12th October Gujarati Top News Headlines Till 6 PM
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • T-20 વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયાની ચિંતા વધી, ગુજરાતમાંથી ચોમાસાની વિદાય

T-20 વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયાની ચિંતા વધી, ગુજરાતમાંથી ચોમાસાની વિદાય

 | 5:54 pm IST
  • Share

ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી, તે પૂર્વે રાજ્યના 25 જેટલા તાલુકાઓમાં હળવા ઝાપટાથી માંડીને 2 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. જેમાં ગીર-સોમનાથના તલાલા તાલુકામાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ચોટીલામાં સવા ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય રાજ્યના અન્ય 15 જિલ્લાઓમાં હળવા ઝાપટા પડ્યા હતા.

ટીમ ઇન્ડિયાનો મુખ્ય ખેલાડી હાર્દિક પંડ્યા અત્યાર સુધી પણ ઇજાથી ઉભરી શક્યો નથી. આઇપીએલ 2021ની આખી સિઝનમાં તેણે બોલિંગ નથી કરી. તે બેટિંગથી પણ કંઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. તેણે 12 મેચોમાં 14ની સરેરાશથી 127 રન બનાવ્યા છે. ત્યાં જ ઇશાન કિશનની વાત કરીએ તો તેણે 10 મેચોમાં 27ની સરેરાશથી 241 રન બનાવ્યા છે જેમા બે અડધી સદી સામેલ છે.  સહિત સાંજે 6 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચાર પર એક નજર

વધુ વાંચવા કરો ક્લિક-1:  ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની વિદાય, 7 જિલ્લામાં વરસાદની ઘટ

હવામાન વિભાગ દ્વારા નૈઋત્યના ચોમાસાને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની પૂર્ણાહૂતિ થઈ હોવાનું કહેવાયું છે. આ વખતે 7 જિલ્લામાં વરસાદની ઘટ સાથે નેઋત્યના ચોમાસાની વિદાય થઈ ગઈ છે. આવતીકાલથી વાતાવરણ ચોખ્ખુ થઈ જશે અને તાપમાનમાં પણ ધીમે-ધીમે વધારો થશે.

વધુ વાંચવા કરો ક્લિક-2:  VIDEO: યુવતી તાબે ના થતાં ખુલ્લી તલવાર સાથે યુવકનો હોબાળો

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં આવેલા પ્રિયંકા ગ્રીન સિટી ખાતે રહેતા પરપ્રાંતીય પરિવારની યુવતીને છેલ્લા ઘણાં સમયથી તેમની નજીકના ફળિયામાં રહેતો રાહુલસિંહ નામનો યુવક છેડતી કરીને માનસિક ત્રાસ આપી રહ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-3:  કેજરીવાલના ઘર બહાર વિરોધ કરવા ગયેલા મનોજ તિવારી ઘાયલ

દિલ્હીમાં બીજેપી અને આમ આદમી પાર્ટી ફરી એકવાર આમને સામને આવી ગઈ છે. દિલ્હી સરકારે સાર્વજનિક સ્થાનો પર છઠ પૂજા સમારોહ પર રોક લગાવી છે જેનો વિરોધ કરવા માટે ભારતીય જનતા પાર્ટી રોડ પર ઉતરી છે. જેમને રોકવા માટે વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો. આ દરમિયાન બીજેપી સાંસદ મનોજ તિવારી ઘાયલ થયા.

વધુ વાંચવા કરો ક્લિક-4:  આ તારીખથી ડૉમેસ્ટિક ફ્લાઇટ 100% ક્ષમતા સાથે ઉડાન ભરશે

કેન્દ્ર સરકારે તહેવારોની સિઝનમાં મહત્ત્વનો નિર્ણય લીધો છે. જો તમને પણ દિવાળીના તહેવારો પર વતનમાં જવા માટે ફ્લાઈટની ટિકિટ ન મળી રહી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંઘલવારે ડોમેસ્ટિક ફ્લાઈટને લઈને મહત્ત્વનો નિર્ણય લીધો છે. કોરોનાના સમયગાળામાં લાંબા સમયથી 85 ટકા કેપિસિટી સાથે ઉજાન ભરતી ફ્લાઈટ હવે 18 ઓક્ટોબરથી 100 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરી શકશે.

વધુ વાંચવા કરો ક્લિક-5:  અફઘાનિસ્તાનમાં ખતરનાક જગ્યા પર ફસાઇ ગયા હતા બાઇડેન, આ શખ્સે બચાવ્યો હતો જીવ

અફઘાનિસ્તાનમાં અમેરિકન સેનાની સાથે અનુવાદક (Interpreter) તરીકે કામ કરનાર અમન ખલીલી દેશ છોડીને નીકળવામાં સફળ રહ્યા. અમેરિકાના વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. અમન ખલીલી એ જ શખ્સ છે જેમણે એક સમયે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનનો જીવ બચાવ્યો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-6:  નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા પછી સામંથા પહેલી વાર દેખાઈ જાહેરમાં

સાઉથ સિનેમાની સુપરહિટ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ છૂટાછેડા બાદ પ્રથમ વખત જાહેરમાં હાજરી આપી હતી. સામંથા જુનિયર NTR ના ગેમ શો ‘Evaru Meelo Koteeswarulu’, (કૌન બનેગા કરોડપતિની તેલુગુ આવૃત્તિ)માં ગેસ્ટ સેલિબ્રિટી તરીકે જોવા મળી હતી. આ શોનો પ્રોમોમાં સામંથા હોટસીટ પર બેસીને પ્રશ્નોના જવાબ આપતી જોવા મળી રહી છે.

વધુ વાંચવા કરો ક્લિક-7:  ટીમ ઇન્ડિયાની ચિંતા વધી, ટી-20 વર્લ્ડકપ પહેલા 4 ખેલાડી નાપાસ!

આઇપીએલ 2021ને ટી-20 વર્લ્ડકપની તૈયારીઓ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ટી-20 લીગની 60માંથી 58 મેચો રમાઇ ગઇ છે. એટલે કે હવે ટૂર્નામેન્ટ સમાપ્ત થવા તરફ છે. વર્લ્ડકપ માટે પસંદ કરાયેલ 15 સદસ્યોની ટીમના 10 ખેલાડી લીગથી બહાર થઇ ચૂક્યા છે. જેમાથી 6 ખેલાડીઓનું પ્રદર્શન ગત સિઝન કરતા ખરાબ રહ્યું છે.

વધુ વાંચવા કરો ક્લિક-8:  પાટીલના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર- ‘ગુજરાત સરકાર ભાજપની પેઢી નથી’

ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની પેઢી નથી. ભાજપના પ્રમુખ સીઆર પાટીલનું ભાજપના પેજ પ્રમુખોને નોકરી આપવાનું જે નિવદન છે, તે ગુજરાતના રાજકીય ઈતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું જૂઠ્ઠાણું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો