13th September 2019: Top Headlines Till 3 PM
  • Home
  • Featured
  • [email protected]: મોરારીબાપુના સમર્થનમાં રાજ્યમાં ઍવૉર્ડ વાપસી, વિક્રમ લેન્ડરને લઈ NASA આપશે ખુશખબર

[email protected]: મોરારીબાપુના સમર્થનમાં રાજ્યમાં ઍવૉર્ડ વાપસી, વિક્રમ લેન્ડરને લઈ NASA આપશે ખુશખબર

 | 2:57 pm IST

મોરારી બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચેનો વિવાદ પૂર્ણ થયો હોય એવું લાગી રહ્યું છે. પરંતુ તેમ છતાં મોરારી બાપુને માનતા નામી કલાકારો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા મોરારિબાપુનું અપમાન કરાયું હોવાનું માનીને સંપ્રદાય દ્વારા આપવામાં આવેલા સન્માન ‘રત્નાકાર’ એવોર્ડને પરત કરી રહ્યા છે. હવે વધુ એક કલાકારે એવોર્ડ પરત કરવાનું કહ્યું છે. ભારત ચંદ્રયાન-2ના મિશન અંતર્ગત ચંદ્ર પર મોકલવામાં લેન્ડર વિક્રમની જાણકારી મેળવવામાં હવે અમેરિકાના અવકાશી સંસ્થા નાસા પણ મદદ કરી રહી છે. નાસાનું ઓર્બિટર મંગળવારે ચંદ્રની સપાટી પર એ જગ્યા પરથી ઉડશે જ્યાં વિક્રમે લેન્ડિંગ કર્યું છે. જેનાથી વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સાધવામાં મદદ મળી શકે છે સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: મોરારી બાપુના સમર્થનમાં હવે રાજ્યમાં એવૉર્ડ વાપસીની શરૂઆત, આ કલાકારે આપ્યું મોટું નિવેદન

મોરારી બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચેનો વિવાદ પૂર્ણ થયો હોય એવું લાગી રહ્યું છે. પરંતુ તેમ છતાં મોરારી બાપુને માનતા નામી કલાકારો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા મોરારિબાપુનું અપમાન કરાયું હોવાનું માનીને સંપ્રદાય દ્વારા આપવામાં આવેલા સન્માન ‘રત્નાકાર’ એવોર્ડને પરત કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ જાણીતા લોકસાહિત્યકાર અને પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ રત્નાકર એવોર્ડ પરત કર્યો છે. તેમને મોરારિબાપુના સમર્થનમાં આ એવોર્ડ પરત કર્યો છે. ઉપરાંત જાણીતા માયાભાઈ આહીર, દેવરાજ ગઢવી અને અનુભા ગઢવીએ પણ મોરારિબાપુના સમર્થનમાં આ એવોર્ડ પરત કર્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: નવા ટ્રાફિક નિયમોને લઈ રાજ્યની જનતા માટે રાહતના સમાચાર, સરકારે કરી મહત્વની જાહેરાત

કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટ હેઠળ દેશભરમાં નવા ટ્રાફિક નિયમો લાગૂ કર્યા બાદ કેટલાક રાજ્યોમાં આ નવા નિયમોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ વસૂલાતા ભારે ભરકમ દંડનો વિરોધ કેટલાક રાજ્યોમાં જોવા મળ્યો છે. જ્યારે ગુજરાત રાજ્યમાં આ નવા નિયમો હેઠળ દંડની રાશિમાં હવે ઘટાડો કરવામાં આવ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: વિક્રમ લેન્ડરને લઈને NASA આપશે ખુશખબર, ગમે તે ઘડીએ કરી શકે છે ઘટસ્ફોટ

ભારત ચંદ્રયાન-2ના મિશન અંતર્ગત ચંદ્ર પર મોકલવામાં લેન્ડર વિક્રમની જાણકારી મેળવવામાં હવે અમેરિકાના અવકાશી સંસ્થા નાસા પણ મદદ કરી રહી છે. નાસાનું ઓર્બિટર મંગળવારે ચંદ્રની સપાટી પર એ જગ્યા પરથી ઉડશે જ્યાં વિક્રમે લેન્ડિંગ કર્યું છે. જેનાથી વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સાધવામાં મદદ મળી શકે છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: 1 રૂપિયામાં ઇડલી વેચતા 80 વર્ષના દાદીના વ્હારે આવી મોદી સરકાર, કરી આ ખાસ મદદ

તામિલનાડુના કોઇમ્બતુર જિલ્લાના 80 વર્ષના એક મહિલાની અદમ્ય ભાવનાએ કેટલાંય લોકોના દિલ જીતી લીધા છે. તેમની કઠિનાઇનું ચિત્રણ કરેલ વીડિયો ખૂબ વાયરલ થતાં ખુદ સરકાર પણ તેમની મદદ પહોંચી ગઇ. એક જ દિવસની અંદર અમ્માને એલપીજી કનેકશન મળી ગયું છે. કમલાથલની કહાની સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઇ ગઇ, જ્યારે બિઝનેસ ટાયકૂન મહિન્દ્રા ગ્રૂપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ તેમનો એક સાધારણ ઝૂંપડીમાં ઇડલી તૈયાર કરતો વીડિયો શેર કર્યો.

વધુ વાંચવા કરો ક્લિક-5: ચેન્નાઇમાં ટોચની બિઝનેસવુમનનો મૃતદેહ મળતા ચકચાર, મોતને લઈને અનેક તર્ક વિતર્ક

રીટા લંકાલિંગમ નામની મહિલા જે બિઝનેસ ક્ષેત્રે લાંસન જૂથના જોઇન્ટ મેનેજીંગ ડાયરેકટર હતા. ગુરૂવારે પોતાના નિવાસે મૃત હાલતમાં મળી આવ્યા છે. પોલીસે આ અંગે જાણકારી આપી હતી. તેમના પતિ રાજ્યમાં ટોયેટો ઓટોમોબાઈલ ક્ષેત્રે એક મોટા કાર ડીલર છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: શાહરૂખ-કાજોલનો એ ફોટો હજુ ગૌરીખાને સાચવી રાખ્યો, હવે અપલોડ કરીને ખુલાસો કર્યો કે…

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને ટ્વિટર પર એક મોટો ખુલાસો કર્યો છે. ગૌરીએ બાઝીગર ફિલ્મની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં શાહરૂખ ખાન અને કાજોલ એકસાથે જોવા મળી રહ્યા છે. આ તસવીર પોસ્ટ કરીને ગૌરી ખાને ખુલાસો કર્યો છે કે તેણે ફિલ્મનાં સોન્ગમાં શાહરૂખ ખાને જે કપડાં પહેર્યા છે તે ડિઝાઇન કર્યા હતાં.

વધુ વાંચવા કરો ક્લિક-7: વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો પૃથ્વી જેવો બીજો ગ્રહ, શું છે ખાસ જાણો આ પોસ્ટ દ્વારા

પ્રથમ વખત અવકાશ વૈજ્ઞાનિકોએ પૃથ્વી સિવાય એક એવો ગ્રહ શોધી કાઢ્યો છે જ્યાં જીવનની સંભાવનાઓ હોઈ શકે છે. આ ગ્રહ પર પાણી પણ છે અને માનવ જીવન માટે તાપમાન પણ અનુકૂળ છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: ભારત માટે ઓપનિંગની સમસ્યાનાં હલ માટે રોહિત શર્માનું જ નામ ચર્ચામાં, પણ હકીકત….

સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ માટે પસંદગી કર્તાઓએ કેએલ રાહુલને બહાર કરી દીધો છે અને રોહિત શર્માને ઓપનર તરીકે નવી ભૂમિકા સોંપવાનો નિર્ણય કર્યો છે. રાહુલે પોતાની છેલ્લી 12 શૃંખલામાં એક વખત પણ 50+નો સ્કોર કર્યો નથી.

વધુ વાંચવા કરો ક્લિક-9: શરીરના આ અંગ પર મૂકો બરફનો ટૂકડો, ચપટીમાં દૂર થશે દરેક પ્રકારના દુખાવા

કેટલાક લોકો ઘરેલું ઉપાયની મદદથી શારીરિક દુખાવો દૂર કરવાની કોશિશ કરે છે. જોકે, અમે તમને બરફનો એક એવો ઉપાય જણાવવા જઇ રહ્યા છીએ જેને અપનાવીને તમે ચપટીમાં શરીરના દુખાવાથી રાહત મેળવી શકો છો.

વધુ વાંચવા કરો ક્લિક-10: સૂર્ય, શનિ અને મંગળ ગ્રહ કરશે ગોચર, જાણો તમામ રાશિઓ પર કેવી પડશે અસર

સપ્ટેમ્બર મહિનાના 13 દિવસ પુરા થવા આવ્યા છે. સપ્ટેમ્બર મહિનાના પહેલા 15 દિવસમાં શુક્ર અને બુધ પોતાની રાશિ બદલશે. હવે બાકી રહેલા ત્રણ મુખ્ય ગ્રહ મંગળ, સૂર્ય અને શનિ રાશિ પરિવર્તન કરશે. આ સમય દરમિયાન આ ગ્રહોના રાશિ પરિવર્તનથી કઈ રાશિઓને મળશે ફાયદો આઓ જાણીએ.

આ વીડિયો પણ જુઓ – અમદાવાદમાં ધરણીધર પાસે BRTS બસે મહિલાને લીધી અડફેટે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન