આવતી કાલે સંક્રાંતિ દિવસના બીજા ભાગમાં, વરસાદના યોગ - Sandesh
  • Home
  • Astrology
  • આવતી કાલે સંક્રાંતિ દિવસના બીજા ભાગમાં, વરસાદના યોગ

આવતી કાલે સંક્રાંતિ દિવસના બીજા ભાગમાં, વરસાદના યોગ

 | 10:02 am IST

આવતી કાલે નાના-મોટા સૌ કોઈનો પ્રિય તહેવાર ઉત્તરાયણ ઉજવાશે. આ વર્ષે સંક્રાંતિ દિવસના બીજા ભાગમાં થતી હોવાથી દૃશ્ય-શ્રાવ્ય- સમાચાર માધ્યમોમાં અવનવી બાબતોનું પ્રસારણ થાય. નેતાઓમાં વિગ્રહ, પવન ફૂંકાય, વરસાદના યોગ છે. સાયન મકર, વ. સાયન કર્ક સંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તરાયણ અને દક્ષિણાયનમાં ક્રમશઃ હોય છે. આથી ખરી ઉત્તરાયણ પર્વ તા. ૨૧-૧૨-૨૦૧૭નું હતું. ૧૪મી જાન્યુઆરીએ ઉત્તરાયણ થતું નથી, પરંતુ નિરયણ મકર રાશિમાં સૂર્ય આવે છે. આથી મકર સંક્રાંતિનું પર્વ ગણાય છે. મકર અને કર્ક સંક્રાંતિ સાયન ગણતાથી અયન સંક્રાંતિ છે.

હિંદુ સંસ્કૃતિમાં ઉત્તરાયણ કાળને વધુ પવિત્ર માનેલ છે અને સંક્રાંતિ કાળનું મહત્વ બજારની રુખ અને મેદનીય ભવિષ્ય કથનમાં મહત્વ છે. સંક્રાંતિનું ચક્ર અંગે જોઈએ તો અધિકતમ થોડી મિનિટના ફરક સાથે સંક્રાંતિમાં ૬ કલાક ૯ મિનિટ લગભગ ઉમેરતાં તે પછીથી સંક્રાંતિ આવશે. જેમ કે ૨૦૧૮ની સાલમાં સૂર્ય નિરયણ મકર રાશિમાં ૧૩ કલાક ૪૭ મિનિટે આવે છે. જ્યારે ૨૦૧૯ની મકર સંક્રાંતિ ૧૯ કલાક ૫૦ મિનિટે આવશે. પછીની ૨૦૨૦ની સંક્રાંતિ આ પ્રમાણે ૧૫ જાન્યુઆરીએ આવે. આ વખતની મકર સંક્રાંતિની સ્થિતિ બેઠેલી છે. આથી મેદનીય ફળની દૃષ્ટિએ નેતાઓને કષ્ટ થાય, વિગ્રહ કરાવે, નેત્ર, અતિસાર રોગકારી રહે. (સંક્રાંતિ શિયાળામાં સૂતેલી સારી). સંક્રાંતિ જયા તિથિમાં હોવાથી લડાઈ, ટંટા કરાવે, પરંતુ પૃથ્વી ઉપર ધાન્યની વૃદ્ધિ થાય. સંક્રાંતિ બેસતાં ચંદ્રમા વરુણ મંડળમાં હોવાથી લોખંડ, ગોળ, ખાંડ, સાકર વ. રસકસ મોંઘા થાય. રવિવારની સંક્રાંતિ હોવાથી ધાન્ય મોંઘા થાય. સંક્રાંતિ દિવસના બીજા ભાગમાં હોવાથી બુદ્ધિજીવી વર્ગ, મુખ્ય અફસરો, ધાર્મિક જનને લગતી ખબરો ખૂબ પ્રસિદ્ધિ થતી રહે. ઉત્તરાયણના દિવસે પવન સારો રહેશે.