13th October 2018: 3 PM Top Headlines
  • Home
  • Featured
  • News @3PM: અમદાવાદમાં દેશી દારૂના અડ્ડાઓ પર પોલીસ ત્રાટકી સહિતના અગત્યના સમાચાર

News @3PM: અમદાવાદમાં દેશી દારૂના અડ્ડાઓ પર પોલીસ ત્રાટકી સહિતના અગત્યના સમાચાર

 | 2:56 pm IST

અમદાવાદ પોલીસે આજે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી દારૂના અડ્ડાઓ પર રેડ પાડીને ખળભળાટ મચાવી દીધો છે. તો બીજીબાજુ #MeToo ઝુંબેશના સમર્થનમાં ગુજરાતી દાંડિય ક્વિને પણ સમર્થન આપ્યું. #MeTooએ દેશભરમાં ખળભળાટ મચાવતા તેનો રેલો હવે કોર્પોરેટ જગત સુધી પણ પહોંચવાનો ડર છે. તો રાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો તાજેતરમાં જ બસપા અધ્યક્ષ માયાવતીને વડાપ્રધાન બનાવવા માતે વિરોધ પક્ષોને એકજુથ થવાનું આહવાન કરનારી ઈન્ડિયન નેશનલ લોકદળ (ઈનેલો)માં ભંગાણ પડતું જણાય છે. ઈનેલોમાં ભંગાણની આ સંભાવના ભાજપ માટે રાહતરૂપ બની શકે છે આ સહિતના અગત્યના સમાચાર પર એક ક્લિક

વધુ વાંચવા કરો ક્લિક-1: અમદાવાદ: બુટલેગરોના અડ્ડા પર પોલીસ ત્રાટકી, દેશી દારૂના ડ્રમે ડ્રમ વાળ્યા ઊંધા

છારાનગરમાં 1 DCP, 2 ACP, 3 PI, 7 PSI સહિત 175થી વધુ પોલીસકર્મી દ્ગારા એક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. પોલીસને છારાનગરમાં દારૂ વેચાતો હોવાની બાતમી મળતા આખી પોલીસ ટીમ ત્રાટકી છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે રાહતના સમાચાર, આ પાર્ટી તુટવાના આરે

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ બે મોરચે કામ કરી રહી છે. એક તરફ ભાજપ નવા સાથી પક્ષો જોડવાને લઈને મહેનત કરી રહી છે તો બીજી બાજુ એકત્ર થઈ રહેલા વિરોધ પક્ષ અને ત્યાર બાદ રચાનારા મહાગઠબંધનમાં ફાચર મારવા પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે. તેવામાં ભાજપ માટે સામેથી જ એક રાહતરૂપ સમાચાર આવ્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: #Metooમાં હવે BCCIના સીઇઓ પર લાગ્યો યૌન શોષણના આરોપ

#Metoo મૂવમેન્ટે તોફાનનું રૂપ લઇ ચૂક્યું છે અમેરિકાથી ભારત સુધીની મહિલાઓ યૌન કે માનસિક સતામણીની પોતાની કહાની શેર કરી રહી છે. MeTooની કડીમાં નાના પાટેકર, આલોક નાથ જેવા કલાકાર, એમજે અકબર જેવા રાજનેતા અને નૌકરશાહ સિવાય અર્જુન રણતુંગા-લસિથ મલિંગા જેવા ક્રિકેટર્સના નામ સામે આવી ચૂક્યા છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: #MeToo અભિયાનને લઈને  કોર્પોરેટ સેકટરમાં ફફડાટ

#MeToo અભિયાનથી બોલીવુડ, રાજનીતિ અને મીડિયાના કેટલાયે દિગ્ગજો પર સેક્શ્યુઅલ હેરેસમેન્ટના આરોપ લાગી ચુક્યા છે. સૌથી વધુ મામલાઓ તા સાથે કામ કરનારા લોકોએ એક બીજા પર આરોપ લગાવ્યા છે. આ સમયમાં કેટલીક દિગ્ગજ કંપનીઓ અને સંગઠનોમાં ફફડાટ ફેલાયો છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: #MeToo અંગે દાંડિયા ક્વીન કિંજલ દવે મોટો ઘટસ્ફોટ કરતાં કહ્યું કે….

#MeToo મુવમેન્ટની અંતર્ગત બોલિવુડ, રાજકારણ, અને મીડિયાના કેટલાંય દિગ્ગજો પર સેક્સુઅલ હરેસમેન્ટના આરોપ લાગ્યા છે. #MeTooએ ભારતમાં ખળભળાટ મચાવી દીધો છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીને ત્યાં ત્રીજા નોરતે બંધાયું પારણું

નવલી નવરાત્રીમાં માતાજીના ગરબામાં પોતાનો સૂર રેલાવી ખેલૈયાઓમાં રમવા માટે થનગનાટ કરનાર ગુજરાતી લોકગાયક કિર્તીદાન ગઢવીના ઘરે પારણું બંધાયું છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: દિગ્ગજ સંગીતકારા અને પંડિત રવિશંકરની પત્ની અન્નપૂર્ણા દેવીનું નિધન

દિગ્ગજ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર રોશનઆરા ખાન ઉર્ફ અન્નપૂર્ણા દેવીનું શનિવારે મુંબઈની 91 વર્ષની ઉંમરે નિધન થયુ છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: ક્રિકેટર શ્રીસંતની એક્સ ગર્લફ્રેન્ડે કર્યો ચોંકાવનારો ખુલાસો

ક્રિકેટર શ્રીસંત આજકાલ ખૂબ ચર્ચામાં છે. બિગ બોસના ઘરમાં તે તેના ગુસ્સાને લઇને ખૂબ ચર્ચામાં રહે છે. પરંતુ હવે ઘરની બહાર પણ તે વિવાદોમાં આવી ગયા છે. શ્રીસંતની એક્સ ગર્લફ્રેન્ડે તેની પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા છે. તેની સાથે જ તેની ગર્લફ્રેન્ડે એવું પણ કહ્યું કે તેને તેની પત્ની સાથે પણ દગો કર્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: ટેકનોલોજીની હરણફાળ હ્યૂમનૉયડ રોબોટે છાપરા પર લગાવી એવી છલાંગો કે તમે રહી જશો દંગ

અમેરિકી રોબોટિક્સ કંપની બૉસ્ટન ડાયનૈમિક્સે નવો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં હ્યૂમનૉયડ રોબોટ ‘એટલસ’ વિઘ્નો ઉપરથી છલાંગ મારતો દેખાય છે. બેટરીથી ચાલનાર આ રોબોટ હાઈ મોબિલીટી રોબોટ છે, જે સતત 40 સેન્ટીમીટર ઉંચી છલાંગ લગાવી શકે છે.  જાણો તેની ખાસિયતો અંગે વિગતે

વધુ વાંચવા કરો ક્લિક-10: Video : CMની ઓફીસ પર એક વ્યક્તિ ચાકુ લઈને ધસી આવ્યો અને…

ગઈ કાલે સાંજે સાત વાગ્યાની આસપાસ લખનૌના એનેક્સી ભવનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર હતાં. બરાબર તે જ સમયે બહાર રોડ પર એક વ્યક્તિ ચપ્પા સાથે આવી પહોંચે છે અને પછી…