12th October 2021: Gujarati Top News Headlines Till 06 PM Headline
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આર્યન ખાનને હજુ જેલમાં જ રહેવુ પડશે, રૂપાલની પલ્લી યોજાશે કે નહીં?

આર્યન ખાનને હજુ જેલમાં જ રહેવુ પડશે, રૂપાલની પલ્લી યોજાશે કે નહીં?

 | 5:57 pm IST
  • Share

ગાંધીનગરમાં તલાટી અને તલાટી કમ મંત્રી ગેરહાજર રહેવાની ફરિયાદો સામે આવી છે. ત્યારે આ ફરિયાદના પગલે ગ્રામ પંચાયત ગૃહ નિર્માણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તલાટી અને તલાટી કમ મંત્રીઓની હવેથી ઓનલાઇન હાજરી લેવામાં આવશે. દરેક પંચાયતમાં બાયો મેટ્રિક સિસ્ટમ ઊભી કરવામાં આવશે. અરજદારોની ફરિયાદના આધારે પંચાયત વિભાગે વિચારણા કરીએ આ નિર્ણય લીધો છે. ત્યારે કામચોરી કરતા તલાટીઓ સામે પંચાયત વિભાગે કડક વલણ અપનાવ્યુ છે..સહિતના અત્યાર સુધીના મહત્વના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: ગાંધીનગરમાં રૂપાલની પલ્લી-મેળો યોજાશે કે નહીં? મળ્યા ખુશખબર

ગાંધીનગરના રૂપાલ ગામે આ વર્ષે પણ કોરોના નિયમો સાથે માત્ર ગામના લોકોની હાજરીમાં દેશ-વિદેશમાં ખ્યાતનામ પલ્લી નીકળશે. પાંડવોના સમયથી ચાલી આવતી આ પરંપરા જળવાઇ રહે તે હેતુથી મંજુરી આપવામાં આવી છે. પાંડવોના સમયથી આ પલ્લી અહીં કાઢવામાં આવી રહી છે. ચાલુ વર્ષે પણ 400 લોકોની મર્યાદામાં અને માત્ર ગામના લોકોની હાજરીમાં પલ્લી કાઢવામાં આવશે. બહારના લોકોને ગામમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. જિલ્લા પોલીસવડાના નેજા હેઠળ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે..

વધુ વાંચવા કરો ક્લિક-2: ગુજરાતમાં કામચોરી કરતા તલાટી કમ મંત્રીઓ સાવધાન: તખ્તો તૈયાર કરાયો

ગાંધીનગરમાં તલાટી અને તલાટી કમ મંત્રી ગેરહાજર રહેવાની ફરિયાદો સામે આવી છે. ત્યારે આ ફરિયાદના પગલે ગ્રામ પંચાયત ગૃહ નિર્માણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તલાટી અને તલાટી કમ મંત્રીઓની હવેથી ઓનલાઇન હાજરી લેવામાં આવશે. દરેક પંચાયતમાં બાયો મેટ્રિક સિસ્ટમ ઊભી કરવામાં આવશે. અરજદારોની ફરિયાદના આધારે પંચાયત વિભાગે વિચારણા કરીએ આ નિર્ણય લીધો છે. ત્યારે કામચોરી કરતા તલાટીઓ સામે પંચાયત વિભાગે કડક વલણ અપનાવ્યુ છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: ઓટો ઇન્ડસ્ટ્રીઝ ટોપ ગિયરમાં: દશેરાએ રાજકોટમાં 1200 મોટરસાયકલની ડિલિવરીના ઓર્ડર!

રાજકોટમાં નવરાત્રી અને દશેરા પર્વ પર વાહનોની મોટાપાયે ખરીદી થઇ રહી છે. દશેરાના દિવસે જ 1200 જેટલી મોટરસાયકલની ડિલિવરી માટે ઓર્ડર થયા છે. દોઢ વર્ષ બાદ ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં તહેવારની ચમક જોવા મળી છે. નવરાત્રી દરમિયાન રોજ 10 ગાડીઓ વેંચાઇ છે. તો દશેરા ઉપર નવા ટુ-વ્હીલરનું બુકીંગ અને ડિલિવરી માટે ભારે રસ જોવા મળ્યો છે.દશેરાએ નવા વાહનની ખરીદી શુકનવંતી માનવામાં આવે છે અને તેનો લાભ પણ ગ્રાહકો લઈ રહ્યા છે. દિવાળીમાં પણ વેપારીઓ આજ રીતની તેજીની આશા રાખી રહ્યાં છે..

વધુ વાંચવા કરો ક્લિક-4: વાજપેયીના વીડિયો દ્વારા વરુણ ગાંધીએ BJP પર નિશાન સાધ્યું!

BJP સાંસદ વરુણ ગાંધીએ ફરી એકવાર પોતાની જ પાર્ટી સામે અવાજ ઉઠાવ્યો છે. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનો એક વીડિયો શેર કરીને તેમણે પોતાની જ પાર્ટીને સલાહ આપી છે. તેમણે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ 1980માં આપેલા એક ભાષણનો વીડિયો શેર કર્યો છે જેમા તેમણે તત્કાલિક પ્રધાનમંત્રી ઈન્દિકા ગાંધી સરકારને ખેડૂતો પર થતા અત્યાચાર સામે વિરોધ નોંધાવ્યો હતો અને ખેડૂતોને પોતાનું સમર્થન આપ્યું હતું.

વધુ વાંચવા કરો ક્લિક-5: NCERT પર ખાસ ધર્મનો પક્ષ લઈ વિદ્યાર્થીઓનું બ્રેનવોશ કરવાનો આરોપ

પાઠ્યપુસ્તકોના સિલેબસને લઈને ઘણી વખત વિવાદો સામે આવી ચુક્યા છે. શું શાળાના પુસ્તકોમાં ખોટો ઈતિહાસ ભણાવવામાં આવી રહ્યો છે? તમને જણાવી દઈએ કે, આજે ટ્વિટર પર તેને લઈને લોકો ચર્ચા કરી રહ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: અફઘાનિસ્તાનઃ હરે રામા, હરે કૃષ્ણાનો નાદ ગૂંજયો, મંદિરમાં ખાસ રીતે ઉજવાઈ નવરાત્રિ

અફઘાનિસ્તાનમાં હાલમાં તાલિબાનનું રાજ ચાલી રહ્યું છે. પહેલા અહીં તાલિબાનનો ડર જોવા મળતો હતો. તેનુ હાલનું ઉદાહરણ જોઈએ તો કાબુલમાં જોવા મળી રહ્યું છે. અહીં હિંદુ સમુદાયના લોકોએ નવરાત્રિના અવસરે કીર્તન અને જગરાતા કર્યા.

વધુ વાંચવા કરો ક્લિક-7: હવે સુધરશે દિવાળીઃ આ રોજિંદી ચીજવસ્તુના ભાવમાં ઘટાડાથી મળશે રાહત

છેલ્લા કેટલાક દિવસોથી ખાદ્યતેલના ભાવમાં સતત વધધટ જોવા મળી રહી છે. મળતી માહિતિ અનુસાર ખાદ્યતેલના ઘરેૂલ અને જથ્થાબંધની સાથે છૂટક ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: T20 વર્લ્ડકપ પહેલા પાકિસ્તાન કેપ્ટનનું મહત્ત્વપૂર્ણ નિવેદન, અમે જ જીતીશું…

IPL-2021 હાલ અંતિમ તબક્કામાં પહોંચી છે. IPL બાદ ટી-20 વર્લ્ડકપ રમાનાર છે, તેમાં ટીમ ઈન્ડિયાનો પહેલી મેચ પાકિસ્તાન સામે છે. 24 ઓક્ટોબરે બે પાડોશી દેશો ક્રિકેટના મેદાનમાં મહાજંગ ખેલશે. છેલ્લા કેટલાંક સમયથી ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ નથી, ત્યારે ભારત અને પાકિસ્તાનના પ્રશંસકો આ ક્ષણને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટી-20 વર્લ્ડકપ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમનું કહેવું છે કે તેમને પુરો આત્મવિશ્વાસ છે કે આ વખતે તેઓ ભારત વિરુદ્ધ ચોક્કસપણે મેચ જીતશે.

 વધુ વાંચવા કરો ક્લિક-9: આર્યન ખાનને હજુ જેલમાં જ રહેવુ પડશે, કોર્ટે નિર્ણય રાખ્યો સુરક્ષિત

મુંબઈમાં થયેલી હાઈપ્રોફાઈલ રેવ પાર્ટીમાં પકડાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં રાહત મળી નથી. આજે એટલે કે ગુરુવારે તેના જામીન અરજી પર સુનાવણી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-10: Facebook-Gmail બાદ હવે Snapchatમાં પણ આવી પરેશાની

આ મહિને વિશ્વની અગ્રણી આઈટી કંપનીઓ સામે મોટી સમસ્યાઓ આવી રહી છે. પહેલા Facebook, Instagram, WhatsApp ઠપ્પ થયું હતું, એ પછી Gmail વાપરવામાં યુઝર્સને પરેશાની આવી અને હવે બુધવારે સાંજે પ્રખ્યાત સોશિયલ મીડિયા એપ Snapchat પણ આખા વિશ્વમાં બંધ થઈ હતી. આ સમય દરમિયાન, ઘણા યુઝર્સને સ્ટોરી અપડેટ્સ પોસ્ટ કરી શક્યા ન હતા કે ન તો મેસેજ મોકલી શક્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો