13 સરકારી બેન્કોમાં સરકાર નાંખશે 22,915 કરોડ રૂપિયા, સૌથી વધારે મૂડ SBIના ભાગે - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • 13 સરકારી બેન્કોમાં સરકાર નાંખશે 22,915 કરોડ રૂપિયા, સૌથી વધારે મૂડ SBIના ભાગે

13 સરકારી બેન્કોમાં સરકાર નાંખશે 22,915 કરોડ રૂપિયા, સૌથી વધારે મૂડ SBIના ભાગે

 | 3:07 pm IST

કેન્દ્ર સરકાર નાંણાકીય વર્ષ 2016-17માં જાહેર ક્ષેત્રની બેન્કોમાં રૂ, 22,915 કરોડ રૂપિયા ઠાલવશે. જેમાં સૌથી વધુ 7575 કરોડ રૂપિયાની મૂડી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં (SBI)ના મળશે. નોન-પરફોર્મિંગ એસેટ (NPA)ની સમસ્યાનો સામનો કરી રહેલ બેન્કો સરકારના આ પગલાથી રાહત મળશે.

75 ટકા રકમ અપાશે પહેલા
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, 75 ટકા ભંડોર લિક્વિડિટી સપોર્ટ માટે તાત્કાલિક મુક્ત કરવામાં આવશે, બાકીની રકમ બેન્કોની કામગીરી જોયા બાદ આપવામાં આવશે.

બેન્કની જરૂરિયાત પ્રમાણે રકમ નક્કી કરવામાં આવી
નાણા મંત્રાલયનું કહેવું થે કે, કઈ બેન્કને કેટલી રકમની જરૂરત છે તેના માટે અનેક બાબતો પર ધ્યાન આપવમાં આવ્યું છે. તેમાં સીએજીઆર ક્રેડિટ ગ્રોથની છેલ્લા 5 વર્ષની સ્ટડી કરવામાં આવી હતી. તે ઉપરાંત બેન્કોએ પોતે કરેલા એસેસમેન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યું હતુ અને તે વાતનું ધ્યાન પણ રાખાવામાં આવ્યું છે કે કઈ બેન્કમાં કેટલી ગ્રોથ ક્ષમતા છે.

બેન્કિંગ સ્ટોકમાં તેજી

આ સમાચાર બાદ બેન્કોના શેરોમાં તેજી જોવા મળી છે જેમાં સૌથી વધારે તેજી કેનેરા બેન્કના શેરમાં જોવા મળી છે. તેના શેરમાં 4 ટકાથી વધારે તેજી નોંધવામાં આવી છે. જ્યારે એસબીઆઈના શેરમાં પણ 1 ટકાની તેજી નોંધાઈ હતી.

કઈ બેન્કોને મળશે કેટલી મૂડી (કરોડમાં)
1. સ્ટેટ ઓફ ઈન્ડિયાને : રૂ. 7575
2.ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક : રૂ. 3100
3. પંજાબ નેશનલ બેન્ક : રૂ. 2816
4. બેન્ક ઓફ ઈન્ડિયા : રૂ. 1784
5 સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા : રૂ. 1729
6. સિન્ડિકેટ બેન્ક : 1034
7. કોર્પોપેશન બેન્ક : રૂ. 677
8. યૂકો બેન્ક : રૂ. 1033
9.દેના બેન્ક : રૂ. 594
10. કેનેરા બેન્ક : 997 કરોડ