13-th-October-2021-Gujarati-top-news-headlines-till-12-pm
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દિલ્હીમાં ઝડપાયેલા પાક. આતંકીના અનેક ખુલાસા સહિતના મહત્ત્વના સમાચાર

દિલ્હીમાં ઝડપાયેલા પાક. આતંકીના અનેક ખુલાસા સહિતના મહત્ત્વના સમાચાર

 | 11:53 am IST
  • Share

 મંગળવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા પકડાયેલા શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદી અશરફે પૂછપરછમાં ઘણા ખુલાસા કર્યા છે. શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનના જામીન અંગે આજે કોર્ટમાં સુનાવણી થવાની છે. ડ્રગ્સ કેસમાં ફસાયેલો આર્યન ખાન હાલ આર્થર રોડ જેલમાં છે. કોરોનાકાળમાં અનેક વેપાર ઉદ્યોગો ઠપ્પ થઈ ચૂક્યા છે ત્યારે દશેરા નિમિતે રાવણ દહન માટે રાવણ બનાવવાના વ્યવસાયને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે સહિતના બપોરે 12 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચાર

વધુ વાંચો: દિલ્હીમાં ઝડપાયેલા પાકિસ્તાની આતંકીએ કર્યા અનેક ખુલાસાઓ

મંગળવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા પકડાયેલા શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદી અશરફે પૂછપરછમાં ઘણા ખુલાસા કર્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2011માં હાઇકોર્ટની બહાર થયેલા વિસ્ફોટો દરમિયાન તેમણે જ હાઇકોર્ટની રિકસ કરી હતી.

વધુ વાંચો: શું આજે આર્યનને મળશે જામીન ? સલમાન ખાનના વકીલ હવે મોરચો સંભાળશે

શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનના જામીન અંગે આજે કોર્ટમાં સુનાવણી થવાની છે. ડ્રગ્સ કેસમાં ફસાયેલો આર્યન ખાન હાલ આર્થર રોડ જેલમાં છે. તેમના જામીન માટે તેમના વકીલો છેલ્લા ઘણા દિવસોથી સખત મહેનત કરી રહ્યા છે પરંતુ દરેક વખતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) પોતાનો મત અને પૂરાવા રજૂ કરીને તેની મુશ્કેલીમાં વધારો કરી રહી છે. 11 ઓક્ટોબરે સેશન્સ કોર્ટમાં આર્યનના જામીન પણ રદ્દ કરવામાં આવ્યા હતા. હવે દરેક તેની રાહ જોઈ રહ્યા છે કે આજે તેના જામીન અંગે શું નિર્ણય આવશે.

વધુ વાંચો: દશેરા નિમિતે રાવણ દહન બનાવવાના વ્યવસાયને કોરોનાનું ગ્રહણ

કોરોનાકાળમાં અનેક વેપાર ઉદ્યોગો ઠપ્પ થઈ ચૂક્યા છે ત્યારે દશેરા નિમિતે રાવણ દહન માટે રાવણ બનાવવાના વ્યવસાયને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે જેને કારણે આ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો તેમજ કારીગરોની મુશ્કેલીમાં વધારો થયો છે.

 વધુ વાંચો: ઇન્ટરનેશનલ ડે ફોર નેચરલ ડિઝાસ્ટર રિડક્શન: ટેક્નોલોજીથી સચોટ આગાહી આશીર્વાદ સમાન

 ચંદ્ર પર વસવાટની શક્યતા ચકાસી રહેલા વૈજ્ઞાનિકોએ તોફાની વરસાદ, વાવઝોડું, સુનામી, પૂર, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોની આગોતરી જાણકારી માટે વિકસાવેલી અદ્યતન ટેક્નોલોજી આજે માનવસૃષ્ટિ માટે વરદાનરૂપ સાબિત થઇ રહી છે. આ કુદરતી આફતોને રોકવી કાળા માથાના માનવીના ગજા બહારની વાત છે, પરંતુ આ આફતો અંગે એડવાન્સમાં સચોટ માહિતી મળતી થતાં તેનાથી થતાં વ્યાપક નુકસાન અને જાનહાનિની સંખ્યા ઘટાડવામાં ચોક્કસ સફળતા મળી છે.

વધુ વાંચો: દેશને મળશે વધુ એક ઈન્ટરનેશનલ એરપોર્ટની ભેટ, PM મોદી કરશે ઉદ્ઘાટન

ઉત્તર પ્રદેશને નવા એરપોર્ટની ભેટ મળવા જઈ રહી છે. પીએમ નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે તેનું ઉદ્ઘાટન કરશે. કુશીનગર એરપોર્ટ રાજ્યનું ત્રીજુ ઓપરેશનલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. આ સંદર્ભે પ્રધાનમંત્રીની કુશીનગર મુલાકાતની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

વધુ વાંચો: અફઘાન નાગરિકોને માનવતાવાદી સહાય આપવા PMની G-20ને હાકલ

ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તોળાઈ રહેલા માનવીય સંકટથી બચાવવાના ઉપાયો પર ચર્ચા કરવા ઇટલીના અધ્યક્ષ સ્થાને G-20 સમૂહના દેશોની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં ભારત સહિત G-20 સમૂહ દેશોના નેતાઓએ તેમના વિચારો વ્યકત કર્યા હતા. પીએમ મોદીએ G-20 સમીટને સંબોધતાં અફઘાનિસ્તાનને કટ્ટરપંથીઓ અને આતંકવાદનો સ્ત્રોત બનતા અટકાવવા પર ભાર મૂક્યો હતો.

વધુ વાંચો: પેટ્રોલ ડીઝલ બાદ હવે CNG અને PNG ગેસના ભાવમાં પણ ધરખમ વધારો

ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે ફરી એક વખત CNG અને PNG ના ભાવમાં વધારો કર્યો છે. 10 દિવસમાં બીજી વખત ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો 13 ઓક્ટોબર એટલે કે આજથી જ અમલમાં મુકવામાં આવી છે. આ પહેલા 2 ઓક્ટોબરના રોજ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આ વર્ષે આ 5મી વખત હતી જ્યારે CNG અને PNG ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડના જણાવ્યા અનુસાર સીએનજી અને પીએનજી 2 રૂપિયાથી વધુ મોંઘા થયા છે.

વધુ વાંચો: શું આજે આર્યનને મળશે જામીન ? સલમાન ખાનના વકીલ હવે મોરચો સંભાળશે

શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનના જામીન અંગે આજે કોર્ટમાં સુનાવણી થવાની છે. ડ્રગ્સ કેસમાં ફસાયેલો આર્યન ખાન હાલ આર્થર રોડ જેલમાં છે. તેમના જામીન માટે તેમના વકીલો છેલ્લા ઘણા દિવસોથી સખત મહેનત કરી રહ્યા છે પરંતુ દરેક વખતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) પોતાનો મત અને પૂરાવા રજૂ કરીને તેની મુશ્કેલીમાં વધારો કરી રહી છે. 11 ઓક્ટોબરે સેશન્સ કોર્ટમાં આર્યનના જામીન પણ રદ્દ કરવામાં આવ્યા હતા. હવે દરેક તેની રાહ જોઈ રહ્યા છે કે આજે તેના જામીન અંગે શું નિર્ણય આવશે.

 વધુ વાંચો:  Motorolaના Smartphoneએ ખાધી ‘છાતી’ પર ગોળી, માલિકનો જીવ બચાવ્યો

બ્રાઝિલમાં એક માણસનો જીવ તેના પાંચ વર્ષ જુના Motorolaના Smartphoneએ બચાવ્યો, જયારે તેના પર ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં, એક વ્યક્તિને સશસ્ત્ર લૂંટ દરમિયાન ગોળી મારવામાં આવી, પણ તેના ખિસ્સામાં રહેતા Moto G5 સ્માર્ટફોન પર બુલેટ વાગી અને તેનો જીવ બચી ગયો. ફોન નષ્ટ થઇ ગયો, પણ વ્યક્તિનો જીવ બચી ગયો હતો. વાત સાંભળવામાં ફિલ્મી લાગે છે ને! પણ એનાથી વધુ ફિલ્મી તો ફોનનું કવર હતું જેના પર ‘ધ ઈનક્રેડિબલ હલ્ક’ લખેલું હતું.

વધુ વાંચો: નવરાત્રિ પર્વનો સૌથી મહત્ત્વનો દિવસ અષ્ટમીએ આદ્યશક્તિની આરાધના

આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિની રોનક શહેરમાં સ્પષ્ટ દેખાઇ રહી છે. કોરોનાં નિયંત્રણો વચ્ચે આ વર્ષે કોમર્શિયલ આયોજનો પર પ્રતિબંધ સાથે જ શેરીગરબાની ઝાકમઝોળ જોવા મળી રહી છે. તેમાં પણ બુધવારે નવરાત્રી પર્વના સૌથી મહત્ત્વના દિવસ ગણાતા એવા માતાજીની આઠમ, દુર્ગાષ્ટમીની ઉજવણી સાથે જ શ્રાદ્ધાળુઓ, ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. વિવિધ સમુદાય દ્વારા દુર્ગાષ્ટમી પર્વની ઉજવણીનું રંગારંગ આયોજન કરાયું છે. બીજી બાજુ મંદિરોમાં હવન, છપ્પનભોગ, નવચંડી પાઠ થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો