Gold and Genius movie's songs released today
  • Home
  • Entertainment
  • Bollywood
  • અક્ષયની ગોલ્ડ અને જિનીયસ ફિલ્મનું સોન્ગ આજે થયું રિલીઝ

અક્ષયની ગોલ્ડ અને જિનીયસ ફિલ્મનું સોન્ગ આજે થયું રિલીઝ

 | 6:13 pm IST

આજે ગુરુવારે બે ગીત રિલીઝ થયા છે. જેમાં અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડનું અને જિનીયસ ફિલ્મનું ગીત રિલીઝ થઈ ગયું છે.

ગોલ્ડનું ગીત રિલીઝ
અક્ષય કુમાર અપકમિંગ ફિલ્મ ગોલ્ડને લઈને ફરી ચર્ચામાં છે. ત્યારે ફિલ્મનું બીજુ ગીત આજે રિલીઝ કરવામાં આવ્યું છે. મેકર્સ દ્વારા સોન્ગ ચઢ ગઈ હૈ… રિલીધ કરાયું છે, જેમાં અક્ષય કુમાર નશામાં ધૂત નજર આવી રહ્યો છે અને બેકાબૂ બનીને મહેફિલમાં ડાન્સ કરી રહ્યો છે. ફિલ્મની સ્ટોરી મુજબ, ઈન્ડિયન ફુટબોલ એસોસિયેશનની પાર્ટીમાં ટીમના કોચ બનેલા અક્ષય કુમાર અચાનક નશામાં ચૂર થઈ જાય છે, અને ધોતી ઉઠાવીને ડાન્સ કરવા લાગે છે.

સની દેઓલના પુત્રની ફિલ્મનું સોન્ગ રિલીઝ
તો બીજી તરફ, ગદર એક પ્રેમકથામાં સની દેઓલના દીકરાનો રોલ કરનાર ઉત્કર્ષ શર્માએ સિલ્વર સ્ક્રીન પર વાપસી કરી છે. 2001માં આવેલી ગદર – એક પ્રેમકથા સુપરહીટ રહી હતી, અને તેણે બોક્સ ઓફિસ પર જબરદસ્ત રેકોર્ડ બનાવ્યા હતા. ફિલ્મના ડાયેરક્ટર અનિલ શર્મા હતા. હવે તેઓ જિનીયસ ફિલ્મથી પોતાનો દીકરો ઉત્કર્ષ શર્માને લોન્ચ કરી રહ્યા છે. હાલમાં જ જિનીયસનું ટ્રેલર લોન્ચ થયું છે. જેમાં ઉત્કર્ષ રોમાન્ટિક અને એક્શન અવતારમાં દેખાયા હતા. મેકર્સે આજે ગુરુવારે તેનું પહેલુ ગીત તેરા ફિતુર રિલીઝ કર્યું છે. જેમાં ઉત્કર્ષ એક્ટ્રેસ ઈશિતા ચૌહાણના પ્રેમમાં દેખાઈ રહ્યો છે.