12th-october-2018-12-pm-top-news-headlines/
  • Home
  • Featured
  • News @12 PM: ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો, ટ્રમ્પની ધમકી સહિતના અહેવાલો

News @12 PM: ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો, ટ્રમ્પની ધમકી સહિતના અહેવાલો

 | 11:55 am IST

ગુજરાતના શાળા સંચાલકોએ રાજ્ય સરકારની આબરૂના લીરે લીરા ઉડાડ્યા. લોબાન વાવાઝોડાનો વધતો ખતરો, બપોર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે. નોકરીમાં પરપ્રાંતીયો વધુ હશે તો BJPના MLA આંદોલન કરશે. કોંગ્રેસને તેની જ ભાષામાં જવાબ આપશે મોદી સરકાર. શેરબજારમાં તહેવારનો માહોલ. MeToo અભિયાનના સપાટામાં વધુ 3 બોલિવૂડ સેલેબ્રિટી ફસાઈ. ટ્રમ્પની ખુલ્લી ધમકી, પીરિયડ મિસ થયા બાદ આ છે પ્રેગનેન્સીના લક્ષણ સહિત દેશ -વિદેશ અને બોલિવૂડની ચટપટી ખબરો સહિતનાં મહત્વના સમાચાર.

આ પણ વાંચો- 1: શાળાઓએ નવરાત્રિ વેકેશનનો અમલ ન કરી ગુજરાત સરકારના ધજાગરા ઉડાડયા!

રાજ્યભરની શાળા અને કોલેજોમાં ચાલુ વર્ષથી નવરાત્રિ વેકેશનની કરાયેલી જાહેરાતનું સુરત જિલ્લામાં સૂરસૂરિયું થઇ ગયું છે. એવામાં હવે સરકાર અને શિક્ષણ તંત્ર માટે ચીઠ્ઠીના ચાકર બનતા જિલ્લા શિક્ષણાધિકારી 423 ખાનગી શાળાઓને નોટિસ ફટકારીને સૂરમા બનવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો- 2: લોબાન વાવાઝોડાનો વધતો ખતરો, બપોર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે, શું વરસાદ પડશે?

અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા લોબાન વાવાઝોડાનો ખતરો વધી ગયો છે. લોબાન વાવાઝોડાના ખતરાના લીધે નેશનલ ઇમરજન્સી રિસપોન્સ સેન્ટરે એલર્ટ આપ્યું છે. 80 થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

આ પણ વાંચો- 3: નોકરીમાં પરપ્રાંતીયો વધુ હશે તો BJPના MLA આંદોલન કરશે

હિંમતનગરના ઢુંઢર ગામની બાળા સાથે દુષ્કર્મ બાદ ગુજરાતભરમાં પરપ્રાંતીયો સામે રોષ ફાટી નીકળ્યો હતો અને એક પછી એક હુમલાની ઘટના સામે આવતાં મોટી સંખ્યામાં પરપ્રાંતીયોને હિજરત કરવાની ફરજ પડી છે.

આ પણ વાંચો- 4: કોંગ્રેસને તેની જ ભાષામાં જવાબ આપશે મોદી સરકાર, અંબાણીને બનાવશે હથિયાર

નિયમોને નેવે મુકીને અનિલ અંબાણીની રિલાયંસને રાફેલ ફાઈટર જેટ્સ ડીલમાં શામેલ કરવાના કોંગ્રેસ મોદી સરકાર પર આરોપ લગાવી રહી છે. તો હવે કેન્દ્રની મોદી સરકાર પણ કોંગ્રેસને આ મુદ્દે જ ભેડવવા માંગે છે.

આ પણ વાંચો- 5: શેરબજારમાં તહેવારનો માહોલ, સેન્સેક્સમાં 480નો ઉછાળો

આજે શેરબજારે સારી રીતે શરૂઆત કરી છે. સેન્સેક્સ 450 પોઇન્ટથી ઉપર ગયો છે, જ્યારે નિફ્ટી 150 પોઇન્ટની મજબૂતાઇ દર્શાવે છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.5 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો- 6: #MeToo: હવે ભરાયા નિર્માતા-દિગ્દર્શક સુભાષ ઘાઈ, મહિલાએ લગાવ્યો રેપનો આરોપ

બોલીવુડમાં અત્યારે #MeToo અભિયાનને લઇને હાહાકાર છે. એક પછી એક દિગ્ગજોનાં નામ સામે આવી રહ્યા છે. હવે જાણીતા નિર્માતા અને નિર્દેશક સુભાષ ઘાઈનું પણ નામ સામે આવ્યું છે.

આ પણ વાંચો- 7: 136 મુસાફરોનો સહેજથી આબાદ બચાવ, વિમાન એરપોર્ટની ઈમારતો-દિવાલો સાથે ટકરાયું

તમિળનાડુના ત્રિચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ઘટતા ઘટતા રહી ગઈ. અહીં ત્રિચીથી દુબઈ જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન રનવે પરથી ટેકઓફ થયા બાદ જ એરપોર્ટના કંપાઉંડમાં રહેલી ઈમારતો અને દિવાલો સાથે અથડાઈ ગયું.

આ પણ વાંચો- 8: ટ્રમ્પની ખુલ્લી ધમકી, તાકાત હોય તો 4 નવેમ્બર બાદ ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ખરીદી બતાવો

ડૉનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવ્યા બાદ મે મહિનામાં ઈરાન સાથે થયેલી પરમાણું સંધી ફગાવી દીધી હતી અને ઈરાન પર વધુ આકરા પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી હતી. ઈરાન પરના આ નવા પ્રતિબંધો આગામી 4 નવેમ્બરથી લાગુ થઈ રહ્યાં છે.

આ પણ વાંચો- 9: #MeToo: દારૂ પીધેલી હાલતમાં પીયૂષ મિશ્રાએ કરી હતી મહિલા સાથે આવી હરકત

#MeTooમાં હવે જેમનું નામ આવ્યું છે તે છે બોલીવુડનાં જાણીતા સિંગર, રાઇટર અને ડાયરેક્ટર પીયૂષ મિશ્રા. પીયૂષ મિશ્રા પર એક મહિલા પત્રકારે જાતિય દુરવ્યવહારનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો- 10: ડેબ્યુ મેચમાં શાર્દુલ ઠાકુરની સાથે થઇ અનહોની, જવું પડ્યું મેદાનની બહાર

ભારત અને વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે હૈદરાબાદમાં રમવામાં આવી રહેલ બીજી ટેસ્ટની સાથે શાર્દુંલ ઠાકોરે ડેબ્યુ કર્યું. શાર્દુલને મોહમ્મદ શમીની જગ્યાએ ટીમ ઇન્ડિયામાં તક આપવામાં આવી છે.

આ પણ વાંચો- 11 : પીરિયડ મિસ થયા બાદ આ છે પ્રેગનેન્સીના લક્ષણ જાણવા કરો ક્લિક

શુ તમારા પીરિયડ મિસ થઇ ગયા છે? શુ તમે પ્રેગનેન્સીના લક્ષણ ખબર છે? મહિલાઓ માટે આવા સવાલ સામાન્ય હોય છે. મહિલાઓ માટે પીરિયડ્સ જીવનનો એક જરૂરી ભાગ હોય છે