12th September 2017: Top Headlines 12 PM
  • Home
  • Featured
  • [email protected] 12 PM: હાર્દિક બપોરે 3 વાગ્યે પારણાં કરશે સહિતના અગત્યના સમાચાર

[email protected] 12 PM: હાર્દિક બપોરે 3 વાગ્યે પારણાં કરશે સહિતના અગત્યના સમાચાર

 | 11:59 am IST

છેલ્લાં 19 દિવસથી ઉપવાસ કરી રહેલા પાસનો નેતા હાર્દિક પટેલ આજે બપોરે 3 વાગ્યે પારણા કરશે તેવી પાસના નેતા પનારાએ પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરી હતી. તો બીજીબાજુ સંદેશે સતત આઠમા દિવસે ઓપરેશન ઓ ‘મા’  સ્ટિંગ ઓપરેશન અંતર્ગત ખાનગી હોસ્પિટલોને પોલ ખુલી પાડી છે. રાષ્ટ્રીય સ્તરે વાત કરીએ તો નોર્થ-ઇસ્ટમાં ભૂકંપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તો આંતરરાષ્ટ્રીય સમાચારની વાત કરીએ તો ચીને આ વખતે ઉત્તરાખંડમાં એક વખત નહીં પરંતુ ત્રણ વખત ઑગસ્ટ મહિનામાં ઘૂસણખોરી કરી હતી. તો રાહતના સમાચાર આજે એ છે કે પેટ્રોલ-ડિઝલના ભાવમાં કોઇ વધારો થયો નથી. આ સિવાય રાજ્ય સહિત દેશ-દુનિયા અને અર્થજગતના અગત્યના સમાચાર

વધુ વાંચવા ક્લિક કરો-1 : આજે 3 વાગે હાર્દિક નરેશ પટેલના હાથે કરશે પારણાં, પાસે કરી મોટી જાહેરાત

હાલ પાસ કન્વિનર મનોજ પનારાએ એક કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, પાટીદાર સમાજને હાર્દિક પટેલની જરૂર છે. જેથી આજે 3 વાગ્યે હાર્દિક ગમે તે સંજોગોમાં પારણા કરશે. તેના માટે પાસના તમામ કન્વિનરોને બોલાવી લેવામાં આવ્યા છે.

વધુ વાંચવા ક્લિક કરો-2 : ઑપરેશન ઓ ‘મા’: હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે પુરતો સ્ટાફ છે? સંદેશે કર્યો પર્દાફાશ

સંદેશના ઓપરેશન મા અંતર્ગત એજન્ટો અને હોસ્પિટલોના કારનામા તેમજ યોજનાના અમલીકરણની નિતીગત ખામીઓને ઉજાગર કર્યા પછી હવે, આ અભિયાન અંતર્ગત દર્દીઓની સારવાર કરવા માટે ઉપલબ્ધ ડોક્ટરો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુરતુ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી.

વધુ વાંચવા ક્લિક કરો-3 : નરોડામાં પરિવાર વિખાયો: માતા-પત્ની અને દીકરીને ઝેર પીવડાવી, વેપારી લટક્યો

નરોડામાં કોસ્મેટીક વસ્તુઓનો વેપાર કરતા વેપારીએ પત્ની અને 16 વર્ષની દીકરી સાથે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા અરેરાટી વ્યાપી ગઇ છે.

વધુ વાંચવા ક્લિક કરો-4 : પુસ્તકમાં ચોંકાવનારો દાવો, PM મોદી ટ્રમ્પ સાથે આ જગ્યા પર ડિનર કરવા માંગતા હતા પરંતુ…

પ્રખ્યાત અમેરિકન પત્રકાર બૉબ વુડવર્ડના નવા પુસ્તક ફિયર: ટ્રમ્પ ઇન ધ વ્હાઇટ હાઉસમાં કેટલીય એવી વાતોને ઉજાગર કરાઇ છે જેને લઇ વિવાદ ચાલુ છે. આ પુસ્તકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દોસ્તી અંગે કહેવામાં આવ્યું છે.

વધુ વાંચવા ક્લિક કરો-5 : ખંધા ચીનાનો ‘પીઠ પાછળ વાર’, ભારતની સરહદમાં 4KM સુધી ઘૂસી ગયા, આ રીતે ખુલી પોલ

ચીની સૈનિક સતત ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરે છે. ભારતની ચેતવણી છતાંય ચીનનું અડિયલ વલણ બદલાવાનું નામ લઇ રહ્યાં નથી. એક વખત ફરીથી ચીને ભારતની ધરતીમાં ઘૂસવનાની કોશિષ કરી છે.

વધુ વાંચવા ક્લિક કરો-6 : 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવતા નૉર્થ-ઇસ્ટ હચમચી ગયું, લોકો ઘરની બહાર દોડી આવ્યા

બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર ભારતના કેટલાંક ભાગમાં બુધવારે સવારે ભૂંકપના જોરદાર ઝાટકા અનુભવાયા

વધુ વાંચવા ક્લિક કરો-7 : પત્નીના નિધન પર પાક.ના પૂર્વ PM નવાઝ શરીફને માત્ર 12 કલાકના પેરોલ મળ્યા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ, દીકરી મરિયમ નવાઝ અને તેમના જમાઇ કેપ્ટન (રિટાયર્ડ) મોહમ્મદ સફદરને 12 કલાકના પેરોલ પર જેલમાંથી છોડવામાં આવ્યા છે

વધુ વાંચવા ક્લિક કરો-8 : આધેડ ઉંમરમાં આયુષ્યમાનનાં માતા-પિતાએ આપ્યો બાળકને જન્મ, ટ્રેલર જોઇને પેટ પકડી હસશો

આયુષ્યમાન ખુરાના અને સાનિયા મલ્હોત્રાની ફિલ્મ ‘બધાઈ હો’નું ટ્રેલર રીલીઝ થઈ ચુક્યું છે

વધુ વાંચવા ક્લિક કરો-9 : Appleની મેગા ઈવેન્ટ આજે, લૉન્ચ થશે સૌથી મોટો iPhone

અમેરિકાની ટેકનોલોજી કંપની એપલ આજે એટલેકે 12 સપ્ટેમ્બરે તેની વાર્ષિક ઈવેન્ટ શરૂ કરશે.

વધુ વાંચવા ક્લિક કરો-10 : ગણેશચતુર્થીના દિવસે વિઘ્નહર્તાનુ સ્થાપન કરવાના શુભ મુહૂર્ત એક Video ક્લીક પર

આવતીકાલથી શ્રદ્ધા અને ભક્તિના સમન્વય સમા ગણેશમહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગણેશ ભક્તો દ્વારા પણ ઘરમાં વિઘ્નહર્તાનુ સ્થાપન કરવામાં આવે છે. ત્યારે કયા મૂહૂર્તમાં કરશો ગણપતિ બાપ્પાનુ સ્થાપન અને સ્થાપન વખતે કઈ કરવી શાસ્ત્રોક્ત વિધી જૂઓ વીડિયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન