તા. ૧૩-૧થી ૧૯ સુધી આપનું સાપ્તાહિક રાશિફળ જાણવા કરો એક ક્લિક - Sandesh
  • Home
  • Astrology
  • તા. ૧૩-૧થી ૧૯ સુધી આપનું સાપ્તાહિક રાશિફળ જાણવા કરો એક ક્લિક

તા. ૧૩-૧થી ૧૯ સુધી આપનું સાપ્તાહિક રાશિફળ જાણવા કરો એક ક્લિક

 | 5:41 pm IST

મેષ (અ.લ.ઈ.)
આપનો આ સમય ઉત્સાહવર્ધક બની રહેશે. આર્થિક સંકડામણનો ઉપાય ફળે. આવક થાય. મકાન, વાહન યા નોકરી-ધંધા અંગે સફળતાની તક. દાંપત્યજીવનમાં સમાધાન જરૂરી. કુટુંબ-પરિવારનાં કાર્યો થઈ શકે. તબિયત સારી રહે. પ્રવાસ મજાનો બને.

વૃષભ (બ.વ.ઉ.)
મનની મૂંઝવણો હળવી બને. રાહત થાય. આવકવૃદ્ધિના પ્રયત્નો ફળદાયી બને. જમીન, મિલકત, વાહનની બાબતો માટે વિલંબ. નોકરી-ધંધા અંગે ધાર્યું અટકતું લાગે. ગૃહવિવાદ જણાય. સ્વજનથી મિલન. તબિયત સાચવવી. પ્રવાસમાં વિઘ્ન.

મિથુન (ક.છ.ઘ.)
ચિંતા-વ્યગ્રતામાંથી બહાર આવી શકશો. નાણાકીય પરિસ્થિતિ અંગે સમય સુધરશે. મકાન, વાહન અંગે હજી વિઘ્ન જણાય. નોકરી, ધંધા, વેપારમાં વૃદ્ધિ-પ્રગતિ કરી શકો. ગૃહજીવનમાં પ્રસન્નતા-સ્નેહીનો સહકાર. આરોગ્ય નરમ. પ્રવાસ સફળ બને.

કર્ક (ડ.હ.)
મનોવ્યથા કે અજંપો હશે તો દૂર થાય. આવક-જાવક અંગે નજર રાખજો. ખોટો ખર્ચ ટાળવો. મકાન, વાહનના કામ માટે સાનુકૂળતા રહે. નોકરી-વ્યવસાય કે વેપારના સંજોગ સુધરે. કુટુંબ, પરિવાર, જીવનસાથી અંગે મનદુ:ખનો પ્રસંગ. આરોગ્યની કાળજી લેજો. પ્રવાસ લાભદાયી રહે.

સિંહ (મ.ટ.)
કારણ વિનાનું માનસિક તાણ અનુભવાતું લાગે. ખર્ચ-વ્યય પર અંકુશ રાખશો તો આર્થિક વ્યવહારો થઈ શકે. મકાન, વાહન માટે કે નોકરી, વ્યવસાય માટે સમય વધુ પ્રયત્નો માગી લેશે. ધાર્યું ફળ અલ્પ જણાય. પરિવાર, સ્વજન, ગૃહજીવનમાં મનમેળ માટે ગુસ્સા પર કાબૂ જરૂરી. તબિયત ચિંતા દૂર થાય. પ્રવાસમાં વિલંબ.

કન્યા (પ.ઠ.ણ.)
આપની સમસ્યાઓ, ભય, અજંપો રખાવશે. આવક કરતાં ખર્ચ વધી ન જાય તે જોજો. મકાન, વાહન અંગેની ચિંતાનો ઉપાય મળે. નોકરી, ધંધા, વ્યાપારના કામમાં પ્રગતિ જણાય. કુટુંબ સુખાકારી જણાય. સંબધો સુધરે. આરોગ્ય સાચવજો. પ્રવાસમાં સાનુકૂળતા.

તુલા (ર.ત.)
આપની મનની સ્વસ્થતા જાળવી શકશો. નાણાભીડ છતાં જરૂરી કામ વખતે નાણાં ઊભાં કરી શકશો. સંબંધી કામ લાગે. મકાન, વાહનના કામ ગૂંચાય. નોકરી, ધંધા માટે સમય સામાન્ય સમજવો. દાંપત્યજીવન, સ્વજન, મિત્ર બાબતે સમય સારો. આરોગ્ય ચિંતા જણાય. પ્રવાસમાં સાવધ રહેવું.

વૃશ્ચિક (ન.ય.)
આપની મૂંઝવણોમાંથી માર્ગ મળે. આવક-જાવકનાં પલ્લાંને સમતોલ રાખવા મુશ્કેલ જણાય. મકાન, વાહનનાં કામ માટે સમય સાનુકૂળ. નોકરીમાં ચિંતા હળવી બને. ધંધા, વેપારમાં વૃદ્ધિ. ગૃહજીવનનાં કામકાજોમાં વિલંબ-વિઘ્ન જણાય. તબિયત સચવાય. પ્રવાસ સફળ બને.

ધન (ભ.ધ.ઢ.ફ.)
ચિંતાથી ઘેરાયેલા હો તો હવે રાહત મળે. આર્થિક વ્યવહારો, લેણદેણમાં સાવધ રહેવું. મકાન, જમીનના કામ અંગે કોઈની મદદ મળે. નોકરી અંગેની ચિંતાનો ઉપાય. ધંધા-વેપારની સમસ્યા હલ થાય. ગૃહજીવન કે કુચુંસ પરિવારમાં સુખ-શાંતિ. આરોગ્ય જળવાય. પ્રવાસ માટે સાનુકૂળતા.

મકર (ખ.જ.)
આપના મનની વ્યગ્રતા દૂર થાય. શાંતિ મળે. આર્થિક વ્યવહારો, દેણું, વ્યાજ-હપ્તાની ચિંતાનો ઉકેલ મળે. મકાન, વાહન માટે સમય કઠિન જણાય. નોકરી અંગે વિલંબ. ધંધા, વેપારમાં ધાર્યું ફળ ઓછું જણાય. કુટુંબ, પરિવાર, જીવનસાથી માટે સમય સાનુકૂળ. આરોગ્ય સાચવજો. પ્રવાસમાં પ્રસન્નતા.

કુંભ (ગ.શ.સ.)
અશાંતિનાં વાદળો વિખેરાતાં જણાય. રાહત મળે. આવક વધારવાના પ્રયત્નોનું ફળ ભવિષ્યમાં મળે. ખર્ચા ટાળવા. મકાન, વાહનની સમસ્યા જણાય. ધાર્યું અટકે. નોકરીની તક મળે. ધંધા, વેપાર અંગે કાર્ય સફળતા. કુટુંબ, પરિવાર, જીવનસાથી માટે સમય ફાળવવો પડે. આરોગ્ય નરમગરમ. પ્રવાસમાં વિઘ્ન જણાય.

મીન (દ.ચ.ઝ.થ.)
મનોદશા ચંચળ-અસ્થિર બની ન જાય તે જોજો. ખર્ચ-વ્યયના કારણે નાણાભીડ અનુભવાશે. કોઈ મિત્ર-સ્વજન કામ લાગે. મદદરૂપ બને. મકાન, વાહનના કામમાં પ્રગતિ. નોકરીમાં ધીરજનું ફળ મળે. ધંધા-વેપાર માટે કોઈ નવી તક મળે. ગૃહજીવનમાં મનભેદ દૂર થાય. સ્નેહીથી મિલન. આરોગ્ય જળવાય. પ્રવાસમાં કામ થઈ શકે.