135 Crore Doses To Be Available Between August To September: Govt
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે દેશમાં રસીના કુલ 135 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે: સરકાર

ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે દેશમાં રસીના કુલ 135 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે: સરકાર

 | 7:06 am IST
  • Share

કેન્દ્ર સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કોરોના રસીકરણ પાછળ રૃપિયા ૯૭૨૫.૧ કરોડનો ખર્ચ કરાયો છે. લોકસસભામાં કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે જણાવ્યું હતું કે, રસીની ખરીદી અને રસી આપવાની વ્યવસ્થાઓ પાછળ અત્યાર સુધીમાં કુલ રૃપિયા ૯૭૨૫.૧ કરોડનો ખર્ચ કરાયો છે. ડો. ભારતી પ્રવીણ પવારે ઉમેર્યું હતું કે, ઓગસ્ટથી ડિસેમ્બર ૨૦૨૧ વચ્ચે દેશમાં કોરોના રસીના કુલ ૧૩૫ કરોડ ડોઝ ઉપલબ્ધ બનવાની સંભાવના છે. અત્યારે રાજ્યો પાસે ૨.૭૫ કરોડ કરતાં વધુ ડોઝ ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના રસીના ૪૩.૮૭ કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. વધુ ૭૧.૪૦ લાખ ડોઝ અત્યારે પાઇપલાઇનમાં છે. દેશમાં અત્યાર સુધીમાં ૪૧,૧૨,૩૦,૩૫૩ ડોઝ અપાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે લોકસભામાં જણાવ્યું હતું કે કોરોના રસીકરણના મામલે રાજનીતિ કરવી જોઇએ નહીં. કેન્દ્ર સરકાર ૧૮ વર્ષથી વધુના દરેક નાગરિકને કોરોનાની રસી આપવાનો લક્ષ્યાંક ધરાવે છે. કેન્દ્રનું એક્સપર્ટ ગ્રુપ ફાઇઝરની રસીના સપ્લાય માટે વાટાઘાટો કરી રહ્યું છે.

દેશમાં ૨૪ કલાકમાં ૩૫,૩૪૨ નવા કેસ સામે આવ્યા

ભારતમાં શુક્રવારે છેલ્લા ૨૪ કલાકના કોરોના સંક્રમણના કેસ ઘટીને ૩૫,૩૪૨ ઉપર આવી ગયાં હતાં. જ્યારે ૪૮૩ દર્દીનાં મોત થયાં હતાં. ભારતમાં છેલ્લા બે દિવસથી કોરોના એક્ટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો હતો પરંતુ શુક્રવારે એક્ટિવ કેસની સંખ્યા ૩,૮૮૧ ઘટીને ૪,૦૫,૫૧૩ થઇ હતી. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૮,૭૪૦ દર્દી રિકવર થયાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન