12-th-October-2021-Gujarati-top-news-headlines-till-03-pm
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બાળકોની રસી કોવેક્સિનને મળી મંજૂરી સહિતના મહત્ત્વના સમાચાર

બાળકોની રસી કોવેક્સિનને મળી મંજૂરી સહિતના મહત્ત્વના સમાચાર

 | 2:54 pm IST
  • Share

કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે બાળકો માટે કોરોના રસીને મંજૂરી મળી ગઇ છે. જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સેનાનું ‘ઓલ આઉટ’ ઓપરેશન ચાલી રહ્યું છે. દિવાળીના તહેવારોને લઈ રાજ્યના ST વિભાગે તૈયારી કરી લીધી છે. આજે સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે ભાજપ પ્રમુખ સી.આર પાટીલનો પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. સહિતના બપોરે 03 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચાર

વધુ વાંચો: બાળકોની રસીને લઇ મોટા સમાચાર, કોવેક્સિનને સરકારે આપી દીધી મંજૂરી

કોરોનાની ત્રીજી લહેરની આશંકાની વચ્ચે બાળકો માટે કોરોના રસીને મંજૂરી મળી ગઇ છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ દેશમાં 2 થી 18 વર્ષ માટે કોવેક્સિનની કોરોના રસીને મંજૂરી આપી દીધી છે. સરકારની તરફથી આ વેક્સિનને લઇ ટૂંક સમયમાં જ ગાઇડલાઇન રજૂ કરાશે. બાળકોને કોવેક્સિનના બે ડોઝ અપાશે.

વધુ વાંચો: JK: પાંચ જવાનોની શહાદતથી સેના આક્રમક, 24 કલાકમાં 6 આતંકી ઠાર

જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સેનાનું ‘ઓલ આઉટ’ ઓપરેશન ચાલી રહ્યું છે. જમ્મુ -કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં સુરક્ષાદળોએ 6 આતંકીઓને ઠાર કર્યા છે. આમાંના કેટલાક આતંકવાદીઓ હાલમા કરેલી નાગરિકોની હત્યામાં પણ સામેલ હતા. જોકે, આ ઓપરેશન દરમિયાન એક JCO સહિત 5 સેનાના જવાનો શહીદ પણ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, છેલ્લા 30 કલાકમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે 5 એન્કાઉન્ટર થયા છે.

વધુ વાંચો: ST વિભાગની દિવાળીને લઈ તૈયારી: 52 લોકોનું બુકીંગ હોય તો બસ તમારા દ્વારે

દિવાળીના તહેવારોને લઈ રાજ્યના ST વિભાગે તૈયારી કરી લીધી છે. એસટી નિગમ દ્વારા પ્રવાસીઓ માટે એક વિશેષ એક્શન પ્લાન તૈયાર કરીને રાખ્યો છે. એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારમાં વધારાની બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે, જેમાં 200 બસ વધારાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

 વધુ વાંચો: પેજ કમિટીના કાર્યક્રમમાં પાટીલના નિવેદનથી પક્ષના જ ધારાસભ્યો ચિંતામાં!

આજે સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે ભાજપ પ્રમુખ સી.આર પાટીલનો પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં તેમનું સ્વાગત કરાયું હતું અને કાર્યકરો સાથે બાઈકલ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. ટાઉનહોલ ખાતે પહોંચ્યા બાદ પેજ કમિટીના ક્રાયક્રમમાં સી.આર.પાટીલે એક સભા સંબોધી હતી. 

વધુ વાંચો: JK: પાંચ જવાનોની શહાદતથી સેના આક્રમક, 24 કલાકમાં 6 આતંકી ઠાર

જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સેનાનું ‘ઓલ આઉટ’ ઓપરેશન ચાલી રહ્યું છે. જમ્મુ -કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં સુરક્ષાદળોએ 6 આતંકીઓને ઠાર કર્યા છે. આમાંના કેટલાક આતંકવાદીઓ હાલમા કરેલી નાગરિકોની હત્યામાં પણ સામેલ હતા. જોકે, આ ઓપરેશન દરમિયાન એક JCO સહિત 5 સેનાના જવાનો શહીદ પણ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, છેલ્લા 30 કલાકમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે 5 એન્કાઉન્ટર થયા છે.

વધુ વાંચો: NHRCના 28મા સ્થાપના દિવસ પર PM મોદીએ પાઠવ્યો ખાસ સંદેશ

NHRCના 28મા સ્થાપના દિવસ પર PM મોદીએ કર્યુ સંબોધન. PM મોદીએ કહ્યું કે ભારતે વિશ્વને અહિંસાનો માર્ગ બતાવ્યો. મોદીએ કહ્યું કે એક સમયે જ્યારે સમગ્ર વિશ્વ વિશ્વયુદ્ધની હિંસામાં સળગી રહ્યું હતું, ત્યારે ભારતે સમગ્ર વિશ્વને ‘અધિકાર અને અહિંસા’ નો માર્ગ દર્શાવ્યો હતો. માત્ર દેશ જ નહીં પરંતુ આખું વિશ્વ આપણા બાપુને માનવ અધિકારો અને માનવીય મૂલ્યોના પ્રતીક તરીકે જુએ છે. ભારત માટે માનવાધિકાર સર્વોપરી છે.

વધુ વાંચો: ઇઝરાયલ અને ભારતની ગાઢ મિત્રતા પર ઇમરાન ખાને ભડાસ કાઢી

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને તાજેતરમાં આવેલા એક ઇન્ટરવ્યુમાં કેટલાંય મુદ્દાને લઇ વિસ્તારથી વાત કરી. આ ઇન્ટરવ્યુમાં ઇમરાને ભારત, ઇઝરાયલ અને અમેરિકા જેવા કેટલાંય દેશોની સાથે સંબંધો પર વાતચીત કરી. તેમણે ફરી એકવખત ભારપૂર્વક કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે તાલિબાનને માન્યતા આપવી જોઇએ.

વધુ વાંચો: જેલમાં ગયાને છૂટાછેડા; 41ની ઉંમરમાં સ્ટાર્ટઅપ શરૂ કર્યું આજે અબજોનું સામ્રાજ્ય

ડ્રૂમ જેવા સફળ સ્ટાર્ટઅપના ફાઉન્ડર સંદીપ અગ્રવાલ ઇનસાઇડર ટ્રેડિંગના આરોપમાં અમેરિકામાં FBI દ્વારા ધરપકડ કરાઇ હતી. તેમના પત્ની અને પાર્ટનર સાથે તેમનો ઝઘડો થયો અને છૂટાછેડા થઇ ગયા. પરંતુ તેમણે કયારેય હાર માની નહીં.

 વધુ વાંચો:  ‘દ્રશ્યમ’ની અભિનેત્રી શ્રિયા સરને કર્યો ખુલાસો, એક વર્ષ પહેલા આપ્યો હતો દીકરીને જન્મ

ફિલ્મ ‘દ્રશ્યમ’ ની અભિનેત્રી શ્રિયા સરને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી ખુલાસો કર્યો છે કે તે વર્ષ 2020માં એક દીકરીની માતા બની છે. તેણે 2018માં રશિયન બોયફ્રેન્ડ આન્દ્રે કોશેવ (Andrei Koscheev) સાથે લગ્ન કર્યા. આ વર્ષે ઓગસ્ટમાં તે સ્પેનથી ભારત પરત ફરી ત્યારથી તેની પ્રેગનેન્સીની અફવાઓ ફેલાઈ રહી હતી. જેના પર શ્રિયાએ પોસ્ટ કરીને આ અફવાઓ પર બ્રેક લગાવી દીધી છે.

વધુ વાંચો: નવદુર્ગાનું સાતમું સ્વરૂપ શ્રીકાલરાત્રિની કરો ઉપાસના

મા દુર્ગાજીની સાતમી શક્તિ કાલરાત્રિના નામે ઓળખાય છે. તેમના દેહનો રંગ ગાઢ અંધકારની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખરાયેલા લઘરવઘર છે. ગળામાં વિદ્યુતની જેમ ચમકનારી માળા છે. દેવીને ત્રણ નેત્રો છે. એ ત્રણેય નેત્રો બ્રહ્માંડની જેમ ગોળ છે. જેમાંથી વીજળી જેવા ચમકારા થતા રહે છે. તેમની નાસિકાના શ્વાસ – પ્રશ્વાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ લબકારા મારતી બહાર નીકળતી રહે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો