. શામલીમાં રેલવે પોલીસનો શર્મસાર કિસ્સો સામે આવ્યો છે. અહીંયા રેલવે પોલીસે એક પત્રકારને ઢોર માર માર્યો છે. મળતી જાણકારી પ્રમાણે પત્રકાર ટ્રેન પટરી પરથી ઉતરી ગઈ એવું કવરેજ કરવા માટે ગયો હતો. ત્યારે જ રેલવે પોલીસે આ પત્રકારને ઢીબી નાખ્યો અને આ સમગ્ર ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: સરકાર પાસે રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીએ GST મામલે કરી આ માંગ

મેકડોનાલ્ડ્સ, ડોમિનોઝ અને સબવે સહિતની લગભગ 5 લાખ રેસ્ટોરન્ટની આગેવાની કરનારી નેશનલ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીએ 12 ટકા ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) રેટનો એક વધુ ઓપ્શન માંગ્યો છે. તેનું કહેવું છે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરવાની મંજૂરી ના મળી હોવાથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં રેસ્ટોરા પર જીએસટી 5% લાગે છે, જેમાં ઇનપુટ ક્રેડિટની મંજૂરી નથી.

વધુ વાંચવા કરો ક્લિક-9: હવે ડ્રાઇવિંગ લાઇસન્સ અને અન્ય ડોક્યુમેન્ટ સાથે રાખવાની જરૂર નથી, જાણો કેમ

ઘણી વાર એવું થાય છે કે આપણે ઉતાવળમાં કારમાં ડ્રાઇવિંગ લાઇસન્સ અને અન્ય દસ્તાવેજો રાખવાનું ભૂલી જઇએ છીએ. તેના માટે એક સારો વિકલ્પ mParivahan છે. આ એક એપ્લિકેશન છે જે આવા બધા દસ્તાવેજોને ડાઉનલોડ કરીને સેવ કરી શકાય છે. આ એપ દ્વારા દસ્તાવેજોનું ડિજિટલ સ્વરૂપ સંપૂર્ણપણે સરકાર માન્ય છે. ખાસ વસ્તુ એ છે કે તમે Android વપરાશકર્તા છો અથવા iOS છો – તો પણ બંને પ્લેટફોર્મ્સ પર આ એપ ઉપલબ્ધ છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: જેઠાલાલની આખી ગેંગનુ મોઢું બગડી જશે, કાર્તિક નાયરાએ કરી બતાવ્યું એવું કામ

ટીવી જગતનાં બે મોટા શો કે જેણે શરૂઆતથી જ દર્શકોનાં દિલમાં જગ્યા બનાવી લીધી છે. એક યે રિશ્તા ક્યા કહેલાતા હે અને બીજો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તારક મહેતા 28 જુલાઈ 2008માં અને યે રિશ્તા… 12 જાન્યુઆરી 2009નાં રોજ ઓનએયર થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન