TopHeadline:12 June 2019 til 12 pm National Gujarat
  • Home
  • Gujarat
  • [email protected] PM: ‘વાયુ’ વાવાઝોડું 150 KMની ઝડપે ટકરાશે, આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા સહિતના સમાચાર

[email protected] PM: ‘વાયુ’ વાવાઝોડું 150 KMની ઝડપે ટકરાશે, આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા સહિતના સમાચાર

 | 11:57 am IST

સૌરાષ્ટ્ર-કચ્છ પર ઝળુંબી રહેલું વાયુ વાવાઝોડું હવે વેરાવળથી 325 કિલોમીટર જ દૂર તથા ‘વાયુ’ વાવાઝોડાને કારણે કોઈ જ જાનહાની ન થાય તે માટે તંત્ર સાબદુ થઇ ગયું અને ‘વાયુ’ વાવાઝોડુ આજે રાત્રે અથવા તો આવતીકાલે વહેલીસવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે તથા ભીષણ ગર્મીથી પીડાતાં ઉત્તર ભારતમાં પહેલાથી જ ભવિષ્યવાણી થઈ અને આતંકીઓ અને અલગાવાદીઓ વિરૂદ્ધ સુરક્ષા એજન્સીઓ સતત કાર્યવાહીથી પાકિસ્તાન બોખલાયુ તથા પી.એન.બી. ના આશરે 13 હજાર કરોડ લૂંટનારા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની જામીન અરજી પર નિર્ણય આવશે તેમજ સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવમાં વધારાને ધ્યાનમાં રાખીને સરકારે  ડુંગળીના નિકાસને પ્રોત્સાહન આપવાનું બંધ કર્યું તથા હરિયાણી ડાન્સર સપના ચૌધરી સોશિયલ મીડિયા પર  ટ્રોલ થઇ અને વર્લ્ડ કપ 2019માં વરસાદને કારણે મંગળવારે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ રદ કરવામાં આવી સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1:‘વાયુ’ વાવાઝોડું વેરાવળથી 325 KM દૂર, 140-150 KMની ઝડપે ટકરાશે, NDRFની 36 ટીમ તૈનાત

સૌરાષ્ટ્ર-કચ્છ પર ઝળુંબી રહેલું વાયુ વાવાઝોડું હવે વેરાવળથી 325 કિલોમીટર જ દૂર છે અને કલાકના નવ કિમીની ગતિથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું ગંભીરથી અતિગંભીર કેટેગરીમાં ફેરવાઇ ગયું છે. એવા સંજોગોમાં 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંચથી સાત ઇંચ વરસાદ ખાબકી જાય તેવી પણ શકયતા છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: ‘વાયુ’: આજથી ત્રણ દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા, આ મંત્રીઓને સોંપાઇ જવાબદારી

‘વાયુ’ વાવાઝોડાને કારણે કોઈ જ જાનહાની ન થાય તે માટે તંત્ર સાબદુ થઇ ગયું છે. રાજ્ય સરકાર દ્વારા તમામ મંત્રીઓને અલગ-અલગ જવાબદારી સોંપાઇ છે. હવામાન વિભાગ તરફથી 12 થી 14 જૂન સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમુક જગ્યાએ અતિભારે વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: ‘વાયુ’નો ખતરો: સૌરાષ્ટ્રના છેવાડાના ગામોમાં ધોધમાર વરસાદ, પોરબંદર-વેરાવળ-દીવનો દરિયો ગાંડાતૂર

‘વાયુ’ વાવાઝોડુ આજે રાત્રે અથવા તો આવતીકાલે વહેલીસવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે. ત્યારે વાવાઝોડાને લઇને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ સહિત દીવમાં ધીમી ધારે વરસાદ શરૂ થઇ ગયો છે. દીવમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ ઉનામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઇ ગયો છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: 110થી 135 કિ.મી.ના વાવાઝોડા સાથે 5 થી 7 ઇંચ વરસાદ ખાબકી જવાની સંભાવના

આ વાવાઝોડું ગોવાથી ૩૪૦ કિમી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં, મુંબઈથી ૪૯૦ કિ.મી. ઉત્તરપશ્ચિમ દિશામાં તથા વેરાવળથી ઉત્તરે ૬૫૦ કિમી દૂર છે. કલાકના નવ કિમીની ગતિથી આગળ વધતા તીવ્ર વાવાઝોડાને લીધે આવતા ૧૨ કલાકમાં કેટલાક સ્થળોએ ભારે પવનની સાથે વ્યાપક વરસાદની પણ શકયતા છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: પડતાં પર પાટું: ‘વાયુ’ ચોમાસાની પથારી ફેરવશે! ઉત્તર ભારતમાં મચી જશે હાહાકાર

ભીષણ ગર્મીથી પીડાતાં ઉત્તર ભારતમાં પહેલાથી જ ભવિષ્યવાણી થઈ ચૂકી છે કે ચોમાસું મોડુ બેસશે અને વરસાદ મોડો આવશે. ધીરે ધીરે જે રીતે વરસાદ આગળ વધી રહ્યો હતો એનાં પરથી એવું લાગી રહ્યું છે કે થોડાક દિવસોમાં રાહતનાં સમાચાર મળી શકે છે. પરંતુ તોફાન વાયુનાં હાહાકારને લીધે હવે આશંકા બદલી રહી છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: અમિત શાહની કાર્યવાહીથી ગભરાયુ ISI, કાશ્મીરમાં બનાવ્યુ નવું અલગાવવાદી ગ્રુપ

એક બાજુ પાકિસ્તાન આતંકવાદ સામે કડક પગલા ઉઠાવી રહ્યાના બણગા ફુકે છે તો એક બાજુ સતત પાકિસ્તાનના ખોળે આતંકવાદ પાંગરી રહ્યો છે. આતંકીઓ અને અલગાવાદીઓ વિરૂદ્ધ સુરક્ષા એજન્સીઓ સતત કાર્યવાહીથી પાકિસ્તાન બોખલાયુ છે. પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઈએસઆઈએ ભારત વિરૂદ્ધ નવું ષડયંત્ર રચવાની શરૂઆત કરી દીધી છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: ભાગેડુ નીરવ મોદી ભારત આવશે કે નહીં, આજે થશે કોર્ટમાં સુનાવણી

પંજાબ નેશનલ બેંક (પી.એન.બી.) ના આશરે 13 હજાર કરોડ લૂંટનારા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીની જામીન અરજી પર નિર્ણય બુધવારે સવારે 10 વાગ્યે આવશે. મંગળવારે લંડનની જસ્ટીસ કોર્ટમાં ટ્રાયલ પૂર્ણ થઇ હતી. અગાઉ, વેસ્ટમિન્સસ્ટર કોર્ટે તેની જામીન અરજીને સળંગ ત્રણ વાર ફગાવી દીધી હતી. નીરવને 19 માર્ચે 13 હજાર કરોડના કૌભાંડના આરોપસર સ્કોટલેન્ડ યાર્ડમાં ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય એજન્સીઓ સતત નીરવ મોદીને પ્રત્યાર્પણ કરવાનો પ્રયાસ કરી રહી છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: મોદી સરકારે ગરીબોની કસ્તુરી બાબતે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું થશે ફાયદો

સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવમાં વધારાને ધ્યાનમાં રાખીને સરકારે તેના તાજા અને કોલ્ડ સ્ટોરેજ ડુંગળીના નિકાસને પ્રોત્સાહન આપવાનું બંધ કર્યું છે. ડુંગળીની નિકાસ પર મર્ચેન્ડાઇઝ એક્સપોટ્સ ફ્રોમ ઇન્ડિયા સ્કિમ (એમઇઆઇએસ) હેઠળ માલના એફઓબી (લોડિંગ મૂલ્ય)ના 10 ટકાની બરાબર શુલ્કની સ્લિપનો લાભ આપવામાં આવતો હતો. આ સ્લિપનો ઉપયોગ મૂળ આયાત ડ્યુટી સહિત વિવિધ પ્રકારના ચાર્જની ચૂકવણી માટે કરી શકાય છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: સપના ચૌધરીએ પોસ્ટ કર્યો નવો ફોટો, લોકોએ કહ્યું ‘દેશી ઘી ખાય છે કે પછી..!!!

હરિયાણી ડાન્સર સપના ચૌધરી થોડા સમય પહેલા ચૂંટણીના માહોલમાં ભાજપનો પ્રચાર કરતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર પણ તે વધારે પડતી એક્ટિવ રહેતી જોવા મળે છે. હાલમાં તો ફરી એકવાર તે ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી છે. પરંતુ આ વખતે લોકોએ વખાણ તો કર્યા પણ સાથે સાથે ટ્રોલ થવાનો વારો આવ્યો છે. સપનાં ચૌધરીએ ગોલ્ડન બ્લેક કલરની સાડી પહેરી છે અને મેકઅપ ધરાવતી આ તસવીરમાં સપના સુંદર લાગી રહી છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: વર્લ્ડ કપ 2019માં વરસાદે પણ બનાવી દીધો આ રેકોર્ડ

વર્લ્ડ કપ 2019માં વરસાદને કારણે મંગળવારે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ રદ કરવામાં આવી હતી. બ્રિસ્ટલમાં રમાનાર આ મેચ એક બોલ પણ ફેંક્યા વિના રદ કરવી પડી હતી. વર્લ્ડ કપ 2019માં આ ત્રીજી વખત છે, જ્યારે વરસાદને કારણે મેચ રમાઈ શકી ન હોય, અને તે એક રેકોર્ડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન