14 Month Baby Fall From Fourth Floor Window In Mumbai, Save Life
  • Home
  • Featured
  • મુંબઇ: 14 મહિનાનું બાળક ચોથા માળની બારીમાંથી પડ્યું અને…થયો ચમત્કાર

મુંબઇ: 14 મહિનાનું બાળક ચોથા માળની બારીમાંથી પડ્યું અને…થયો ચમત્કાર

 | 9:29 am IST

નસીબ જો સાથે હોય તો કેટલાક જણ ભારે મુશ્કેલીમાંથી બચી જતા હોય છે. કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે…ગોવંડી ખાતે રહેતા અથર્વ બારકાડે આ 14 મહિનાના બાળક સાથે પણ કંઇક આવું જ બન્યું છે. ભગવાનના સાથને કારણે અથર્વ ગુરુવારે સવારે પોણા નવ વાગ્યે ચોથા માળની બારીમાંથી નીચે પડયો તેમ છતાં તેને કોઈપણ ઈજા થઈ નહોતી.

ગોવંડી પૂર્વના બી એસ દેવાશી રોડ પર ગોપી કૃષ્ણ ઇમારતમાં ચોથા માળે બારકાડે પરિવારનો ફ્લેટ છે. અથર્વના પિતા અજિત, માતા જ્યોતિ, દાદા,દાદી કાકા,કાકી, નાની બહેન એમ સંપૂર્ણ પરિવાર આ ફ્લેટમાં રહે છે. અથર્વની દાદી મંગલે કપડાં સુકાઈ ગયા હોવાથી તેની ઘડી વાળવા માટે લિવિંગ રૂમમાંની સ્લાઇડિંગ બારી ખોલી હતી. આ બારીને ગ્રિલ બેસાડેલી નહોતી. સવારે કપડાં લીધાં બાદ તેઓ બારી બંધ કરવાનું ભૂલી ગયા હતા અને તે જ સમયે અથર્વ રમતાં રમતાં આ બારી પાસે આવ્યો અને નીચે જોવા જતાં બારીમાંથી પડી ગયો હતો, એમ મંગલે જણાવ્યું હતું.

અથર્વ બારીમાંથી નીચે પડવાની વાત જાણતાં જ સંપૂર્ણ પરિવાર એક સાથે બિલ્ડિંગની નીચે દોડી ગયો હતો. અથર્વને પોતે નીચે પડયો તે વાતની જાણ હતી અને તે ભાનમાં હતો.

અથર્વને માત્ર હોઠ અને પગમાં મૂઢ માર વાગ્યો
અથર્વના પરિવારે અથર્વને તાકીદે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, પરંતુ અહીં આવશ્યક સુવિધા ન હોવાથી અથર્વને મુલુંડની ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. તબીબ અનુસાર આટલી ઊંચાઈ પરથી પડયો હોવા છતાં અથર્વને હોઠ અને પગ પર મૂઢ માર વાગ્યો છે. તેની તબિયત સ્થિર છે. તેને કોઈપણ ગંભીર ઈજા થઈ નથી. અથર્વના ઘરની બાજુમાં એક વૃક્ષ છે. અથર્વ પહેલાં ડાળી પર પડયો અને ત્યારબાદ તે જમીન પર આવ્યો હતો. ડાળી પર પડયા બાદ તેનો વેગ ધીમો પડતા તેને કોઈપણ ગંભીર ઈજા થઈ નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન