13th september 2019 top headline till 12 pm
  • Home
  • Featured
  • [email protected]: ઇમરાન ખાને અમેરિકાને દુનિયા સામે પાડ્યું ઉઘાડું, BRTS બસે મહિલાને લીધી અડફેટે

[email protected]: ઇમરાન ખાને અમેરિકાને દુનિયા સામે પાડ્યું ઉઘાડું, BRTS બસે મહિલાને લીધી અડફેટે

 | 11:59 am IST

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે તેમના દેશે આતંકવાદની વિરૂદ્ધ લડાઇમાં અમેરિકાને સાથ આપવાની ભારે કિંમત ચૂકવવી પડી છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન-ISROના ચેરમેન ડૉ.કે.સિવને ચંદ્રયાન-2ના લોન્ચિંગ પહેલાં કહ્યું હતું કે ચંદ્ર પર વિક્રમ લેન્ડરને ઉતારવામાં 15 મિનિટ લાગશે.   ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન-ઇસરો તરફથી ચંદ્રયાન-2 ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના ધરણીધર વિસ્તાર પાસે એક BRTS બસે મહિલાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે.  આજથી 26 વર્ષ પહેલા શેન વોર્ને 1993ની એશેઝ દરમિયાન ઓલ્ડ ટ્રેફર્ડ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના માઈક ગેટિંગને જે બોલ પર બોલ્ડ કર્યો હતો તેને શતાબ્દીની સર્વશ્રેષ્ઠ બોલ કહેવામાં આવે છે. સહિતના અગત્યના સમાચાર

 પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે તેમના દેશે આતંકવાદની વિરૂદ્ધ લડાઇમાં અમેરિકાને સાથ આપવાની ભારે કિંમત ચૂકવવી પડી છે. પાકિસ્તાનના પીએમે કહ્યું છે કે અમેરિકાએ અંતમાં અફઘાનિસ્તાનમાં પોતાની નિષ્ફળતાનો દોષનો ટોપલો પાકિસ્તાનના માથા પર ઢોળી દીધો તે યોગ્ય નથી.

વધુ વાંચવા કરો ક્લિક-2:  ચંદ્રયાન-2: યાદ છે કે.સિવને કહ્યું હતું- ‘ડરામણી 15 મિનિટ’! આ શબ્દનું સત્ય જાણીને આશ્ચર્યચકિત થઇ જશો

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન-ISROના ચેરમેન ડૉ.કે.સિવને ચંદ્રયાન-2ના લોન્ચિંગ પહેલાં કહ્યું હતું કે ચંદ્ર પર વિક્રમ લેન્ડરને ઉતારવામાં 15 મિનિટ લાગશે. આ લેન્ડિંગ ખૂબ જ અઘરું અને જટિલ હશે. તેમાં કંઇપણ અનહોની થઇ શકે છે એટલા માટે જ આ ’15 Minutes of Terror’ અથવા ‘ડરની 15 મિનિટ’ હશે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન-ઇસરો તરફથી ચંદ્રયાન-2 ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમેરિકાની સંસ્થા નાસા પણ આ કાર્યમાં જોડાય ગઇ છે. હવે તો ગણતરીના 8 દિવસ સુધી સંપર્ક સાંધવાની કોશિષ ચાલુ રહી શકશે.

વધુ વાંચવા કરો ક્લિક-4: અમદાવાદના ધરણીધર પાસે BRTS બસે મહિલાને લીધી અડફેટે, લોકોએ કર્યો હોબાળો

અમદાવાદના ધરણીધર વિસ્તાર પાસે એક BRTS બસે મહિલાને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે. BRTS બસે એક્ટિવા પર જઈ રહેલી એક મહિલાને ટક્ટર મારતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. બનાવ બનતા ઘટના સ્થળે લોકો ભેગા થયા હતા.

ભાજપનાં સદસ્યતા અભિયાનમાં આગેવાનો પર સભ્ય બનાવવાનું પ્રેશર હવે પક્ષને વિવાદોમાં મૂકે તો નવાઈ નહીં! કારણ કે, કચ્છના નખત્રાણામાં ભાજપના સદસ્યતા અભિયાનમાં પાકિસ્તાનના નાગરિકનું આગેવાનોએ સભ્ય ફોર્મ સ્વીકારી લીધું હોય તેવો ફોટો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.
 
આજથી 26 વર્ષ પહેલા શેન વોર્ને 1993ની એશેઝ દરમિયાન ઓલ્ડ ટ્રેફર્ડ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના માઈક ગેટિંગને જે બોલ પર બોલ્ડ કર્યો હતો તેને શતાબ્દીની સર્વશ્રેષ્ઠ બોલ કહેવામાં આવે છે. આ બોલે વોર્નની જિંદગીને બદલી નાંખી તેમ કહી શકાય. આજે આ દિગ્ગજ ક્રિકેટરનો જન્મદિવસ છે. 13 સપ્ટેમ્બર 1959ના વિક્ટોરિયામાં જન્મેલ શેન વોર્ન 50 વર્ષના થઈ ચુક્યા છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે PNB સહિત દેશની કેટલીક મોટી બેન્કોના વિલયની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં બેન્કિગ સેક્ટરના અલગ અલગ ટ્રેડ યુનિયન હડતાળ પર જવાના છે. બેન્ક કર્મચારીઓની હડતાળથી આ મહિને સતત ચાર દિવસ સુધી બેન્કો બંધ રહેવાની છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: રાનૂ બાબતે હિમેશ રેશમિયાનો લતા મંગેશકરને સણસણતો જવાબ, મો પર જ કહી દીધી વાત!

રાનૂ મંડલને આજે નાના માણસથી માંડી મોટા વૃદ્ધો સહિતનાં તમામા લોકો ઓળખે છે. એનું કારણ છે રાનૂ મંડલનો સુરીલો અવાજ. જ્યારથી હિમેશ રેશમિયાનું નવું ગીત વાયરલ કરવાનાં સમાચાર છે ત્યારથી જ રાનૂ એક સેલેબ્રિટી બની ગઈ છે. લતા મંગેશકરે પણ રાનૂ વિશે પ્રતિક્રિયા આપી હતી અને હવે હિમેશે રાનૂને જવાબ આપ્યો છે કે જે ચર્ચામાં છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: #MeToo પર એક વર્ષ બાદ અભિનેત્રીનો ચોંકાવનારો ખુલાસો, ‘પૈસા લઈને મોઢું બંધ કરી…’

#MeToo મુવમેન્ટનું લગભગ 1 વર્ષથી ઉપર થઈ ગયું છે છતાં હજુ ધણી અભિનેત્રીઓ એના પર બોલે છે અને પોતાનાં પર વિતેલી આપવીતી સંભળાવે છે. હાલમાં જ એક અભિનેત્રીએ રાજ ખોલીને બધાને હેરાન કરી નાખ્યા છે. જાણીતી ટીવી અભિનેત્રી ચાહત ખન્નાએ #MeToo સાથે જોડાયેલ એક મોટો ખુલાસો કર્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: ફેસબુક, ટ્વિટરને આધાર સાથે જોડવાના મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

સોશિયલ મીડિયાને આધાર સાથે જોડવાના મામલે સુપ્રીમ કોર્ટ આજે ફેસબુક પર અરજીની સુનાવણી કરશે. આ બધા કેસ મદ્રાસ હાઇકોર્ટ, બોમ્બે હાઈકોર્ટ અને મધ્યપ્રદેશ હાઇકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. ફેસબુકે સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરી હતી કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન