14 former ministers asked for bungalows in Gandhinagar, all allotted
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 14 પૂર્વ મંત્રીઓએ ગાંધીનગરમાં બંગલા માગ્યા, તમામને ફાળવાયા

14 પૂર્વ મંત્રીઓએ ગાંધીનગરમાં બંગલા માગ્યા, તમામને ફાળવાયા

 | 5:36 am IST
  • Share

  • પાંચ પૂર્વ કેબિનેટ મંત્રીઓને ક ટાઈપના મોટા બંગલા અપાયા
  • રાજ્યકક્ષાના 8 પૂર્વ મંત્રીઓને ખ ટાઈપના થોડા નાના બંગલા મળ્યા
  • જો કે કેટલાક સિનિયર મંત્રીઓએ આવા ક્વાર્ટર લેવાનો ઈન્કાર કર્યો હતો.

રૂપાણી સરકારમાં મંત્રી રહેલા કુલ 14 પૂર્વ મંત્રીઓએ ગાંધીનગરમાં બંગલાની માગણી કરી હતી. જેને ધ્યાનમાં રાખીને સરકારે આ પૂર્વ મંત્રીઓને સરકારી બંગલાઓ ફાળવી આપવાનો આદેશ કર્યો હતો. બંગલાઆોની ફાળવણી થયા બાદ હવે વધુ એક કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા પણ જાગ્યા છે. તેઓએ પણ સરકાર પાસે બંગલો માગ્યો છે.

ગત 11 સપ્ટેમ્બરે મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ તેના મંત્રી મંડળના તમામ મંત્રીઓની પણ હકાલપટ્ટી કરાઈ હતી. જેને પગલે મંત્રીઓના આવાસમાં ફાળવાયેલા બંગલાઓને ખાલી કરવાની તેઓને ફરજ પડી હતી. ત્યાર બાદ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીને સરકીટ હાઉસની સામેનો વિશાળ બંગલો ફાળવી દેવાયો હતો. જ્યારે અન્ય મંત્રીઓને ધારાસભ્યોને ફાળવાતા ક્વાર્ટર આપવાની ઓફર કરાઈ હતી. જો કે કેટલાક સિનિયર મંત્રીઓએ આવા ક્વાર્ટર લેવાનો ઈન્કાર કર્યો હતો.

આખરે પાંચ પૂર્વ કેબિનેટ કક્ષાના મંત્રીઓને ક ટાઈપના બંગલા ફાળવી દેવાયા છે.જ્યારે છઠ્ઠા પૂર્વ કેબિનેટ મંત્રીને ખ ટાઈપનો બંગલો ફાળવાયો છે. બાકીના 8 રાજ્યકક્ષાના મંત્રીઓને  ખ ટાઈપના બંગલા ફાળવાયા છે.  ક ટાઈપના બંગલા ખ ટાઈપના બંગલાથી થોડા મોટા છે. પરંતુ બન્ને પ્રકારના બંગલાનું મહિને રૂ.4800 ભાડું છે. બે દિવસ પહેલા પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ પણ ક ટાઈપનો બંગલો માંગતા સરકાર હવે તેને ક્યાં બંગલો આપે છે તે જોવુ રહ્યું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો