12th October 2021: Gujarati Top News Headlines Till 12 PM Headline
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પાટીલના એક નિવેદને ઉડાડી ધારાસભ્યોની ઉંઘ!, આતંકીઓએ ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યુ

પાટીલના એક નિવેદને ઉડાડી ધારાસભ્યોની ઉંઘ!, આતંકીઓએ ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યુ

 | 12:00 pm IST
  • Share

ભાજપના રાજમાં નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં એબીવીપી કાર્યકરોને પોલીસે દોડાવી દોડાવીને માર્યા હતા. પોલીસ વાઇસ ચાન્સેલરની મંજૂરીથી આયોજિત ગરબા કાર્યક્રમમાં તૂટી પડી હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ ઉમરા પોલીસ સ્ટેશનમાં જઇને નારાબાજી કરી હતી..સહિતના અત્યાર સુધીના મહત્વના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: પેજ કમિટીના કાર્યક્રમમાં પાટીલના નિવેદનથી પક્ષના જ ધારાસભ્યો ચિંતામાં!

આજે સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે ભાજપ પ્રમુખ સી.આર પાટીલનો પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં તેમનું સ્વાગત કરાયું હતું અને કાર્યકરો સાથે બાઈકલ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. ટાઉનહોલ ખાતે પહોંચ્યા બાદ પેજ કમિટીના ક્રાયક્રમમાં સી.આર.પાટીલે એક સભા સંબોધી હતી. જ્યાં તેમણે વિરોધીઓ પાર્ટીઓ પર જોરદાર વરસ્યા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-2: સુરત: ભાજપના રાજમાં ABVPના કાર્યકરોને પોલીસે દોડાવી દોડાવીને માર્યા

ભાજપના રાજમાં નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં એબીવીપી કાર્યકરોને પોલીસે દોડાવી દોડાવીને માર્યા હતા. પોલીસ વાઇસ ચાન્સેલરની મંજૂરીથી આયોજિત ગરબા કાર્યક્રમમાં તૂટી પડી હોવાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ ઉમરા પોલીસ સ્ટેશનમાં જઇને નારાબાજી કરી હતી.

વધુ વાંચવા કરો ક્લિક-3: કાશ્મીર, બાબરી, જેહાદ..Al-Qaedaના આતંકીઓએ ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યુ

ભારતની ગુપ્તચર એજન્સીઓને હાથ તાળી આપવા માટે આતંકવાદી સંગઠનો એક નવી યુક્તિ સાથે આવ્યા છે. ગુપ્તચર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં આતંકવાદીઓને તાલીમ આપવા માટે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના નામ બદલવામાં આવ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: સ્વિત્ઝર્લેન્ડ પાસેથી ભારતને સિક્રેટ બેન્ક ખાતાની ત્રીજી યાદી મળી

સ્વિત્ઝર્લેન્ડ દ્વારા ભારતને ગુપ્ત સ્વીસ બેન્ક ખાતાઓની માહિતી દર્શાવતી ત્રીજી યાદી સુપરત કરવામાં આવી છે. આ યાદીમાં મોટા ભાગનાં ઉદ્યોગપતિઓ તેમજ કારોબારીઓ, કેટલાક નાગરિકો અને કંપનીઓનાં નામ સામેલ હોવાનું માનવામાં આવે છે. યુરોપનાં આ દેશ દ્વારા 96 દેશો સાથે કરવામાં આવેલી સમજૂતી મુજબ 70 દેશનાં કુલ 33 લાખ ખાતાઓની વિગતો જાહેર કરવામાં આવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: ચીનની રસીમાં દમ જ નથી! WHO એ કહ્યું- ત્રીજો ડોઝ પણ આપો

શું રસીના બે ડોઝ કોરોના વાયરસથી તમારી રક્ષા કરી શકે છે? WHOનું કહેવું છે કે 60 વર્ષથી વધુની ઉંમરના લોકો જેમણે ચીની વેક્સીનના બે ડોઝ લઇ લીધા છે તેમણે કોરોના રસીનો વધુ એક ત્રીજો ડોઝ આપવો જોઇએ. WHOની વેક્સીન એડવાઇઝરે સોમવારના રોજ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ એટલે કે નબળી ઇમ્યુન સિસ્ટમવાળા લોકોને WHOની તરફથી અધિકૃત તમામ કોવિડ-19 રસીનો વધુ એક ડોઝ આપવાની ભલામણ કરી.

વધુ વાંચવા કરો ક્લિક-6: જેલમાં ગયાને છૂટાછેડા; 41ની ઉંમરમાં સ્ટાર્ટઅપ શરૂ કર્યું આજે અબજોનું સામ્રાજ્ય

ડ્રૂમ જેવા સફળ સ્ટાર્ટઅપના ફાઉન્ડર સંદીપ અગ્રવાલ ઇનસાઇડર ટ્રેડિંગના આરોપમાં અમેરિકામાં FBI દ્વારા ધરપકડ કરાઇ હતી. તેમના પત્ની અને પાર્ટનર સાથે તેમનો ઝઘડો થયો અને છૂટાછેડા થઇ ગયા. પરંતુ તેમણે કયારેય હાર માની નહીં.

વધુ વાંચવા કરો ક્લિક-7: હેમાજી સાથે સરખામણી કરવી સારી પરંતુ મારું પોતાનું પણ એક વ્યક્તિત્વ છે: કિયારા અડવાણી

કિયારાને હેમા માલિની સાથે પણ તેની સરખામણી સાથે સરખામણી થઇ રહી છે. એક ઇન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન વાત કરી કે હેમા માલિની સાથે મારી સરખામણી કરવી એ સારી વાત છે પરંતુ મારુ પોતાનું પણ એક વ્યક્તિત્વ છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: માહી માર રહા હૈ : ધોનીએ વિનિંગ શૉટ ફટકારતા જ પત્ની સાક્ષી ભાવુક બની

ધોનીએ ટીમને જીત અપાવી ત્યારે સ્ટેન્ડસમાં બેઠેલા બે બાળકો ભાવુક થઇ ગયા અને રડવા લાગ્યા. પોતાના ફેવરિટ સ્ટારને જૂના રંગમાં જાેતા બાળકો ભાવુક થઇ ગયા, મેચ બાદ તેમને ધોની તરફથી સૌથી મોટી ગિફ્ટ મળી. ધોનીએ એક બોલ પર સાઇન કરી અને તેમને આપી દીધો.  છેલ્લી ઓવરના પહેલા બોલ પર મોઈન અલી મોટો શોટ રમી લેવાના ચક્કરમાં આઉટ થયો. આ પછી ધોનીએ સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. જાેકે તે દરમિયાન ધોનીને કિસ્મતનો સાથ મળ્યો. આ દરમિયાન ટોમ કરને પણ એક બોલ વાઈડ ફેંક્યો હતો. ઓવરના ચોથા બોલ પર તેણે ચોગ્ગો ફટકારીને મેચ પોતાના નામે કરી હતી. રવિવારે દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ ચેન્નાઈએ ૨૦૨૧માં પહેલા જ કવોલિફાયરમાં મહેન્દ્ર સિંહ ધોની પોતાનું શાનદાર પરફોર્મ કરી પ્રશંસકોને મોટી ભેટ આપી છે.

 વધુ વાંચવા કરો ક્લિક-9: PMએ લોંચ કર્યું ISpA :સેટેલાઇટથી ઘેરઘેર પહોંચશે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ

તેમણે જણાવ્યું હતું કે સ્પેસ રિફોર્મ્સ ચાર પિલર પર ઊભા છે. (1) પ્રાઈવેટ સેક્ટરને ઇનોવેશનની છૂટ, (2) ઇનેબલર તરીકે સરકારની ભૂમિકા. (3) ભવિષ્ય માટે યુવાનોને તૈયાર કરવા અને (4) સામાન્ય માણસ માટે સ્પેસ સેક્ટરને વિકાસ તરીકે જોવું.

વધુ વાંચવા કરો ક્લિક-10: નવરાત્રિના પાવન દિવસે પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ

પંચમહાલ જિલ્લામાં શેરી ગરબાની રમઝટ જામી રહી છે. બીજી તરફ્ માતાજીની આરાધનાના પાવન પર્વને લઈ યાત્રાધામ પાવાગઢ ખાતે છઠ્ઠા નોરતાના દિવસે પણ વહેલી સવારે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. સોમવારે પણ અંદાજીત ૮૦ હજાર ઉપરાંત ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત ગરબામાં બહેરા મૂંગા શાળાના બાળકો, વૃદ્ધાશ્રામના આશ્રિાતઓ,ગાંધી આશ્રામના બાળકો સહિત ઉત્સાહભેર ગરબામાં ભાગ લીધો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો