ગેરકાયદેસર રીતે રહેતા 33 ભારતીયો અને 121 પાકિસ્તાનીઓને અમેરિકાએ હાંકી કાઢ્યાં - Sandesh
  • Home
  • World
  • ગેરકાયદેસર રીતે રહેતા 33 ભારતીયો અને 121 પાકિસ્તાનીઓને અમેરિકાએ હાંકી કાઢ્યાં

ગેરકાયદેસર રીતે રહેતા 33 ભારતીયો અને 121 પાકિસ્તાનીઓને અમેરિકાએ હાંકી કાઢ્યાં

 | 9:48 am IST

અમેરિકાએ તેને ત્યાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકો વિરૂદ્ધ મોટાપાયે કાર્યવાહી હાથ ધરી છે. અમેરિકાએ 33 ભારતીય નાગરિકોને સ્વદેશ પરત મોકલી દીધા હતાં. જ્યારે 121 પાકિસ્તાની નાગરિકોને પણ તેમના દેશમાં પરત મોકલી આપવામાં આવ્યાં છે.

દિલ્હીના ઈંદિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગત 14 ફેબ્રુઆરીએ સવારે એક વિમાને ઉતરાણ કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અમેરિકામાંથી પરત કરવામાં આવેલા લોકો સવાર હતાં. એરપોર્ટની સુરક્ષામાં તૈનાત CISFઆ એક અધિકારીએ જણાવ્યું હતું કે, તે વિમાનમાં 33 ભારતીયો સવાર હતાં. જેમને દિલ્હીના એરપોર્ટ પર ઉતારવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ 121 પાકિસ્તાનીઓને તેમના દેશ પરત મોકલવા વિમાને ઈસ્લામાબાદની વાટ પકડી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓ એરપોર્ટ પર હાજર રહ્યાં હતાં અને તમામ જરૂરી ઔપચારીકતાઓ પૂરી કર્યા બાદ તમામ મુસાફરોને તેમના રાજ્યમાં મોકલી દેવામાં આવ્યાં હતાં. વધુ એક અધિકારીના જણાવ્યા પ્રમાણે સમય સમયે ભારતીયોને બે કે ત્રણ બેંચનાં પરત મોકલવામાં આવતા હોય છે. પરંતુ પહેલીવાર એવું બન્યું હતું કે દક્ષિણ એશિયાના લોકોથી ભરેલો સ્પેશિયલ પ્લેન દિલ્હીના એરપોર્ટ પર લેન્ડ થયું હોય.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલે કોઈ પણ ભારતીય વિરૂદ્ધ પોલીસે કોઈ જ કેસ દાખલ કર્યો નથી. નવી દિલ્હીમાં અમેરિકાન દૂતાવાસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી ઈમિગ્રેશન કાયદા સાથે સંકળાયેલી નથી, પરંતું તેનો હેતું આ પ્રકારના મામલે ભારત સાથે સુમેળ ભર્યા સંબંધો સ્થાપિત કરવાનો છે.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ પ્રશાસન ગેરકાયદેસર રહેતા પ્રવાસીઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ્ર ટ્રમ્પે 25 જાન્યુઆરી, 2017ના રોજ આંતરીક સુરક્ષાને ધ્યાનમાં રાખી એક આદેશ બહાર પાડ્યો હતો. જેને અંતર્ગત એજન્સીઓને અમેરિકાના ઈમિગ્રેશન કાયદાનો વધુ કડક બનાવતા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકો વિરૂદ્ધ પગલાં ભરવાની વાત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.