13 Year Old Diamond Trader Teenage Son To Take Diksha in Surat
  • Home
  • Featured
  • સુરત: 13 વર્ષનો કિશોર સંયમના માર્ગે, ‘હીરાની ચમક ઓછી થશે, પણ સંયમના માર્ગે જવાની ચમક વધતી જશે’

સુરત: 13 વર્ષનો કિશોર સંયમના માર્ગે, ‘હીરાની ચમક ઓછી થશે, પણ સંયમના માર્ગે જવાની ચમક વધતી જશે’

 | 6:10 pm IST

દીક્ષા નગરી સુરતમાં વધુ એક મુમુક્ષુ દ્વારા આવતીકાલે દિક્ષા ગ્રહણ કરવામાં આવશે. ત્યારે આ દિક્ષા સંદર્ભે આજે એક વરસીદાન વરઘોડો કાઢવામાં આવ્યો હતો. હીરાના વેપારી અને કરોડપતિ પિતાના પુત્ર સંસારનો માર્ગ ત્યાગી સંયમનો માર્ગ આપનાવશે.

છેલ્લા કેટલાય સમયથી સુરતમાં અલગ અલગ ઉંમરના લોકો દિક્ષાના માર્ગે વળી રહ્યા છે. સુરતમાં ડાયમંડ જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રણય મહેતાના 13 વર્ષીય પુત્ર નિધાન પણ દિક્ષાના માર્ગે વળ્યો છે. સુરતના રસ્તાઓ ઉપર ખુબજ ધામધૂમથી વરસીદાનનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ વરઘોડામાં જાહોજલાલી ઉડીને આંખે વળગે એવી હતી. નિધાનને પ્રથમ એક રથમાં બેસાડવામાં આવ્યો હતો. જે રથમાંથી નિધાન ઉપર પુષ્વ વર્ષા ઓટોમેટિક થતી હતી, સાથે સાથે નિધાનને ક્રિસ્ટલ કમળમાં બેસાડીને તેનો વરસીદાનનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.

નિધાન અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો હતો. 13 વર્ષીય નિધાનને ક્રિકેટનો ઘણો શોખ છે. ઘરમાં સુખનો કોઇપણ છેટો નહોતો. અનેક સુખ અને સાહ્યબી વચ્ચે નિધાન પોતાના પિતાનું ઘર છોડીને સંયમના માર્ગે પ્રયાણ કરી રહ્યો છે. નિધાનનું માનવું છે કે હીરાની ચમક ગમે ત્યારે ઓછી થાય પરંતુ સંયમનો જે માર્ગ અપનાવે છે તે માર્ગની ચમક ક્યારેય ઓછી થતી નથી અને તે સંયમના માર્ગને અપનાવી પોતાને ધન્ય અનુભવે છે.

સુરતમાં લોકો સંસારનું સુખ છોડીને સંયમના માર્ગને પસંદ કરી રહ્યા છે. ત્યારે સંયમથી લોક સેવા કરવી એ જ ઉદ્દેશ્યથી દિક્ષાનો માર્ગ લોકો પસંદ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન