TopHeadline: 14 May 2019 til 12 pm National Gujarat
  • Home
  • Gujarat
  • [email protected] PM: ‘મોદી નીચ’ નિવેદન પર મણિશંકર ઐય્યર અડગ સહિતના સમાચાર

[email protected] PM: ‘મોદી નીચ’ નિવેદન પર મણિશંકર ઐય્યર અડગ સહિતના સમાચાર

 | 11:57 am IST

લોકસભા ચૂંટણી ખત્મ થાય તેના એન પહેલાં જ કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યર ફરી એકવખત ‘નીચ’ નિવેદનની સાથે પાછા ફર્યા તથા વિવાદાસ્પદ નિવેદનો અને જોક્સથી ચૂંટણીનો માહોલમાં ગરમાવો લાવી દેતાં કોંગ્રેસી નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોતસિંહ સિદ્ધુનું ગળું ખરાબ તથા હરિયાણાનાં ફરીદાબાદ ખાતે અસાવટી ગામમાં મતદાન કેન્દ્ર પર ભાજપનાં પોલિંગ એજન્ટ દ્વારા ત્રણ મહિલા વતી બટન દબાવીને મત આપવાનો વીડિયો વાઇરલ અને દેશમાં તમામ રાજ્યોની પોલીસ વિભાગની સરખામણીમાં ગુજરાત પોલીસની કામગીરી હંમેશાં પ્રશંસનીય તેમજ મહેસાણામાં એક નિષ્ઠુર માતાની ઘટના સામે આવી અને સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનું સાંજે મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન તથા  IMFની શરતો સામે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન નાખુશ અને શેન વોટ્સનની શાનદાર ઇનિંગ્સને લઇ એક ખુલાસો સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1: ‘મોદી નીચ’વાળા નિવેદન મણિશંકર ઐય્યર અડગ, કહ્યું- મેં 2017મા સાચી ભવિષ્યવાણી નહોતી કરી?

લોકસભા ચૂંટણી ખત્મ થાય તેના એન પહેલાં જ કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યર ફરી એકવખત ‘નીચ’ નિવેદનની સાથે પાછા ફર્યા છે. જો કે વાત એમ છે કે ઐય્યરે 2017મા પીએમ નરેન્દ્ર મોદી અંગે પોતાનું વિવાદાસ્પદ નિવેદન ‘નીચ કિસ્મના વ્યક્તિ’ને યોગ્ય ગણાવતા એક લેખ લખ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમ્યાન ઐય્યરે આપેલા આ નિવેદન પર ઘણો વિવાદ થયો હતો અને બાદમાં કોંગ્રેસના નેતાને માફી માંગવી પડી હતી. આ બધાની વચ્ચે કોંગ્રેસે ઐય્યરના નિવેદનથી પોતાને અલગ કરી દીધા છે.

વધુ વાંચવા કરો ક્લિક-2: સિદ્ધુને એવું તે શું થયું કે દવા અને ઇન્જેકશન લેવા પડ્યા, નહીં કરે ચૂંટણી પ્રચાર!

લોકસભા ચૂંટણી દરમિયાન પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને જોક્સથી ચૂંટણીનો માહોલમાં ગરમાવો લાવી દેતાં કોંગ્રેસી નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોતસિંહ સિદ્ધુનું ગળું ખરાબ થયું છે. તેમને દવા અપાઈ છે અને ઇન્જેક્શન અપાયું છે. ડોક્ટર સતત તેમના સ્વાસ્થ્ય ઉપર નજર રાખી રહ્યા છે. ગળું સારું થાય નહીં ત્યાં સુધી સિદ્ધુ ચૂંટણી પ્રચાર નહીં કરે.

વધુ વાંચવા કરો ક્લિક-3: ફરીદાબાદમાં મતદાનમાં પોલિંગ એજન્ટે મહિલા પાસે જઇ કર્યું એવું કે કેમેરામાં થયો કેદ, Video વાયરલ

હરિયાણાનાં ફરીદાબાદ ખાતે અસાવટી ગામમાં મતદાન કેન્દ્ર પર ભાજપનાં પોલિંગ એજન્ટ દ્વારા ત્રણ મહિલા વતી બટન દબાવીને મત આપવાનો વીડિયો વાઇરલ થતાં હોબાળો મચ્યો હતો. આ પોલિંગ એજન્ટે મતદાન વખતે ગોટાળા કર્યાની ફરિયાદ પોલીસમાં કરાઈ હતી જેને પગલે પલવલ પોલીસે તેની ધરપકડ કરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: વર્દીનો અસલી હીરો: ભીષણ આગની જવાળાઓ વચ્ચે કૂદીને પોલીસકર્મીએ બચાવ્યા માસૂમોના જીવ

દેશમાં તમામ રાજ્યોની પોલીસ વિભાગની સરખામણીમાં ગુજરાત પોલીસની કામગીરી હંમેશાં પ્રશંસનીય રહી છે. રાજ્યમાં હાલ એક ટ્રાફિક કોન્સ્ટેબલની એવી ઉમદા કામગીરી સામે આવી છે, જેને સાંભળીને તમામ ગુજરાતીઓને પોતાના રાજ્યના પોલીસ વિભાગ પર ગર્વ થાય તેમ છે. રાજ્યની પોલીસ વિભાગમાં એક ખરાબ માણસને કારણે આખું પોલીસ ડિપાર્ટમેન્ટ લજવાય તે તો ખરાબ વાત છે. તો બીજી બાજુ એવા પોલીસ કર્મીઓ પણ હોય છે જે પોતાના જીવનું જોખમ ખેડીને જનતાની સેવા કરતા હોય છે.

વધુ વાંચવા કરો ક્લિક-5: ઘોર કળિયુગ! ક્રૂર જનેતાએ 12 દિવસની બાળકીની કરી કરપીણ હત્યા, જાણો કેવી રીતે આપ્યો ઘટનાને અંજામ

મહેસાણામાં એક નિષ્ઠુર માતાની ઘટના સામે આવી છે, જેને સાંભળીને તમારું હૃદય હચમચી જશે. મહેસાણામાં એક ક્રૂર માતાએ પોતાની ફૂલ જેવડી 12 દિવસની દિકરીને અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં બાળકીને નાખીને તેની હત્યા કરી છે. આ ઘટના સામે આવતા ચારેબાજુથી ફટકાર વરસી રહી છે. આ મામલે માતા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે મહિલાના પતિએ તેની પત્ની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: આજથી રાજકોટમાં મીની IPLનો પ્રારંભ, ભવ્ય આતાશબાજી સાથે CM કરાવશે શુભારંભ

ઈન્ડિયન પ્રિમીયર લીગની પૂર્ણતા બાદ હવે આવતીકાલ તા.૧૪મીથી રાજકોટમાં ક્રિકેટનો ફિવર છવાઈ જશે. ચેતેશ્વર પૂજારા,જયદેવ ઉનડકટ સહિતના સ્ટાર ક્રિકેટરો ધરાવતી સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનું તારીખ 14મીએ સાંજે મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન થશે, તે સાથે જ સાંજે 7.30 કલાકે હાલાર હીરોઝ અને કચ્છ વોરીયર્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે.

વધુ વાંચવા કરો ક્લિક-7: ગુજરાતમાં આગામી 4 દિવસમાં આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે તો ક્યાં ભારે પવન ફૂંકાતા ધુળની ડમરીઓ ઉડી રહી છે તો ક્યાં કાળઝાળ ગરમીથી લોકો તોબાહ પોકારી ઉઠયાં છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: ભારત બાદ દુનિયાના કોઇપણ દેશને આ ફાઇટર પ્લેન નહીં વેચે અમેરિકા

અમેરિકન વિમાન કંપની લૉકહીડ માર્ટિને કહ્યું છે કે જો ભારતની તરફથી 114 લડાકુ વિમાનોની ખરીદી માટે તેને નવા F-21 લડાકુ વિમાનોનો ઓર્ડર મળે છે તો બીજા દેશોને તેનું વેચાણ કરશે નહીં. મોટાપાયે ખરીદીના સોદા માટે અમેરિકન, યુરોપિયન અને રૂસી કંપનીઓની વચ્ચેની હરિફાઇ પહેલાં જ દિગ્ગજ વિમાન કંપનીએ આ પ્રકારની રજૂઆત કરી છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: પાકિસ્તાનને આર્થિક મદદ તો મળી ગઈ, પણ IMFની શરતોથી ઈમરાન ખાનને સત્તા જવાનો ડર!

આર્થિક રીતે સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને ખેરાત તો મળી છે. પરંતુ IMFની શરતો સામે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન નાખુશ છે. ઉલ્લેખનિય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા વારંવાર કરવામાં આવેલ અરજને આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (IMF)ને સ્વિકારી લીધી છે.

વધુ વાંચવા કરો ક્લિક- 10: IPL 2019 ફાઇનલ: હરભજને કર્યો ખુલાસો- આ ક્રિકેટરે લોહીથી લથપથ હાલતમાં બનાવ્યા 80 રન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સ (MI)ની સામે ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) ત્યાં સુધી જીતતી દેખાય રહી હતી, જ્યાં સુધી મેદાન પર ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ઓલરાઉન્ડર શેન વોટસન હતો. તે રન આઉટ થયા બાદ મુંબઇ ઇન્ડિયન્સે વાપસી કરી અને એક રનથી મુકાબલો અને ખિતાબ જીતી લીધો. શેન વોટ્સનની આ શાનદાર ઇનિંગ્સને લઇ એક ખુલાસો થયો છે. જેના અંગે જાણી મુંબઇ ઇન્ડિયન્સના ફેન પણ આ બેટસમેનના વખાણ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન