13th October Gujarati Top News Headlines Till 6 PM
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગુજરાતમાં સરકારી ભરતીની વયમર્યાદામાં છૂટ, T-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં ફેરફાર

ગુજરાતમાં સરકારી ભરતીની વયમર્યાદામાં છૂટ, T-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં ફેરફાર

 | 5:59 pm IST
  • Share

ટી-20 વર્લ્ડકપ 2021 યૂએઇ અને ઓમાનમાં રમાશે. આ માટે તમામ દેશોએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે શાર્દુલ ઠાકુરને અક્ષર પટેલના સ્થાને રિપ્લેસ કરવામાં આવ્યો છે અને તેને ટી-20 વર્લ્ડકપ માટે 15 સભ્યોની ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. અક્ષર પટેલના સ્થાને શાર્દુલને લેવાનો નિર્ણય કોઇ ઇજા નહીં, પરંતુ BCCIનો પોતાનો છે. ઠાકુરને ટીમમાં સામેલ કરવાનું સંભવિત કારણ હાર્દિક પંડ્યાની અનિશ્ચિતતા છે, જેણે અત્યાર સુધીમાં બોલિંગ કરી નથી.
કોરોનાની સ્થિતિમાં અનેક પરીક્ષાઓ, ભરતી અંગેની તકલીફો રાજ્યના યુવાનોએ વેઠી છે, તેનાથી સરકાર પૂરી રીતે વાકેફ છે. તેમાંથી તેમને બહાર કાઢવા માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવાઈ રહી છે, તેમાં છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 01-09-2021થી 31-08-2022 સુધી સરકારની સીધી ભરતીમાં વયમર્યાદામાં છૂટનો નિયમ લાગૂ પડશે. સહિત સાંજે 6 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1:   સરકારી ભરતીની વયમર્યાદામાં 1 વર્ષનો વધારો, રાજ્ય સરકારે કરી જાહેરાત

કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયની વિગતો આપતા સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ ના લઈ શક્યા હોય, તેવા વિદ્યાર્થીઓને વયમર્યાદામાં એક વર્ષની છૂટ આપવામાં આવી છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: રેશનકાર્ડ ધારકોની દિવાળી સુધરી, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

 

કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, દિવાળી નિમિત્તે રેશનકાર્ડ ધારકોને રાજ્ય સરકાર મોટી ભેટ આપવા જઈ રહી છે. જેમાં 35 લાખ રેશનકાર્ડ ધારકોની જગ્યાએ હવેથી 71 લાખ રેશનકાર્ડ ધારકોને તેલ આપવામાં આવશે. NFSA કાર્ડ ધારકોને રેશન કાર્ડ દીઠ 1 લીટર કપાસિયા તેલ આપવામાં આવશે.

વધુ વાંચવા કરો ક્લિક-3: દેશમાં વીજસંકટને લઈને નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું…

નાણામંત્રી નિર્મલા સીતારમણે કોલસા અને વીજળી સંકટની વાતને નિરાધાર ગણાવી છે અને સાચું એ છે કે ભારત વીજળીની વાતમાં સરપ્લસ એટલે કે જરૂરિયાતથી વધારે ઉત્પાદન કરનારો દેશ છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: 20 હજાર પગારવાળા સરકારી કર્મચારીઓને રૂ.9000નો વધારો મળશે

ઓડિસાના 7.5 લાખ સરકારી કર્મચારીઓ અને પેંશનરો માટે સારા સમાચાર છે. તહેવારો પહેલા તેમના મોંઘવારી ભથ્થા (Dearness Allowance, DA) અને મોંઘવારી રાહત (Dearness Relief, DR)માં વૃદ્ધિની જાહેરાત થઇ ગઇ છે. રાજ્ય સરકારે તેમના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કર્યો છે. આ વધારો 1 જુલાઇ 2021થી લાગુ થશે.

વધુ વાંચવા કરો ક્લિક-5: ‘આકાશવાણી’માં ભવિષ્યવાણી: IPL 2021માં દિલ્હીનો પ્રવાસ આજે સમાપ્ત

આઇપીએલ 2021 પોતાના છેલ્લા તબક્કામાં પહોંચી ગયું છે. બીજા ક્વોલિફાયરમા આજે રાત્રે કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ આમનેસામને હશે. જે ટીમ આ મેચ હારશે તેનો પ્રવાસ અહિંથી જ સમાપ્ત થઇ જશે. જીતનાર ટીમ 15 ઓક્ટોબરે ચેન્નઇ સુપર કિંગ્સ સામે ફાઇનલમાં ટકરાશે.

વધુ વાંચવા કરો ક્લિક-6: ભારતની સ્ટાર એથલિટ કોરોના મહામારીની ઝપેટમાં આવી

ભારતની સ્ટાર મહિલા એથલિટ હિમા દાસ કોરોના વાયરસ મહામારીની ઝપેટમાં આવી ગઇ છે. તે એનઆઇએસ પટિયાલામાં ટ્રેનિગ શરૂ કરવા માટે પરત ફરી હતી. ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ નહી કરી શક્નાર હિમાની તપાસ થઇ હતી, જેમા તે કોવિડ પોઝિટિવ જોવા મળી છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: T-20 વર્લ્ડકપ માટે અંતિમ ઘડીએ ટીમ ઇન્ડિયામાં ફેરફાર, આ ખેલાડી આઉટ

 

આઇપીએલ 2021ના બીજી તબક્કામાં ઘણા ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન નિરાશાજનક રહ્યા બાદ ભારતીય ટીમમાં પણ ફેરબદલના એંધાણ હતા. જેને લઇ અત્યારે ખબર સામે આવી છે કે, શાર્દુલ ઠાકુરને ટી-20 વર્લ્ડકપ માટે 15 સભ્યોની મુખ્ય ટીમમાં અક્ષર પટેલના સ્થાને જગ્યા આપવામાં આવી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો