13 held in liquor party at Gandhinagar
  • Home
  • Gandhinagar
  • ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતી 9 યુવતીઓ સહિત 13 નબીરા ઝડપાયા

ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતી 9 યુવતીઓ સહિત 13 નબીરા ઝડપાયા

 | 10:21 pm IST
  • Share

  • દારૂની છોળો ઉડતી હતી અને પોલીસનો કાફલો ત્રાટક્યો
  • 9 યુવતી અને 4 યુવક નશામાં ધૂત 
  • પાર્ટીમાં દારૂની સાથે ડ્રગ્સ પણ લઈ રહ્યાં હોવાની શંકા

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર દારૂની હેરાફેરી કરતાં બુટલેગરો પોલીસના હાથે ઝડપાતા હોય છે. આવી જ રીતે અનેક વખત માલેતુજાર પરિવારોના નબીરાઓ પણ દારૂની મહેફિલ માણતા હોય, ત્યારે પોલીસ દરોડા પાડીને તેઓને રંગેહાથ ઝડપી પાડે છે. આવો જ એક કિસ્સો રાજ્યના પાટનગરમાંથી સામે આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીનગર જિલ્લાના સરગાસણની આશ્કા હોસ્પિટલની પાછળ આવેલ સ્વાગત એફોર્ડના રૂમ નંબર 501માં દારૂની મહેફિલ ચાલી રહી હતી. સ્થાનિકો દ્વારા આ પાર્ટીની જાણ કરવામાં આવતાં દારૂની મહેફિલમાં ઈન્ફોસિટી પોલીસનો કાફલો ત્રાટક્યો હતો. જ્યાંથી દારૂની મહેફિલ માણી રહેલી 9 યુવતી અને 4 યુવક મળી કુલ 13 જણાની ધરપકડ કરી છે. 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ દારૂની મહેફિલમાં યુવકો સાથે યુવતીઓ પણ સામેલ હતી. જ્યારે પોલીસને મોંઘી બ્રાન્ડની દારૂની બોટલો પણ મળી આવી છે. 

આ પાર્ટીમાં દારૂની સાથે નબીરાઓ ડ્રગ્સ પણ લઈ રહ્યાં હોવાની શંકા છે. આથી પોલીસે તે દિશામાં પણ આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો