13th September 2021: Gujarati Top News Headlines Till 12 PM
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • [email protected]: જામગનરમાં વરસાદી કહેર, CM પદના શપથ લેતા પહેલાં જ ભુપેન્દ્ર પટેલ એકશનમાં

[email protected]: જામગનરમાં વરસાદી કહેર, CM પદના શપથ લેતા પહેલાં જ ભુપેન્દ્ર પટેલ એકશનમાં

 | 11:58 am IST
  • Share

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડતા રાજકોટ અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં પરિસ્થિતિ વણસી છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ત્યારે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ લેતા પહેલાં જ તેમણે જામનગરમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવાના આદેશ આપી દીધા સહિતના અત્યાર સુધીના મહત્વના સમાચાર

વધુ વાંચો: જામનગર જિલ્લામાં વરસાદી કહેર, જ્યાં નજર નાંખો ત્યાં પાણી જ પાણી, અનેક ગામો સંપર્ક વિહોણા

જામનગરમાં વરસાદ કહેર બનીને વરસી રહ્યો છે. જામનગરના ગામડાઓ બેટમાં ફેરવાય ગયા છે અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

વધુ વાંચો: જામનગરમાં ધોધમાર વરસાદ, આલિયા ગામ બેટમાં ફેરવાયું, શપથવિધિ પહેલાં જ ભુપેન્દ્ર પટેલ એક્શનમાં

સમગ્ર સૌરાષ્ટ્ર અને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભાદરવામાં ચોમાસાએ જમાવટ કરી છે. રવિવારે પણ મેઘરાજા મહેરબાન રહ્યાં હતા. ખંભાળિયામાં પાંચ ઈંચ અને જામનગરમાં 4.5, કપરાડામાં 3.5, રાજકોટમાં અઢી ઈંચ સુધીનો વરસાદ ખાબકતા ખેડૂતો આનંદમાં આવી ગયા છે. પરંતુ બીજી બાજુ ગુજરાતની રાજનીતિમાં પણ આજનો દિવસ મહત્વપૂર્ણ છે.

વધુ વાંચો: કારના કૂરચે કૂરચા: ધંધુકા-બગોદરા રોડ પર ગોઝારો અકસ્માત, 4 મહિલાના કમકમાટીભર્યા મોત

રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે આજે વહેલી સવારે ધંધુકા બગોદરા રોડ હરિપુરા પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો છે. આજે વહેલી સવારે ઇકો કાર અને ટ્રક ધડાકાભેર અથડાઈ છે. જેમાં ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે બે વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

વધુ વાંચો: ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત બાદ આજે નીતિન પટેલનું નિવેદન: બધાને બધું મળે એ શક્ય નથી….

ગુજરાતના નવા સીએમ તરીકે ભુપેન્દ્ર પટેલના નામ પર મહોર વાગી છે. આજે સવારથી જ ભુપેન્દ્ર પટેલના નિવાસ્થાને શુભેચ્છા પાઠવવા માટે લોકોની ભીડ જામી છે. આજે ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ કાર્યક્રમનો ધમધમાટ ચાલી રહ્યો છે.

વધુ વાંચો: SCO શિખર સંમેલનમાં ભાગ લેશે PM નરેન્દ્ર મોદી, આ મહત્વના મુદ્દાઓ બેઠકમાં ચર્ચાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 16 સપ્ટેમ્બરે શંઘાઈ સહયોગ સંગઠનની સમિટમાં (Shanghai Cooperation Organisation) શિખર સંમેલનમાં ભાગ લેશે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં PM મોદી ઉપરાંત સાત અન્ય પડોશી દેશોના વડાઓ પણ ભાગ લેશે.

વધુ વાંચો: મને મુખ્યમંત્રીની જવાબદારી સોંપવા બદલ મોદી-શાહ-નડ્ડાનો આભાર : ભુપેન્દ્ર પટેલ

પદમાનિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમની વરણી બાદ તુર્ત જ ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટિલને સાથે રાખીને કમલમ્ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં એમણે મુખ્યમંત્રીપદની જવાબદારી સોંપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો, ઘાટલોડિયા બેઠકને આવરતા ગાંધીનગર સંસદીય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહનો અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાનો આભાર માન્યો હતો.

વધુ વાંચો: અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનો મહિલાઓ પર અત્યાચારનો Video જોઇ કંપી ઉઠશો

અફઘાનિસ્તાનમાં કાર્યવાહક સરકાર બન્યા બાદ તાલિબાને પ્રજા પર અત્યાચાર કરવાનો સિલસિલો શરૂ કરી દીધો છે. તેના પુરાવા કયાંય દૂર સુધી શોધવા જવાની જરૂર નથી. 

વધુ વાંચો: FBI નો મેમો 11 સપ્ટેમ્બરના રોજના હુમલાખોરો અને સાઉદી અરબની સાઠગાંઠની ચાડી ખાય છે

બાઇડેન વહીવટીતંત્રે શનિવારે બિનવર્ગીકૃત કરેલો એફબીઆઇ મેમો ૧૧ સપ્ટેમ્બર, ૨૦૧૧ના રોજ પ્લેન હાઇજેક કરીને ટ્વિન ટાવર પર થયેલા હુમલાના હુમલાખોરો અને સાઉદી અરબ વચ્ચેની સાઠગાંઠની શંકા તો જન્માવે છે, પરંતુ આ હુમલા માટે સાઉદી અરેબિયા સામે કાનૂની કેસ કરવાની ઇચ્છા ધરાવતા પીડિત પરિવારોને જે પ્રકારનો સંગીન પુરાવો જોઇએ છે તેવો આ સંગીન પુરાવો નથી.

વધુ વાંચો: વિરાટ કોહલી T20 વર્લ્ડકપ બાદ કેપ્ટનશીપ છોડશે! આ દિગ્ગજને આપશે જવાબદારી

આ વર્ષના ટી 20 વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા ભારતનો આગામી વનડે અને ટી 20 કેપ્ટન બની શકે છે. તો બીજી તરફ વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી ટી 20 અને વનડે ટીમની કેપ્ટનશીપ છોડી બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

વધુ વાંચો: IPO પહેલાં જ LICનું કર્મચારીઓને ફરમાન: આ બાબતે કંઇપણ બોલવાનું નથી

LIC એ શેર બજારમાં IPO લાવતા પહેલાં કર્મચારીઓ અને એજન્ટ માટે એક ફરમાન રજૂ કરી દીધું છે

વધુ વાંચો: ‘પોતાને ભારતની દીકરી કહેતા શરમ આવે છે’, 9 વર્ષ નાના રાજ સાથે ડેટિંગની ખબર ‘બબીતા જી’ લાલઘૂમ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’ની’ બબીતા ​​જી ‘એટલે કે મુનમુન દત્તા છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. હાલમાં, મુનમુન દત્તા અને તેના સહ-કલાકાર રાજ અનાડકટની ડેટિંગને લઈને બોલિવૂડ કોરિડોરમાં ઘણી ચર્ચા થઈ હતી.

વધુ વાંચો: જ્યારે સૂર્યનું તાપમાન સૌથી વધારે હશે ત્યારે મંગળ પર જવાની ઈચ્છા ધરાવે છે વૈજ્ઞાનિકો, કારણ છે આ

વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે મંગળ પર જવાનો શ્રેષ્ઠ સમય કયો હશે? UCLA Reseach Scientistsની ટીમે શ્રેષ્ઠ સમયની ગણતરી કરી છે અને જણાવ્યું છે કે મંગળ સોલર મેક્સિમમ દરમિયાન જઈ શકે છે જ્યારે રેડિએશનનું જોખમ ઓછું રહેશે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો