ફ્રાન્સના એક બારમાં ભીષણ આગ લાગતા 13ના મોત, 6 ઘાયલ - Sandesh
  • Home
  • World
  • ફ્રાન્સના એક બારમાં ભીષણ આગ લાગતા 13ના મોત, 6 ઘાયલ

ફ્રાન્સના એક બારમાં ભીષણ આગ લાગતા 13ના મોત, 6 ઘાયલ

 | 9:40 am IST

ફ્રાન્સના નોરમેંડીના એક બારમાં ભીષણ આગ લાગતા 13 લોકોના મોત થયાના અહેવાલો છે. આ ઉપરાંત 6 જેટલા લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અખબારના અહેવાલો મુજબ મોટાભાગના પીડિતો યુવા છે. જેઓ જન્મદિવસની પાર્ટીમાં ભાગ લેવા ભેગા થયા હતાં.

મળતી માહિતી મુજબ પેરિસના રુઓન શહેરના એક બારમાં અડધી રાત્રે કેટલાક લોકો બર્થ ડે પાર્ટી માટે ભેગા થયા હતાં. ત્યારે જ બારમાં આગ લાગી ગઈ હતી. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડના કર્મચારીઓ પહોંચી ગયા હતાં.

અત્યાર સુધી 13 લોકોને મૃત જાહેર કરી દેવાયા છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ ઘટના વિસ્ફોટના કારણે ઘટી હતી. સ્થાનિક અખબારના અહેવાલ મુજબ મૃત્યુઆંક હજુ વધી શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન