છોકરીના 12 વર્ષ જોઈ લો માત્ર ત્રણ મિનિટમાં, VIDEO - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • છોકરીના 12 વર્ષ જોઈ લો માત્ર ત્રણ મિનિટમાં, VIDEO

છોકરીના 12 વર્ષ જોઈ લો માત્ર ત્રણ મિનિટમાં, VIDEO

 | 9:44 am IST


કોઈ પણ વીડિયો તૈયાર કરતાં મહત્તમ પાંચ, ચાર કે ત્રણ મિનિટનો સમય લાગે છે, પરંતુ એક પિતાને તેમની વ્હાલસોયી દીકરીનો ત્રણ મિનિટનો વીડિયો બનાવવામાં 12 વર્ષ લાગ્યા છે. આ સાંભળી ખરેખર આશ્ચર્યમાં પડી જવાય તેમ છે. વીડિયોમાં વળી એવું તે શું છે તે જાણવાની ઉત્કંઠા જાગે તે સહજ છે.

પિતાની 12 વર્ષની મહેનતનું પરિણામ ફળદાયી સાબિત થયું છે. આ વીડિયો વાયરલ થઈ ગયો છે અને અત્યાર સુધી 18 લાખ લોકોએ તેને નજરોનજર દેખ્યો છે. નિઃશંકપણે વીડિયોમાં કાંઈક વિશેષ હશે જ કે વીડિયો ધૂમ મચાવી રહ્યો છે.

કેવિન સ્ક્રગ્સે તેમની વ્હાલસોયી દીકરી મેકેંઝીનો વીડિયો તૈયાર કર્યો છે. સ્ક્રગ્સે દર વર્ષે શાળાના પ્રથમ દિવસે મેકેંઝી સાથે વાત કરીને વીડિયો બનાવતા હતાં. સ્ક્રગ્સે લાઈફ કોચ અને લેખક છે. દીકરીએ 10 જૂને હાઈ સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારે તેમણે બધા જ વીડિયોને ભેગા કરી એક વીડિયો બનાવ્યો અને શેર કર્યો હતો.