12th-september-2019-top-headline-till-06-pm/
  • Home
  • Featured
  • [email protected]: માયાભાઈ-અનુભાએ સ્વામિનારાયણ સંપ્રદાયનો એવોર્ડ પાછો કર્યો, ટીમ ઇન્ડિયાની જાહેરાત

[email protected]: માયાભાઈ-અનુભાએ સ્વામિનારાયણ સંપ્રદાયનો એવોર્ડ પાછો કર્યો, ટીમ ઇન્ડિયાની જાહેરાત

 | 5:53 pm IST

મોરારી બાપુ વિવાદઃ માયાભાઈ આહિર અને અનુભા ગઢવીએ સ્વામિનારાયણ સંપ્રદાયનો એવોર્ડ પરત કર્યો. INDvsSA: ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જાણો રોહિત શર્માનું શું થયું? પાકિસ્તાનનાં હાથમાંથી હવે PoK પણ જશે? આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કર્યો ધડાકો. ચંદ્રયાન-2: વિક્રમ લેન્ડરને NASA એકી શ્વાસે ‘હેલો-હેલો’ કેમ કરી રહ્યું છે? રહસ્ય પરથી ઉઠ્યો પડદો. કુલભૂષણ જાધવને બીજી વખત કોન્સુલયર એક્સેસ આપવાની પાકિસ્તાને પાડી દીધી ઘસીને ના. કાશ્મીર મુદ્દે શુક્રવારનાં અવળચંડુ પાકિસ્તાન કંઇક મોટું કરશે, ઇમરાન ખાન ખુદ કરશે જાહેરાત. આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરશે મહેન્દ્ર સિંહ ધોની, કરી શકે છે મોટી જાહેરાત. જયા બચ્ચન નહીં પણ આ યુવતીને અમિતાભ કરતા હતા પ્રેમ, બસ સ્ટેન્ડ ગોઠવાઈને જોતા હતા રાહ સહિતના અગત્યના સમાચાર

 
મોરારી બાપુના નીલકંઠવર્ણી વિવાદ મામલે સનાતન ધર્મ સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાય અને હિન્દુ સંતો સાથે સમાધાન થતાં વિવાદનો અંત આવ્યો હતો. પણ હજુ લાગે છે કે, આ વિવાદનો અંત આવ્યો નથી. ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહિર, અનુભા ગઢવી 

વધુ વાંચવા કરો ક્લિક-2:  INDvsSA: ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જાણો રોહિત શર્માનું શું થયું?

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટી20 અને ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે. ટી20 સિરીઝની શરૂઆત 15 સપ્ટેમ્બરથી થશે. જ્યારે હવે ટેસ્ટ મેચ ફોર્મેટ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: પાકિસ્તાનનાં હાથમાંથી હવે PoK પણ જશે? આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કર્યો ધડાકો

પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરને લઇને સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે મોટું નિવેદન આપતા કહ્યું છે કે આર્મી પીઓકેને લઇને કોઇ પણ અભિયાનને લઇને તૈયાર છે. પીએમઓ રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહનાં પીઓકે પર આપેલા નિવેદનને લઇને બિપિન રાવતે કહ્યું કે આના પર સરકારે નિર્ણય લેવાનો છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: ચંદ્રયાન-2: વિક્રમ લેન્ડરને NASA એકી શ્વાસે ‘હેલો-હેલો’ કેમ કરી રહ્યું છે? રહસ્ય પરથી ઉઠ્યો પડદો

ચંદ્રની સપાટીથી માત્ર 335 મીટર જેટલુ જ દૂર રહ્યા બાદ પોતાના નિર્ધારીત માર્ગથી ભટકીને ચંદ્રયાન-2ની સપાટી પર ઉતરેલા લેંડર વિક્રમ સાથે સંપર્ક સાધવાના ઈસરો ભરપુર પ્રયાસ કરી રહી છે. આડા પડી ગયેલા વિક્રમને સીધુ કરવાના ઈસરો અંતિમ પ્રયાસો કરી રહ્યું છે. 

વધુ વાંચવા કરો ક્લિક-5: 30 હજાર રૂપિયે કિલોનાં ભાવે વેચાઇ રહી છે આ શાકભાજી, PM મોદીને પણ છે ઘણી જ પસંદ

ગુચ્છી મશરૂમ ઔષધી ગુણોથી ભરપુર હોય છે. તેનું ઔષધીય નામ માર્કુલા એસ્ક્યૂપલેટા છે. આ સ્પંજ મશરૂમનાં નામથી દેશભરમાં જાણીતી છે. તે સ્વાદમાં બેજોડ અને ઘણા ઔષધીય ગુણોથી ભરપુર છે. સ્થાનિક ભાષામાં તેને છતરી, ટટમોર અથવા ડુંઘરૂ પણ કહેવામાં આવે છે. 

 
પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ આવી રહ્યું નથી અને આજે તેમણે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને ડિપ્લોમેટસ પહોંચ આપવાની ના પાડી દીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા એ કહ્યું કે બીજીવખત ડિપ્લોમેટ્સ મદદ કુલભૂષણ જાધવને અપાશે નહીં.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે યૂરેનિયમ સંવર્ધનને લઈને ઈરાનને ચેતવણી આપી છે. જોકે ટ્રમ્પે ઈરાની રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ સાથે મુલાકાતનો માર્ગ મોકળો કરવા પ્રતિબંધ હટાવવાની શક્યતાનો ઈનકાર નથી કર્યો. ઈરાનના નેતાઓ સાથે મુલાકાતમાં મદદ કરવા માટે પ્રતિબંધ હળવા કરવાને લઈને ટ્રમ્પે કહ્યું હતું કે… 

વધુ વાંચવા કરો ક્લિક-8: કાશ્મીર મુદ્દે શુક્રવારનાં અવળચંડુ પાકિસ્તાન કંઇક મોટું કરશે, ઇમરાન ખાન ખુદ કરશે જાહેરાત

પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન શુક્રવારનાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની રાજધાની મુજફ્ફરાબાદમાં જનસભાને સંબોધિત કરશે. પાકિસ્તાને એ જનસભા વિશે આજે જણાવ્યું કે ઇમરાન આ સંબોધન દરમિયાન કાશ્મીર પર પાકિસ્તાનની ‘પૉલિસી સ્ટેટમેન્ટ’ રજૂ કરશે. 

વધુ વાંચવા કરો ક્લિક-9: આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરશે મહેન્દ્ર સિંહ ધોની, કરી શકે છે મોટી જાહેરાત

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની આજે સાંજે 7 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યો છે. આ સાથે જ ધોનીના સંન્યાસને લઈ અટકળોના બજાર ગરમાયો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં ધોની કોઈ મોટી જાહેરાત કરી શકે છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: જયા બચ્ચન નહીં પણ આ યુવતીને અમિતાભ કરતા હતા પ્રેમ, બસ સ્ટેન્ડ ગોઠવાઈને જોતા હતા રાહ

બોલિવૂડ દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનની જીંદગીના હાલ કેટલાક રાઝ ખુલી રહ્યા છે. પ્રખ્યાત ટીવી ક્વિઝ શો કોન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati) શોને હોસ્ટ કરતા દરમિયાન કંટેસ્ટેંટથી વાતચીતમાં તેમણે તેમની લાઇફના ઘણી વાતો યાદ આવી જાય છે. 

વધુ વાંચવા કરો ક્લિક-11: સાસરીયામાં સોનાના દાગીના નહીં પણ આ રીતે તૈયાર થઈને પહોંચ્યા સુંદર મહિલા સાંસદનો પડ્યો વટ

TMC સાંસદ નુસરત જહાં રાજનીતિથી વધારે તેના ગ્લેમરસ અવતારને લઇને ચર્ચામાં રહે છે, નુસરત પહેલા તેના હનીમૂનની તસવીરને લઇને ચર્ચામાં હતી. જેમા તે વેસ્ટર્ન લુકમાં નજરે પડી હતી. હાલ તે તેના ઇકો ફ્રેન્ડલી લુકને લઇને ઇન્ટરનેટ છવાઇ ગઇ છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન