13 September new covid active recovery cases second wave
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રાહતના સમાચાર! કોરોનાના કેસમાં ઘટાડો, 24 કલાકમાં 27,254 નવા કેસ, 10,652 એક્ટીવ કેસ

રાહતના સમાચાર! કોરોનાના કેસમાં ઘટાડો, 24 કલાકમાં 27,254 નવા કેસ, 10,652 એક્ટીવ કેસ

 | 2:09 pm IST
  • Share

પશ્ચિમિ દેશોમાં આવેલી કોરોનાની ત્રીજી લહેર વચ્ચે ભારતમાં રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાના સંક્રમણ કેસના નવા કેસમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 27,254 નવા કોરોનાના કેસ નોંધાયા છે. 219 લોકોના મોત થયા છે 37,687 લોકો કોરોના સામે જંગ જીત્યા છે અને ઠીક થયા છે. હાલ 10,652 એક્ટીવ કેસ છે.   

કેરળમાં 20 હજાર નવા કેસ 

મુખ્યત્વે જે રાજ્યમાં સૌથી વધુ કેસ આવી રહ્યા છે તેવા કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,240 નવા કેસ આવ્યા છે. જે અગાઉ કરતાં ઘણા ઓછા છે. કેરળમાં હવે સંક્રમિતોની સંખ્યા વધીને 43,75,431 પર પહોંચી ગઇ છે. સંક્રમણના કારણે કેરળમાં 67 લોકોએ જીવ ગુમાવ્યો છે. મૃતકોની સંખ્યા વધીને 22,551 થઇ ગઇ છે. 24 કલાક દરમિયાન 1 લાખ 15 હજાર 575 નમૂનાઓનું ટેસ્ટ કર્યા પછી સંક્રમણ દર 17.51% નોંધાયો હતો. 

ભારતમાં કોરોનાના કુલ કેસ   

કોરોના મહામારીની શરૂઆતથી લઇને અત્યાર સુધી કુલ ત્રણ કરોડ 32 લાખ 64 હજાર લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. જેમાં 4 લાખ 42 હજાર 874 લોકોએ જીવ ગુમાવ્યો છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 24 લાખ 47 હજાર લોકો કોરોનાથી સાજા થઇ ચુક્યા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 4 લાખથી ઓછી થઇ છે. કુલ 3 લાખ 74 હજાર 269 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે જેમની સારવાર ચાલી રહી છે.   

કોરોનાના કુલ કેસ 3 કરોડ 32 લાખ 64 હજાર 175 કુલ ડિસ્ચાર્જ ત્રણ કરોડ 24 લાખ 47 હજાર 32 કુલ એક્ટિવ કેસ ત્રણ લાખ 74 હજાર 269 કુલ મોત 4 લાખ 42 હજાર 874 દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.33% છે જ્યારે રિકવરી રેટ 97.51% છે. એક્ટીવ કેસ 1.16 % છે.

કોરોના એક્ટિવ કેસ મામલામાં દુનિયામાં ભારત અત્યારે 7માં સ્થાને  છે. કુલ સંક્રમિતોમી સંખ્યામાં ભારત બીજા સ્થાને છે. જ્યારે અમેરિકા, બ્રાઝીલ પછી ભારતમાં સૌથી વધુ કોરોનાના કારણે મોત થયા છે.   

દેશના કુલ છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમની વસ્તીના 100 ટકાને કોવિડ -19 વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાની સિદ્ધિ હાંસલ કરી છે. દાદર અને નગર હવેલી અને દમણ અને દીવ, ગોવા, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, લક્ષદ્વીપ અને સિક્કિમ એવા રાજ્યો છે જેમણે પ્રથમ વેકિસનનો ડોઝ આપી દીધો છે.

હિમાચલ પ્રદેશમાં 55.74 લાખ કોવિડ -19 વેક્સિન આપવામાં આવી હતી, લદ્દાખમાં 1.97 લાખ અને સિક્કિમમાં 5.10 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. ગોવામાં 11.83  લાખ ડોઝ આપવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન