ગાંધીગીરીના 125માં વર્ષે સત્યાગ્રહના જન્મસ્થળ પર પહોંચ્યા સુષ્મા સ્વરાજ, જુઓ વિડીયો - Sandesh
NIFTY 11,447.10 +91.35  |  SENSEX 37,922.01 +277.11  |  USD 69.9225 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ગાંધીગીરીના 125માં વર્ષે સત્યાગ્રહના જન્મસ્થળ પર પહોંચ્યા સુષ્મા સ્વરાજ, જુઓ વિડીયો

ગાંધીગીરીના 125માં વર્ષે સત્યાગ્રહના જન્મસ્થળ પર પહોંચ્યા સુષ્મા સ્વરાજ, જુઓ વિડીયો

 | 4:38 pm IST

વર્ષ 1893ની 7મી જૂનની એ રાત્રે જ્યારે બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધીને ટ્રેનના પ્રથમ વર્ગના કોચમાંથી ધક્કો મારીને હાંકી કાઢવામાં આવ્યા, ત્યારે પ્લેટફોર્મના પીટરમેરિઝ્બર્ગ વેઇટિંગ રૂમમાં કડકડતી ઠંડીમાં તેમણે આખી રાત પસાર કરી હતી. એ અપમાન એટલું અસહ્ય હતું કે ઓવરકોટ સામાનમાં હતો, છતાં માંગવાની પણ હિંમત નહોતી ચાલી.

બસ, એ જ રાત્રે આ વેઇટિંગરૂમમાં બેસીને ગાંધીજી રાતભર સૂઈ નહોતા શક્યા અને તેમની સાથે થયેલા આ અન્યાય સામે લડવાનો નિર્ધાર કર્યો હતો. આ રીતે એ વેઇટિંગરૂમ અહિંસક સત્યાગ્રહનું જન્મસ્થળ બન્યો. એ વખતે ગાંધીજીને પણ ખબર નહીં હોય કે ભવિષ્યમાં તેમનો આ વિચાર આફ્રિકામાં રંગભેદની નીતિ સામે અને પછીથી ભારતની આઝાદીની લડત માટેનો મૂળ વિચાર બનશે તેમજ સમગ્ર વિશ્વના અનેક લોકો માટે પ્રેરણાનો સ્રોત બનશે.

ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આજે પેન્ટાર્રીચથી પીટરમેરિઝ્બર્ગ સુધી ટ્રેનમાં મુસાફરી કરી. આ એ રેલવે સ્ટેશન છે જ્યાંથી યુવા મહાત્મા ગાંધીને ‘વ્હાઇટ-ઓન્લી’ કમ્પાર્ટમેન્ટ દર્શાવીને સામાન સહિત ઉતારી દેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ જ ગાંધીજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી હતી. સુષ્મા સ્વરાજ હાલ સાઉથ આફ્રિકાની 5 દિવસની મુલાકાતે છે. બુધવારે તેઓએ ગાંધીજીએ જે સ્થળે અહિંસક સત્યાગ્રહની શરૂઆત કરી ત્યાં વૃક્ષારોપણ કર્યુ હતું.

વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્ટેશનની મુલાકાતને ધર્મસ્થળની મુલાકાત સાથે સરખાવી હતી અને આ વેઇટિંગરૂમમાં સત્યાગ્રહનું જન્મસ્થળ પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું.