13 patients died at Covid Hospital in Jamnagar, zero on government books
  • Home
  • Gujarat
  • અહિં એક જ દિવસમાં કોવિડ હોસ્પિટલમાં થયા 13 દર્દીના મોત પણ સરકારી ચોપડે ‘શૂન્ય’

અહિં એક જ દિવસમાં કોવિડ હોસ્પિટલમાં થયા 13 દર્દીના મોત પણ સરકારી ચોપડે ‘શૂન્ય’

 | 3:54 pm IST

જામનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાનો કહેર ઘટતા દરે હોય તેમ ગઇ કાલે જિલ્લામાં કોરોનાના વધુ 91 પોઝિટીવ કેસ નોંધાતા કુલ આંક 5920 થયો છે. ગઇ કાલે નોંધાયેલા કેસોમાં જામનગર શહેરના 69 અને ગ્રામ્યના 22 કેસોનો સમાવેશ થાય છે. ત્યાં જ ગઇ કાલે કોવીડ હોસ્પિટલમાં સારવારમાં રહેલા વધુ 13 દર્દીઓના મૃત્યુ થતાં મૃતાંક 448 થયો હતો હોસ્પિટલમાંથી વધુ 67 દર્દીઓને રજા આપવામાં આવી હતી.

પરંતુ સવાલ અહિં એ ઉભો થાય છે કે, સરકારી ચોપડે ગઇ કાલે જામનગરમાં એક પણ દર્દીનું કોરોનાનાં કારણે મોત થયું નથી તો શું કોવિડ હોસ્પિટલમાં મોત નિપજેલ તમામ દર્દીઓ કોરોના પોઝિટિવ ન હતા. અને જો આ 13 દર્દીઓના મોત થયા છે તેઓ કોવિડ હોસ્પિટલમાં કઇ બીમારીની સારવાર લઇ રહ્યા હતા. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું ગુજરાતમાં હવે કોરોનાથી મોત થયેલ દર્દીઓના આંકડાઓ સાથે ગોલમાલ કરવામાં આવી રહ્યો છે.

તા.29 ઓગસ્ટથી જામનગર શહેરમાં કોરોનાના દૈનિક 100થી વધુ કેસો લગાતાર નોંધાયે રાખ્યા બાદ કોરોનાના સંક્રમણની શ્રૃખલા તુટી હોય તેમ તા.23 સપ્ટેમ્બર બાદ શહેરમાં એક દિવસને બાદ કરતાં કોરોનાના નવા નોંધાતા પોઝિટીવ કેસોની સંખ્યા 91થી ઉપર ગઈ નથી.

તા.22 ઓગસ્ટ બાદ પ્રથમ વખત શહેરમાં 70થી ઓછી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાયા હતા. ગઇ કાલે શહેરમાં કોરોનાના વધુ 69 અને ગ્રામ્યમાં 22 પોઝિટીવ કેસ મળીને કુલ 91 કેસ નોંધાયા હતા. કોવીડના કારણે સત્તાવાર મૃત્યુનો આંક જો કે, 33 છે.

આ વીડિયો પણ જુઓ : નવરાત્રી મુદ્દે નીતિન પટેલનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન