12th September 2019 : Top Headline Till 3 PM
  • Home
  • Featured
  • [email protected]: આઇ.કે.જાડેજાએ ટ્વિટ કરતા ખળભળાટ, કુલભૂષણ મામલે પાકિસ્તાનની નાપાક હરકત

[email protected]: આઇ.કે.જાડેજાએ ટ્વિટ કરતા ખળભળાટ, કુલભૂષણ મામલે પાકિસ્તાનની નાપાક હરકત

 | 2:57 pm IST

નવા ટ્રાફિક નિયમોને લઇને હવે પ્રજા બાદ નેતાઓમાં પણ રોષ ફાટી નીકળ્યો છે. હાલ પ્રજામાં સોશિયલ મીડિયામાં રોષ જોવા મળી રહ્યો છે. આજે ભાજપના નેતા આઈ કે જાડેજાએ દ્વારા નિદ્રાધીન અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. તો બીજીબાજુ નફ્ફટ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બાજ આવી રહ્યું નથી. કૂલભૂષણ જાધવને બીજી વખત કોન્સુલર એક્સેસ આપવાની ના પાડી દીધી છે સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: BJPના નેતા આઈ.કે.જાડેજાએ ટ્વિટ કરીને મચાવ્યો ખળભળાટ, કોન્ટ્રાક્ટરોની પોલંપોલ ખોલી

રાજ્યમાં ભારે વરસાદ પડ્યો છે, અમદાવાદમાં પણ ભારે વરસાદના કારણે જાહેર રસ્તાઓની બિસ્માર હાલત થઇ ગઇ છે. ત્યારે આજે શહેરના બિસ્માર હાલતમાં માર્ગ મામલે જાડેજાએ ટ્વીટ કરીને ખળભળાટ મચાવી દીધો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-2: ઢોંગી ઢબુડી ઉર્ફે ધનજી ઓડ નવું લાવ્યો, પોલીસ પુછપરછમાં ઢબુડીને લઇને કર્યા અનેક ઘટસ્ફોટ

ઢોંગી ઢબુડીની ધરપકડ કરવા ગાંધીનગર પોલીસે બીજી નોટિસ ફટકાર્યા બાદ ધનજી ઓડ ઉર્ફે ઢબુડી મા બુધવારે મોડી સાંજે પેથાપુર પોલીસ સ્ટેશનમાં 11.45 વાગ્યે હાજર થયો હતો. ત્યાં દોઢ કલાકની પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. જેમાં પોલીસે ધનજીના આખા ઇતિહાસથી માંડીને સઘળી માહિતી પુછી હતી. ત્યારે ધનજી ઓડે મોટા ઘટસ્ફોટ કર્યા હતા.

વધુ વાંચવા કરો ક્લિક-3:  કુલભૂષણ જાધવને બીજી વખત કોન્સલયુર એક્સેસ આપવાની પાકિસ્તાને પાડી દીધી ઘસીને ના

પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ આવી રહ્યું નથી અને આજે તેમણે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને ડિપ્લોમેટસ પહોંચ આપવાની ના પાડી દીધી છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: અમેરિકામાં સૌથી મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ, દાઉદથી લઈ બોલિવૂડ અભિનેત્રીઓના કનેક્શન ખુલ્યા

અમેરિકાનીએ ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીએ એક સનસનાટીપૂર્ણ ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ડ્રગ રેકેટના તાર છેક અંડરવલ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમથી લઈને બોલિવૂડ અને ખુદ દવા બનાવતી કંપની સાથે સંકળાયેલા છે.

 
જમ્મુ-કાશ્મીર પોલીસ મોટા આતંકી હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાયો છે. પંજાબ જમ્મુ-કાશ્મીર બોર્ડર નજીક લખનપુરથી પોલીસે ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે.
 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે યૂરેનિયમ સંવર્ધનને લઈને ઈરાનને ચેતવણી આપી છે. જોકે ટ્રમ્પે ઈરાની રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ સાથે મુલાકાતનો માર્ગ મોકળો કરવા પ્રતિબંધ હટાવવાની શક્યતાનો ઈનકાર નથી કર્યો.

વધુ વાંચવા કરો ક્લિક-7: નફ્ફટ પાકિસ્તાનની ફરી નાપાક હરકત, આ ભારતીય ખેલાડીને ફોન કરીને આપી હત્યા કરવાની ધમકી

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી જ પાડોશી દેશ પાકિસ્તાન બેચેન છે. પાકિસ્તાન તરફથી સતત ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે હવે પાકિસ્તાનની વધુ એક નફફટાઈ અને નાપાક હરકત સામે આવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: Online હોટલ બુકિંગ સેવા આપતી OYO સામે હોટલ સંચાલકોનો મોરચો, લાગ્યો ગંભીર આરોપ

દેશના વિવિધ શહેરો અને પ્રવાસન સ્થળો પર હોટલોના ઓનલાઇન બુકિંગની સેવા પૂરી પાડતી કંપની OYO વિરુદ્ધ હવે હોટલ માલિકોએ મોરચો માંડ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: PM મોદીએ વરુણ ધવનના કર્યા બે મોઢે વખાણ, કારણ છે એકદમ ખાસ

થોડાક દિવસ પહેલા વરુણ ધવને એક મહત્વની ઘોષણા કરી હતી. તેણે એક તસવીર શેર કરીને જણાવ્યું હતું કે કુલી નંબર 1ની ટીમે નિર્ણય કર્યો છે કે તે સેટ પર પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરે.

વધુ વાંચવા કરો ક્લિક-10: હેલમેટ ખરીદતા પહેલા જાણીલો કેટલીક વાત, પહેરવા છતાં ક્યાંક ભરવો ન પડે દંડ

સપ્ટેમ્બર મહિનાથી નવા મોટર વ્હિકલ એક્ટ લાગૂ થતાની સાથે જ ભારે ભરખમ દંડ ફટકારવામાં આવશે અને તેનાથી બચવા જાત જાતની તરકીબો પણ લોકો અજમાવી રહ્યા છે. સૌથી વધારે લોકો હેલમેટ ન પહેરવાને કારણે દંડાય છે. સાથે સાથે કેટલાક લોકો ખુબજ સસ્તી અને માર્કાવગરની ચીલા ચાલુ સસ્તી માત્ર નામની હેલમેટ પહેરીને છડે ચોક નિયમોનો ભંગ કરી રહ્યા છે. ખાસ આવા લોકોએ પણ હવે સાવધ રહેવાની જરૂર છે કેમકે આવી હેલમેટ પહેરી હશે તો પણ એટલો જ દંડ ફટકારવામાં આવશે.

વધુ વાંચવા કરો ક્લિક-11: પિતૃ પક્ષમાં નવી વસ્તુઓની ખરીદી કરી શકાય? જાણો શું છે માન્યતા

ભારતીય સંસ્કૃતિમાં આપણા હિંદુ ધર્મશાસ્ત્રમાં શ્રાદ્ધ પક્ષનું વિશેષ મહત્વ છે. ભાદરવા માસના વદ (કૃષ્ણ) પક્ષના પંદર દિવસ ‘પિતૃપક્ષ’ તરીકે ઓળખાય છે. આ શ્રાદ્ધ સદીઓથી હિંદુ ધર્મના વિવિધ ધર્મગ્રંથોના વિધિ વિધાન મુજબ કરવામાં આવે છે.

વધુ વાંચવા કરો ક્લિક-12: મેથી પાપડનું શાક બનાવતા નહીં લાગે વાર, આ રીતે બનાવો મિનિટોમાં

મેથી પાપડનું શાક એક મારવાડી ટ્રે઼ડિશનલ ડિશ છે. રણમાં જ્યારે શાકની ઉપલબ્ધતા ન હોય ત્યારે એક મુઠ્ઠી મેથીના બીજ અને પાપડની મદદથી આ સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. મેથી પાપડનું શાક તમે રાઇસ કે રોટલી સાથે ખાઇ શકો છો. આ શાક ખૂબ સહેલાઇથી અને ઝડપથી બની જાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય મેથી પાપડનું શાક…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન